તે પદ ભવ્ય જીવ પામે છે. તે બધું જીવદયારૂપ વેલનું ફળ છે. ભવ્ય જીવ કર્મરૂપ કુંજરને
માટે શાર્દૂલ સમાન છે. વળી રામ એટલે કે બળભદ્ર તથા કેશવ એટલે નારાયણનાં પદ જે
ભવ્ય જીવ પામે છે તે બધું ધર્મનું ફળ છે.
હસ્તિનાગપુર, અયોધ્યા, શ્રાવસ્તી, કૌશાંબી, પોદનાપુર, શૈલનગર, સિંહપુર, કૌંશાંબી અને
હસ્તિનાગપુર. આ નવેય નગર બધા પ્રકારનાં દ્રવ્યોથી ભરેલાં છે અને ઈતિ-ભીતિરહિત
છે. હવે વાસુદેવોના પૂર્વભવોનાં નામ સાંભળો. વિશ્વાનંદી, પર્વત, ધનમિત્ર, સાગરદત્ત,
વિકટ, પ્રિયમિત્ર, માનચેષ્ટિત, પુનર્વસુ અને ગંગદેવ જેને નિર્ણામિક પણ કહે છે. નવેય
વાસુદેવોના જીવ પૂર્વભવમાં વિરૂપ, દુર્ભાગી અને રાજ્યભ્રષ્ટ હોય છે, તે મુનિ થઈને
મહાતપ કરે છે. નિદાનના યોગથી સ્વર્ગમાં દેવ થાય છે અને ત્યાંથી ચ્યવીને બળભદ્રના
નાના ભાઈ વાસુદેવ થાય છે. માટે તપ કરીને નિદાન કરવું તે જ્ઞાનીઓ માટે વર્જ્ય છે.
નિદાન નામ ભોગવિલાસનું છે, તે અત્યંત ભયાનક દુઃખ દેવામાં પ્રવીણ છે. હવે એમના
પૂર્વભવના ગુરુઓનાં નામ સાંભળો, જેમની પાસેથી તેમણે મુનિવ્રત લીધાં હતા. સંભૂત,
સુભદ્ર, વસુદર્શન, શ્રેયાંસ, ભૂતિસંગ, વસુભૂતિ, ઘોષસેન, પરાંભોધિ, દ્રુમસેન. હવે જે જે
સ્વર્ગમાંથી આવીને વાસુદેવ થયા હતા તેમનાં નામ સાંભળો, શુક્ર, મહાશુક્ર, લાંતવ,
સહસ્ત્રાર, બ્રહ્મ, માહેન્દ્ર, સૌધર્મ, સનત્કુમાર, મહાશુક્ર. હવે વાસુદેવોની જન્મપુરીનાં નામ
સાંભળો. પોદનાપુર, દ્વાપર, હસ્તિનાગપુર, હસ્તિનાગપુર, ચક્રપુર, કુશાગ્રપુર, મિથિલાપુર,
અયોધ્યા, મથુરા. આ નગરો સમસ્ત ધન-ધાન્યથી પૂર્ણ અને ઉત્સવોથી ભરપૂર છે.
વાસુદેવના પિતાનાં નામ સાંભળો. પ્રજાપતિ, બ્રહ્મભૂત, રૌદ્રનંદ, સૌમ, પ્રખ્યાત, શિવાકર,
દશરથ, વસુદેવ. આ નવ વાસુદેવોની માતાનાં નામ સાંભળો. મૃગાવતી, માધવી, પૃથિવી,
સીતા, અંબિકા, લક્ષ્મી, કેશિની, સુમિત્રા અને દેવકી. આ માતાઓ અતિ રૂપગુણથી મંડિત,
મહા સૌભાગ્યવતી અને જિનમતિ છે. નવ વાસુદેવના નામ સાંભળો. ત્રિપૃષ્ટ, દ્વિપૃષ્ટ,
સ્વયંભૂ, પુરુષોતમ, પુરુષસિંહ, પુણ્ડરિક, દત્ત, લક્ષ્મણ, કૃષ્ણ. હવે નવ વાસુદેવની
પટરાણીઓનાં નામ સાંભળો. સુપ્રભાવતી, રૂપિણી, પ્રભવા, મનોહરા, સુનેત્રા,
વિમળસુંદરી, આનંદવતી, પ્રભાવતી, રુકિમણી. આ બધી ગુણ-કળામાં નિપુણ, ધર્મવતી,
વ્રતવતી છે.
ક્ષેમા, હસ્તિનાગપુર. હવે બળભદ્રોનાં નામ સાંભળો. બાલ, મારુતદેવ, નંદિમિત્ર, મહાબળ,
પુરુષવૃષભ, સુદર્શન, વસુધર, શ્રીરામચંદ્ર, શંખ. હવે એમના પૂર્વભવના ગુરુઓનાં નામ
સાંભળો. અમૃતાર, મહાસુવ્રત, સુવ્રત, વૃષભ, પ્રજાપાલ, દમવર, સધર્મ, આર્ણવ, વિદ્રુમ.
આ બળભદ્રો જે દેવલોકમાંથી આવ્યા તેમનાં નામ સાંભળો. પ્રથમ ત્રણ બળભદ્ર અનુત્તર
વિમાનમાંથી આવ્યા,