મહાશુક્રમાંથી આવ્યા. આ નવ બળભદ્રોની માતાનાં નામ સાંભળો. પિતા બળભદ્ર અને
નારાયણના એક જ હોય છે. બદ્રાંભોજા, સુભદ્રા, સુવેષા, સુદર્શના, સુપ્રભા, વિજયા,
વૈજયંતી, અપરાજિતા અથવા કૌશલ્યા, રોહિણી. નવ બળભદ્ર અને નવ નારાયણમાંથી
પાંચ બળભદ્ર અને પાંચ નારાયણ શ્રેયાંસનાથ સ્વામીના સમયથી શરૂ કરીને ધર્મનાથ
સ્વામીના સમય સુધીમાં થયા. છઠ્ઠા તથા સાતમા અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી અને
મલ્લિનાથ સ્વામીના પહેલાં થયા. આઠમા બળભદ્ર નારાયણ મુનિસુવ્રતનાથ સ્વામીની
મુક્તિ ગયા પછી અને નેમિનાથ સ્વામીના સમય પહેલાં થયા અને નવમા શ્રી
નેમિનાથના કાકાના દીકરા ભાઈ મહાજિનભક્ત અદ્ભુત ક્રિયા કરનાર થયા. હવે એમનાં
નામ સાંભળો. અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, નંદિમિત્ર (આનંદ), નંદિષેણ
(નંદન), રામચંદ્ર, પદ્મ. જે મુનિઓ પાસે બળભદ્રોએ દીક્ષા લીધી હતી તેમનાં નામ-
સુવર્ણકુંભ, સત્યકીર્તિ, સુધર્મ, મૃગાંક, શ્રુતકીર્તિ, સુમિત્ર, ભવનશ્રુત, સુવ્રત, સિદ્ધાર્થ.
મહાતપના ભારથી કર્મનિર્જરા કરનાર, ત્રણ લોકમાં પ્રગટ છે કીર્તિ જેમની એવા નવ
બળભદ્રોમાંથી આઠ કર્મરૂપ વનને ભસ્મ કરી મોક્ષ પામ્યા. કેવું છે સંસારવન? જેમાં
વિવિધ પ્રકારની વ્યાધિથી પીડિત પ્રાણીઓ આકુળતા પ્રાપ્ત કરે છે એવું. અને જેમાં
અનંત જન્મરૂપ કંટકવૃક્ષોનો સમૂહ ફેલાયેલો છે અને કાળરૂપ વ્યાઘ્રથી અતિભયાનક છે.
વિજયથી લઈને રામચંદ્ર સુધીના આઠ તો સિદ્ધ થયા અને પદ્મ નામના નવમા બળભદ્ર
બ્રહ્મસ્વર્ગમાં મહાઋદ્ધિધારક દેવ થયા.
નામ સાંભળો. અલકા, વિજયપુર, નંદનપુર, પૃથ્વીપુર, હરિપુર, સૂર્યપુર, સિંહપુર, લંકા,
રાજગૃહી. આ નગરો રત્નજડિત અતિ દૈદીપ્યમાન સ્વર્ગલોક સમાન છે.
નામ કહ્યાં. આ ત્રેસઠ શલાકા પુરુષ છે. તેમાંથી કેટલાક તો જિનભાષિત તપ કરી તે જ
ભવમાં મોક્ષ પામે છે. કેટલાક સ્વર્ગ પામે છે અને પછી મોક્ષ પામે છે. જે વૈરાગ્ય નથી
ધરતા તે ચક્રી, હરિ, પ્રતિહરિ, કેટલાક ભવ ધારણ કરી, તપ કરીને મોક્ષ પામે છે. આ
સંસારના પ્રાણીઓ વિવિધ પ્રકારનાં પાપથી મલિન, મોહરૂપ સાગરના ભ્રમણમાં મગ્ન,
મહાદુઃખરૂપ ચારગતિમાં ભટકી સદા વ્યાકુળ થાય છે. આમ જાણીને જે નિકટ ભવ્ય જીવ
છે તે સંસારનું ભ્રમણ ચાહતા નથી, મોહતિમિરનો અંત કરીને સૂર્ય સમાન કેવળજ્ઞાનને
પ્રગટ કરે છે.
બાર ચક્રવર્તી, નવ