Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 4 of 660
PDF/HTML Page 25 of 681

 

background image
૪ પ્રથમ પર્વ પદ્મપુરાણ
મહાસતી સીતા શુભા, રામચંદ્ર કી નારિ;
ભરત શત્રુધ્ન અનુજ હૈ, યહી બાત ઉર ધારિ. ૪૩
તદ્ભવ શિવગામી ભરત, અરૂ લવ-અંકુશ પૂત
મુક્ત ભયે મુનિવરત ધરિ, નમૈં તિને પુરહ્ત. ૪૪
રામચન્દ્રકો કરિ પ્રણમિ, નમિ રવિષેણ ઋષીશ;
રામકથા ભાષૂં યથા, નમિ જિન શ્રુતિ મુનિ ઈશ. ૪પ
(મૂળ ગ્રંથકારનું મંગલાચરણ)
सिद्धं सम्पूर्णभव्यार्थं सिद्धेः कारणमुत्तमम्।
प्रशस्य – दर्शन – ज्ञान – चारित्र प्रतिपादनम्।। ९।।
सुरेन्द्रमुकुटाश्लिष्ट – पादपद्मांशु – केसरम्।
प्रणमामि महावीरं लोकत्रितय मंगलम्।। २।।
અર્થઃ સિદ્ધ એટલે કૃતકૃત્ય છે અને જેમના બધા સુંદર અર્થો (પ્રયોજનો) સંપૂર્ણ
થયા છે અથવા જે ભવ્ય જીવોના બધાં જ કાર્યો પૂર્ણ કરે છે, આપ ઉત્તમ અર્થાત્ મુક્ત
છે અને અન્યોને મુક્તિના કારણ થાય છે, પ્રશસ્ત જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રકાશક
છે. વળી, સુરેન્દ્રના મુગટનાં કિરણોથી સ્પર્શાયેલ કેસર જેમના ચરણકમળ ઉપર પડેલ છે
એવા ભગવાન મહાવીર કે જે ત્રણ લોકનાં પ્રાણીઓના મંગળરૂપ છે, તેમને હું નમસ્કાર
કરું છું.
ભાવાર્થઃ- સિદ્ધ એટલે મુક્ત અર્થાત્ સર્વ બાધારહિત, ઉપમારહિત, અનુપમ,
અવિનાશી સુખની પ્રાપ્તિના કારણ શ્રી મહાવીર સ્વામી, જે કામ, ક્રોધ, માન, મદ, માયા,
મત્સર, લોભ, અહંકાર, પાખંડ, દુર્જનતા, ક્ષુધા, તૃષા, વ્યાધિ, વેદના, જરા, ભય, રોગ,
શોક, હર્ષ, જન્મ, મરણાદિ રહિત છે, શિવ એટલે અવિનશ્વર છે, દ્રવ્યાર્થિકનયથી જેમની
આદિ પણ નથી અને અંત પણ નથી, જે અછેદ્ય, અભેદ્ય, કલેશરહિત, શોકરહિત,
સર્વવ્યાપી, સર્વસંમુખ, સર્વવિદ્યાના ઇશ્વર છે. આ ઉપમા બીજાઓને આપી શકાતી નથી. જે
મીમાંસક, સાંખ્ય નૈયાયિક, વૈશેષિક, બૌધ્ધાદિક મત છે તેમના કર્તા જૈમિનિ, કપિલ,
કાણભિક્ષ, અક્ષપાદ, કણાદ અને બુધ્ધ છે તે મુક્તિના કારણ નથી. જટા, મૃગછાલા, વસ્ત્ર,
અસ્ત્ર, સ્ત્રી, રુદ્રાક્ષ અને ખોપરીઓની માળાના ધારક છે અને જીવોને બાળવા, હણવા, છે.
દવાના કાર્યમાં લાગેલા છે, વિરુધ્ધ અર્થનું કથન કરે છે. મીમાંસક તો ધર્મનું લક્ષણ અહિંસા
છે એમ કહીને હિંસામાં પ્રવર્તે છે. સાંખ્યમતી આત્માને અકર્તા અને નિર્ગુણ ભોક્તા માને
છે અને પ્રકૃતિને કર્તા માને છે. નૈયાયિક તથા વૈશેષિક આત્માને જ્ઞાન-રહિત-જડ માને છે
અને ઈશ્વર જગતના કર્તા છે એમ માને છે. બૌધ્ધો બધું ક્ષણિક છે એમ માને છે.
શૂન્યવાદી બધું શૂન્ય માને છે. વેદાન્તી નર, નારક, દેવ, તિર્યંચ, મોક્ષ, સુખ,