Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 5 of 660
PDF/HTML Page 26 of 681

 

background image
પદ્મપુરાણ પ્રથમ પર્વ
દુઃખાદિ સર્વ અવસ્થાઓમાં સર્વવ્યાપી એક જ આત્મા માને છે તેથી આ બધા જ મોક્ષનું
કારણ નથી. મોક્ષનું કારણ એક જિન શાસન જ છે કે જે બધાં પ્રાણીઓનો મિત્ર છે અને
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રગટ કરનાર છે. આવું જિન શાસન શ્રી વીતરાગદેવ પ્રગટ
કરીને બતાવે છે. કેવા છે શ્રી વર્ધમાન વીતરાગદેવ? સિદ્ધ એટલે જીવનમુક્ત છે અને સર્વ
અર્થથી પૂર્ણ છે, મુક્તિનું કારણ છે, સર્વોત્તમ છે અને સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પ્રકાશક
છે. વળી, કેવા છે? ઇન્દ્રોના મુગટ જેમના ચરણારવિંદને સ્પર્શ્યા છે એવા શ્રી મહાવીર
વર્ધમાન, સન્મતિનાથ, અંતિમ તીર્થંકરને હું નમસ્કાર કરું છું. તે ત્રિલોકનાં સર્વ
પ્રાણીઓને માટે મહામંગળરૂપ છે, મહાયોગીશ્વર છે, મોહમળના વિજેતા છે, અનંત
બળધારી છે, સંસાર સમુદ્રમાં ડૂબતા જીવોનો ઉધ્ધાર કરનાર છે. શિવ, વિષ્ણુ, દામોદર,
ત્ર્યંબક, ચતુર્મુખ, બુધ્ધ, બ્રહ્મા, હરિ, શંકર, રુદ્ર, નારાયણ, હરિ, ભાસ્કર, પરમમૂર્તિ, આદિ
જેમનાં અનેક નામ છે, તેમને શાસ્ત્રના આદિમાં મહામંગળ અર્થે, સર્વ વિઘ્નોના વિનાશ
નિમિત્તે, હું મન, વચન, કાયાથી નમસ્કાર કરું છું.
આ અવસર્પિણી કાળમાં પ્રથમ જ ભગવાન ઋષભદેવ થયા. તે સર્વ યોગીશ્વરોના
નાથ, સર્વ વિદ્યાના નિધાન અને સ્વયંભૂ હતા. તેમને અમારા નમસ્કાર હો. તેમના
પ્રસાદથી અનેક ભવ્ય જીવ ભવસાગર તરી ગયા. બીજા શ્રી અજિતનાથ સ્વામી થયા.
જેમણે બાહ્યાભ્યંતર શત્રુઓને જીતી લીધા, તે અમને રાગાદિરહિત કરો. ત્રીજા સંભવનાથ
છે, જેમનાથી જીવોને સુખ થાય છે; ચોથા અભિનંદન સ્વામી આનંદના આપનાર છે.
સુમતિ આપનાર પાંચમા સુમતિનાથ મિથ્યાત્વના નાશક છે, છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ ઊગતા
સૂર્યનાં કિરણોથી પ્રફુલ્લિત કમળની પ્રભા સમાન છે. સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
સર્વના જાણનાર સર્વના નિકટવર્તી છે, જેમનું તેજ શરદપૂનમના ચંદ્ર જેવું છે એવા આઠમા
શ્રી ચન્દ્રપ્રભુ અમારા ભવસંતાપને દૂર કરો. પ્રફુલ્લિત મોગરાના ફૂલ સમાન ઉજ્જવળ
દંતપંક્તિવાળા નવમા શ્રી પુષ્પદંત જગતના સ્વામી છે, દશમા શ્રી શીતલનાથ
શુક્લધ્યાનના દાતા અને પરમ ઈષ્ટ છે તે અમારા ક્રોધાદિ અનિષ્ટને દૂર કરો. જીવોનું
સકળ કલ્યાણ કરનાર, ધર્મોપદેશક અગિયારમા શ્રી શ્રેયાંસનાથ સ્વામી અમને પરમાનંદ
આપો. દેવો વડે પૂજ્ય, સંતોના ઇશ્વર, કર્મશત્રુના જીતનાર બારમા શ્રી વાસુપૂજ્ય સ્વામી
અમને નિજવાસ આપો. સંસારનું મૂળ એવા રાગાદિ મળથી અત્યંત દૂર એવા તેરમા શ્રી
વિમળનાથ દેવ અમારું કર્મકલંક દૂર કરો. અનંત જ્ઞાનના ધારક, સુન્દર છે દર્શન જેમનું,
એવા ચૌદમા શ્રી અનંતનાથ દેવાધિદેવ અમને અનંત જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. ધર્મધુરાના
ધારક પંદરમા શ્રી ધર્મનાથ સ્વામી અમારા અધર્મને દૂર કરી અમને પરમધર્મની પ્રાપ્તિ
કરાવો. જ્ઞાનાવરણાદિ કર્મશત્રુઓને જેમણે જીતી લીધા છે એવા શ્રી શાંતિનાથ અમને
શાંત ભાવની પ્રાપ્તિ કરાવો. કંથવા આદિ સર્વ જીવોના હિતકારી સતરમા શ્રી કુંથુનાથ
સ્વામી અમને ભ્રમરહિત કરો. સમસ્ત