સમાન જ હતા. જ્યારે તે મહેલમાં જાય ત્યારે તો સર્વ સ્ત્રીઓને અતિપ્રિય લાગતા અને
બહાર આવે ત્યારે સર્વ જનોને પ્યારા લાગતા. જ્યારે તે બોલતા ત્યારે જાણે કે જગતને
અમૃતનું સીંચન કરતા અને નેત્રથી અવલોકન કરતા ત્યારે બધાને હર્ષથી પૂર્ણ કરતા.
બધાનું દારિદ્ર દૂર કરનારા, બધાનું હિત કરનારા, બધાનાં અંતઃકરણને પોષનારા જાણે કે
એ બન્ને આનંદ અને શૂરવીરતાની મૂર્તિ જ લાગતા. એ અયોધ્યાપુરીમાં સુખપૂર્વક રમતા.
તે કુમારોની સેવા અનેક સુભટો કરતા. પહેલાં જેવા વિજય બળભદ્ર અને ત્રિપૃષ્ટ વાસુદેવ
થયા હતા તેમના જેવી આ બન્નેની ચેષ્ટા હતી. પછી કૈકેયીને દિવ્યરૂપ ધરનાર,
મહાભાગ્યવાન, પૃથ્વીમાં પ્રસિદ્ધ ભરત નામનો પુત્ર થયો અને સુપ્રભાને સર્વ લોકમાં
સુંદર, શત્રુઓને જીતનારો શત્રુધ્ન નામનો પુત્ર થયો. રામચંદ્રનું નામ પદ્મ તથા બળદેવ,
લક્ષ્મણનું નામ હરિ અને વાસુદેવ તથા અર્ધચક્રી પણ કહેવાય છે. એક દશરથની ચાર
રાણીઓ તે જાણે ચાર દિશાઓ જ હતી અને તેમના ચારેય પુત્રો સમુદ્ર સમાન ગંભીર,
પર્વત સમાન અચળ, જગતના પ્યારા હતા. પિતાએ એ ચારેય કુમારોને ભણાવવા માટે
યોગ્ય અધ્યાપકોને સોંપ્યા.
માતાપિતાએ લાડ લડાવેલા તેથી અનેક કુચેષ્ટા કરતો અને હજારોના ઠપકાને પાત્ર થતો.
જોકે દ્રવ્યનું ઉપાર્જન, ધનનો સંગ્રહ, વિદ્યાનું ગ્રહણ એ બધી બાબતો તે નગરમાં સુલભ
હતી, પરંતુ આને વિદ્યા સિદ્ધ ન થઈ. ત્યારે માતાપિતાએ વિચાર્યું કે વિદેશમાં એને સિદ્ધિ
મળશે. આમ વિચારી ખેદખિન્ન થઈ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે મહાદુઃખી થઈ, ફક્ત
તેની પાસે વસ્ત્ર જ હતાં એવો રાજગૃહ નગરમાં ગયો. ત્યાં એક વૈવસ્વત ધનુર્વિદ્યા
શીખવનાર મહાપંડિત હતો, તેની પાસે હજારો શિષ્ય વિદ્યાનો અભ્યાસ કરતા. આ તેની
પાસે યથાર્થ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો અને હજારો શિષ્યોમાં એ અત્યંત પ્રવીણ
થઈ ગયો. તે નગરના રાજા કુશાગ્રનો પુત્ર પણ વૈવસ્વતની પાસે બાણવિદ્યા શીખતો.
રાજાએ સાંભળ્યું કે એક પરદેશી બ્રાહ્મણનો પુત્ર આવ્યો છે તે રાજપુત્રો કરતાં પણ વધારે
બાણવિદ્યાનો અભ્યાસી થયો છે. તેથી રાજાને મનમાં ગુસ્સો આવ્યો. જ્યારે વૈવસ્વતે આ
વાત સાંભળી ત્યારે તેણે અરિને સમજાવ્યો કે તું રાજાની સામે મૂર્ખની જેમ વર્તજે, તારી
વિદ્યા પ્રગટ ન કરીશ. પછી રાજાએ ધનુષવિદ્યાના ગુરુને બોલાવ્યા અને કહ્યું કે હું તમારા
બધા શિષ્યોની વિદ્યા જોઈશ. એટલે તે બધા શિષ્યોને લઈને ગયો. બધા શિષ્યોએ
યોગ્યતા પ્રમાણે પોતપોતાની બાણવિદ્યા બતાવી, નિશાન વીંધ્યા, બ્રાહ્મણના પુત્ર અરિએ
એવી રીતે બાણ ફેંકયા કે જેથી તે વિદ્યારહિત માલૂમ પડયો. ત્યારે રાજાને લાગ્યું કે
કોઈએ એનાં ખોટાં વખાણ કર્યા છે. પછી વૈવસ્વતને બધા શિષ્યો સાથે વિદાય આપી. તે
પોતાના ઘેર આવ્યો અને પોતાની પુત્રી અરિ સાથે પરણાવીને વિદાય કર્યો. તે રાત્રે જ
નીકળીને અયોધ્યા આવ્યો અને રાજા