દશરથને મળ્યો, પોતાની બાણવિદ્યા બતાવી. રાજાએ પ્રસન્ન થઈને પોતાના ચારે પુત્રોને
બાણવિદ્યા શીખવા તેની પાસે મોકલ્યા. તે બાણવિદ્યામાં અતિપ્રવીણ થયા. જેમ નિર્મળ
સરોવરમાં ચંદ્રમાની કાંતિ વિસ્તાર પામે તેમ એમનામાં બાણવિદ્યા વિસ્તાર પામી. ગુરુના
સંયોગથી તેમને બીજી પણ અનેક વિદ્યાઓ સિદ્ધ થઈ. જેમ કોઈ જગ્યાએ રત્ન પડયાં
હોય અને ઢાંકણથી ઢંકાઈ રહ્યાં હોય, તેનું ઢાંકણ ઊઘડે એટલે પ્રગટ થાય તેમ તેમને સર્વ
વિદ્યા પ્રગટ થઈ. રાજા પોતાના પુત્રોને સર્વ શાસ્ત્રોમાં અતિપ્રવીણ જોઈને તથા પુત્રોનો
વિનય, ઉદાર ચેષ્ટા અવલોકીને અત્યંત પ્રસન્ન થયા. એમના સર્વ વિદ્યાગુરુઓનું ખૂબ
સન્માન કર્યું. રાજા દશરથ જે મહાજ્ઞાની અને અનેક ગુણોથી યુક્ત હતા તેમણે તેમને
ઈચ્છાનુસાર સંપદા આપી. દશરથની કીર્તિ દાન આપવામાં વિખ્યાત હતી. કેટલાક જીવો
શાસ્ત્રજ્ઞાન મેળવીને પરમ ઉત્કૃષ્ટ બની જાય છે, કેટલાક જેવા ને તેવા જ રહે છે અને
કેટલાક વિષમ કર્મના ઉદયથી મદથી અંધ બની જાય છે-જેમ સૂર્યનાં કિરણો
સ્ફટિકગિરિના તટ પર અત્યંત પ્રકાશ પાથરે છે, બીજાં સ્થાનોમાં યથાસ્થિત પ્રકાશ આપે
છે અને ઘુવડો વચ્ચે તિમિરરૂપ થઈને પરિણમે છે.
કરનાર પચ્ચીસમું પર્વ પૂર્ણ થયું.
બાળક થાય તો હું લઈ જઈશ. ત્યારે શ્રેણિકે પૂછયું કે હે નાથ! તે દેવની એવી
અભિલાષા કેમ થઈ તે સાંભળવા હું ઈચ્છું છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે હે રાજન્!
ચક્રપુર નામનું એક નગર છે. ત્યાં ચક્રધ્વજ નામના રાજાની રાણી મનસ્વિનીની પુત્રી
ચિત્તોત્સવા કુમારાવસ્થામાં ચટશાળામાં ભણતી હતી. તે ચિત્તોત્સવાનું અને પિંગળનું મન
મળી ગયું તેથી એમને વિદ્યા પ્રાપ્ત ન થઈ. જેમનું મન કામબાણથી વીંધાઈ જાય તેમને
વિદ્યા અને ધર્મની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ સ્ત્રી-પુરુષનો સંસર્ગ થાય છે, પછી પ્રીતિ
ઊપજે છે, પ્રીતિથી પરસ્પર અનુરાગ વધે છે, પછી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને તેનાથી
વિકાર ઉત્પન્ન થાય છે. જેમ હિંસાદિક પાંચ પાપોથી અશુભ કર્મોનું બંધન થાય છે. તેમ
સ્ત્રીસંગથી કામ ઉત્પન્ન થાય છે.