સ્પર્શવાળા, મહાદુર્ગંધ અંધકારરૂપ નરકમાં પડયા છે. તેમનું શરીર ઉપમારહિત દુઃખ
ભોગવે છે. મહાભયંકર નરકને જ કુંભિપાક કહે છે. ત્યાં વૈતરણી નદી છે, તીક્ષ્ણ
કંટકયુક્ત શાલ્મલી વૃક્ષ છે, ત્યાં અસિપત્રવન છે, તેનાં પાંદડાં તીક્ષ્ણ ખડ્ગની ધારા
સમાન છે, ત્યાં પ્રજ્વલિત અગ્નિમાં તપાવેલા તીક્ષ્ણ લોઢાના ખીલા છે. તે નરકોમાં મદ્ય-
માંસ ખાનારા, જીવના મારનારા નિરંતર દુઃખ ભોગવે છે. ત્યાં એક અંગૂલમાત્ર ક્ષેત્ર પણ
સુખનું કારણ નથી. અને નારકી જીવોને એક પલકમાત્ર પણ વિશ્રામ નથી. કોઈ ઈચ્છે કે
ક્યાંક ભાગીને છુપાઈ જાઉં તો જ્યાં જાય ત્યાં નારકી મારે છે. અને પાપી અસુરકુમારદેવ
તેને પ્રગટ કરી દે છે. અત્યંત પ્રજ્વલિત અંગારતુલ્ય નરકની ભૂમિમાં પડેલા જીવો
અગ્નિમાં પડેલા મત્સ્ય વ્યાકુળ થઈને વિલાપ કરે તેમ ભયથી વ્યાપ્ત કોઈ રીતે નીકળીને
બીજી જગાએ જવા ચાહે તો તેમને ઠંડક આપવા બીજા નારકી જીવો વૈતરણી નદીના
જળથી છંટકારે છે. તે વૈતરણી અત્યંત દુર્ગંધી ક્ષારજળથી ભરેલી છે એટલે તેનાથી અધિક
બળતરા પામે છે. વળી તે વિશ્રામ માટે અસિપત્ર વનમાં જાય તો અસિપત્ર તેના શિર
પર પડે છે-જાણે કે ચક્ર, ખડ્ગ, ગદાદિથી તે કપાઈ જાય છે. તેના નાક, કાન, ખભા,
જાંઘ આદિ શરીરનાં અંગ છેદાઈ જાય છે. નરકમાં મહાવિકરાળ, દુઃખદાયી પવન છે,
રુધિરના કણ વરસે છે, ત્યાં ઘાણીમાં પીલે છે અને ક્રૂર શબ્દ થાય છે, તીક્ષ્ણ શૂળોથી
ભેદવામાં આવે છે, નારકી મહાવિલાપના શબ્દ કાઢે છે, શાલ્મલી વૃક્ષ સાથે ઘસવામાં
આવે છે, મુદ્ગરોના ઘાતથી કૂટવામાં આવે છે, જ્યારે તરસ લાગે છે અને પાણી માટે
પ્રાર્થના કરે છે ત્યારે તેને તાંબું ઓગાળીને પીવડાવે છે, જેથી દેહમાં કાળી બળતરા થાય
છે; તે અત્યંત દુઃખી થાય છે અને કહે છે કે અમને તરસ નથી તો પણ બળાત્કારે તેમને
પૃથ્વી ઉપર પછાડીને, તેના ઉપર પગ મૂકી, સાણસીથી મોઢું ફાડીને ગરમ તાંબાનો રસ
પીવડાવે છે તેથી ગળું પણ બળી જાય છે અને હૃદય પણ બળી જાય છે. નારકીઓને
નારકીઓ દ્વારા પરસ્પર થતું અનેક પ્રકારનું દુઃખ અને ભવનવાસી અસુરકુમાર દેવો દ્વારા
કરાતું દુઃખ કોણ વર્ણવી શકે? નરકમાં મદ્યમાંસના ભક્ષણથી ઉપજતાં દુઃખને જાણીને
મદ્યમાંસનું ભક્ષણ સર્વથા છોડવું. મુનિનાં આવાં વચન સાંભળીને નરકનાં દુઃખથી જેનું
મન ડર્યું છે એવો તે કુંડળમંડિત બોલ્યો કે હે નાથ! પાપી જીવ તો નરકના જ પાત્ર છે
અને જે વિવેકી સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં વ્રત પાળે છે તેમની કેવી ગતિ થાય છે? ત્યારે
મુનિએ કહ્યું કે જે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકનાં વ્રત પાળે છે તે સ્વર્ગ-મોક્ષના પાત્ર થાય છે અને
જે જીવ મદ્ય, માંસ, મધનો ત્યાગ કરે છે તે પણ કુગતિથી બચે છે, એ અભક્ષ્યનો ત્યાગ
કરે છે તે શુભ ગતિ પામે છે. જે ઉપવાસાદિ રહિત છે અને દાનાદિ પણ કરતા નથી,
પરંતુ મદ્ય-માંસના ત્યાગી છે તે ભલા છે અને કોઈ જીવ શીલવ્રતથી મંડિત છે,
જિનશાસનના સેવક છે અને શ્રાવકનાં વ્રત પાળે છે તેનું તો પૂછવું જ શું? તે તો
સૌધર્માદિ સ્વર્ગમાં ઉપજે છે. અહિંસાવ્રતને ધર્મનું મૂળ કહ્યું છે, માંસાદિકનો ત્યાગ
કરનારને અહિંસા અત્યંત નિર્મળ હોય છે. જે મલેચ્છ અને ચાંડાળ છે, પણ જો દયાવાન
થઈ મદ્ય-માંસાદિનો ત્યાગ