પોતાના પ્રાણ છોડવાનો પ્રયત્ન કરે. વળી, આયુષ્યના ક્ષય વિના મરણ થતું નથી, ભલે
ભયંકર યુદ્ધમાં જાય તો પણ મરે નહિ. આમ ચિંતવન કરતા રાજા દશરથનાં ચરણોમાં
નમસ્કાર કરી રામ-લક્ષ્મણ બહાર નીકળ્યાં. સર્વ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં પ્રવીણ, સર્વ
લક્ષણોથી પૂર્ણ, જેમનું દર્શન સૌને પ્રિય લાગે છે, એવા પોતાના તેજથી દેદીપ્યમાન બન્ને
ભાઈ રામ-લક્ષ્મણ ચતુરંગ સેનાથી મંડિત, વૈભવથી પૂર્ણ રથમાં બેસીને જનકને મદદ
કરવા ચાલ્યા. એમના ગયા પહેલાં રાજા જનક અને કનક બન્ને ભાઈ શત્રુસેનાનું અંતર
બે યોજન જાણીને યુદ્ધ કરવા માટે ગયા હતા. જનક અને કનકના મહારથી યોદ્ધાઓ
શત્રુઓના શબ્દ સહન ન કરતાં મ્લેચ્છોના સમૂહમાં મેઘની ઘટામાં સૂર્યાદિક ગ્રહપ્રવેશ કરે
તેમ પ્રવેશ્યા હતા. મ્લેચ્છો અને સામંતો વચ્ચે મહાયુદ્ધ થયું, જેને જોતાં કે સાંભળતાં
રોમાંચ ખડાં થઈ જાય. ત્યાં મોટા મોટાં શસ્ત્રોનાં પ્રહાર થતા હતા. બન્ને સેનાના લોકો
વ્યાકુળ થયા હતા, કનક તરફ મ્લેચ્છોનું દબાણ વધ્યું ત્યારે જનક ભાઈને મદદ કરવા
અત્યંત ક્રોધ કરીને દુર્નિવાર હાથીઓના સમૂહને પ્રેરવા લાગ્યા ત્યારે તે બર્બર દેશના
મ્લેચ્છો જનકને પણ દબાવવા લાગ્યા. તે જ વખતે રામ-લક્ષ્મણ જઈ પહોંચ્યા. રામચંદ્રે
મ્લેચ્છોની અપાર સેના જોઈ. શ્રી રામચંદ્રનું ઉજ્જવળ છત્ર જોઈને શત્રુઓની સેના ધ્રૂજવા
લાગી, જેમ પૂર્ણમાસીના ચંદ્રનો ઉદય જોઈને અંધકારનો સમૂહ ચલાયમાન થાય તેમ.
મ્લેચ્છોનાં બાણથી જનકનું બખ્તર તૂટી ગયું હતું. જનક ખેદખિન્ન થયા હતા. ત્યાં રામે
તેમને ધૈર્ય બંધાવ્યું. જેમ સંસારી જીવો કર્મના ઉદયથી દુઃખી થાય છે અને ધર્મના
પ્રભાવથી દુઃખો છૂટીને સુખી થાય છે તેમ જનક રામના પ્રભાવથી સુખી થયા. ચંચળ
તુરંગો જોડેલા રથમાં બેસીને શ્રી રામ, મહાઉદ્યોતરૂપ જેમનું શરીર છે, બખ્તર પહેરી,
હાર-કુંડળથી મંડિત ધનુષ્ય ચઢાવી હાથમાં બાણ રાખી શત્રુઓની વિશાળ સેનામાં પ્રવેશ
કરવા લાગ્યા. રામની ધજા પર સિંહનું ચિહ્ન છે, તેના ઉપર ચામર ઢોળાય છે, ઉજ્જવળ
છત્ર શિર પર ફરે છે, પૃથ્વીના રક્ષક છે, તેમનું મન ધીરવીર છે, લોકના વલ્લભ છે અને
પ્રજાના પાલક છે. જેમ સૂર્ય કિરણોના સમૂહથી શોભે છે તેમ સુભટોના સમૂહથી રામ
શોભતા હતા. જેમ મદમસ્ત હાથી કેળના વનમાં પ્રવેશીને કેળનો નાશ કરે તેમ તેમણે
શત્રુઓની સેનાનો ભંગ કર્યો. જનક અને કનક બન્ને ભાઈઓને બચાવી લીધા. જેમ મેઘ
વરસે તેમ લક્ષ્મણ બાણોની વર્ષા કરવા લાગ્યા. લક્ષ્મણે તીક્ષ્ણ ચક્ર, શક્તિ, કુહાડા, કરવત
ઈત્યાદિ શસ્ત્રો ચલાવ્યાં. તેનાથી અનેક મ્લેચ્છ મર્યા, કુહાડાથી વૃક્ષ તૂટી જાય તેમ.
લક્ષ્મણનાં બાણોથી ભીલ, પારધી, મ્લેચ્છોની છાતી, હાથ, ગળું વગેરે છેદાઈ ગયાં, હજારો
પૃથ્વી પર પડયા, પૃથ્વીના કંટકોની સેના લક્ષ્મણ સામેથી ભાગી ગઈ. મ્લેચ્છોમાં જે શાર્દૂલ
સમાન હતા તે પણ દુર્નિવાર લક્ષ્મણને જોઈને ક્ષોભ પામ્યા. વાજિંત્રોનો ઘોર અવાજ
કરતાં, મુખથી ભયંકર ગર્જના કરતા, ધનુષ્યબાણ, ખડ્ગ, ચક્રાદિ અનેક શસ્ત્રો ધારણ
કરેલા, લાલ રંગના વસ્ત્ર પહેરેલા, હાથમાં ખંજરવાળા, જાતજાતના રંગવાળા જેમનાં અંગ
છે, કોઈ કાજળ જેવા કાળા, કોઈ કર્દમ જેવા, કોઈ તામ્ર વર્ણના, વૃક્ષની છાલના વસ્ત્ર
પહેરેલા, ગેરુ વગેરે રંગથી જેમના