જ્વાળાથી અત્યંત દાહ પામતો થકો સ્પર્શન ઈન્દ્રિય અને જિહ્વેન્દ્રિયથી અધર્મકાર્ય કરે છે,
તેમને નિવૃત્તિ ક્યાંથી હોય? પાપી જીવ ધર્મથી વિમુખ થઈ, વિષયભોગોનું સેવન કરી,
નિશ્ચયથી જ અત્યંત દુઃખદાયક એવી દુર્ગતિ પામે છે. આ ભોગ દુર્ગતિ ઉત્પન્ન કરે છે
અને રાખ્યા રહેતા નથી, ક્ષણભંગુર છે માટે ત્યાજ્ય જ છે. જેમ જેમ કામરૂપ અગ્નિમાં
ભોગરૂપ ઈંધન નાખવામાં આવે તેમ તેમ અત્યંત સંતાપ ઉત્પન્ન કરનાર કામાગ્નિ
પ્રજ્વલિત થાય છે. માટે હે તાત! તમે મને આજ્ઞા આપો કે હું વનમાં જઈને વિધિપૂર્વક
તપ કરું. જિનભાષિત તપ પરમ નિર્જરાનું કારણ છે, આ સંસારથી હું અત્યંત ભય પામ્યો
છું અને હે પ્રભો! જો ઘરમાં કલ્યાણ થતું હોય તો તમે શા માટે ઘર છોડીને મુનિ થવા
ઈચ્છો છો? તમે મારા પિતા છો અને પિતાનો એજ ધર્મ છે કે સંસારસમુદ્રથી તારે,
તપની અનુમોદના કરે. આવું વિચક્ષણ પુરુષો કહે છે. શરીર, સ્ત્રી, ધન, માતાપિતા, ભાઈ
બધાંને છોડીને આ જીવ એકલો જ પરલોકમાં ગયો છે, ચિરકાળ સુધી દેવલોકમાં સુખ
ભોગવ્યાં છે તો પણ એ તૃપ્ત થયો નથી. તો હવે મનુષ્યના ભોગથી કેવી રીતે તુપ્ત
થાય? ભરતના આવાં વચન સાંભળીને પિતા ખૂબ પ્રસન્ન થયા, તેમને હર્ષથી રોમાંચ
ખડાં થઈ ગયાં અને કહેવા લાગ્યા કે હે પુત્ર! તને ધન્ય છે, તું ભવ્યોમાં મુખ્ય છે,
જિનશાસનનું રહસ્ય જાણીને પ્રતિબોધ પામ્યો છે. તું જ કહે છે તે સાચું છું તો પણ હે
ધીર! તેં હજી સુધી કદી મારી આજ્ઞાનો ભંગ કર્યો નથી, તું વિનયવાન પુરુષોમાં મુખ્ય છે,
હવે મારી વાત સાંભળ. તારી માતા કૈકેયીએ યુદ્ધમાં મારું સારથિપણું કર્યું હતું, તે યુદ્ધ
અતિવિષમ હતું, તેમાં જીવવાની આશા નહોતી, પણ એના સારથિપણાથી મેં યુદ્ધમાં
વિજય મેળવ્યો એટલે મેં પ્રસન્ન થઈને તેને કહ્યું કે તારી ઈચ્છા હોય તે માગી લે. ત્યારે
તેણે કહેલું કે આ વચન થાપણમાં રાખો, જે દિવસે મને ઈચ્છા થશે ત્યારે હું માગીશ. હવે
આજે એણે માગ્યું છે કે મારા પુત્રને રાજ્ય આપો અને મેં તે માન્ય રાખ્યું છે. હવે હે
ગુણનિધે! તું ઇન્દ્રના રાજ્ય સમાન આ રાજ્યને નિષ્કંટક કર. મારી પ્રતિજ્ઞાભંગની
અપકીર્તિ જગતમાં ન થાય અને આ તારી માતા તારા શોકથી તપ્તાયમાન થઈને મરણ
ન પામે એમ કર. તેણે શરીરને નિરંતર લાડથી રાખ્યું છે. પુત્રનું પુત્રપણું એ જ છે કે
માતાપિતાને શોકસમુદ્રમાં ન નાખે, આમ બુદ્ધિમાન લોકો કહે છે.
સમર્થ છે? જે સમુદ્રમાંથી રત્નોની ઉત્પત્તિ થાય તે સરોવરમાંથી ક્યાંથી થાય? અત્યારે
તારી ઉંમર તપને યોગ્ય નથી, કેટલાક દિવસ રાજ્ય કર, જેથી પિતાની કીર્તિ વચનના
પાલનથી ચંદ્રમા સમાન નિર્મળ થાય અને તારા જેવો પુત્ર હોવા છતાં માતા શોકથી તપ્ત
થઈને મરણ પામે એ યોગ્ય નથી. હું પર્વત અથવા વનમાં એવી જગ્યાએ નિવાસ કરીશ
કે કોઈ જાણશે નહિ, તું નિશ્ચિંતપણે રાજ્ય કર. હું સકળ રાજઋદ્ધિ છોડીને દેશમાંથી દૂર
ચાલ્યો જઈશ અને પૃથ્વીને કોઈ પ્રકારે