સ્ત્રીઓને, કે જે અનુચિત કામ કરવામાં ડરતી નથી! તેમનું ચિત્ત સ્વાર્થમાં જ આસક્ત
હોય છે, અને આ મોટા ભાઈ મહાનુભાવ પુરષોત્તમ છે, આવાં પરિણામ મુનિઓને હોય
છે. હું એટલો શક્તિશાળી છું કે બધા દુરાચારીઓનો પરાભવ કરી ભરતની રાજ્યલક્ષ્મી
લઈ લઉં અને એ રાજ્યલક્ષ્મી શ્રી રામનાં ચરણોમાં ધરી દઉં, પરંતુ એમ કરવું યોગ્ય
નથી, ક્રોધ અત્યંત દુઃખદાયક છે, તે જીવોને આંધળા બનાવી મૂકે છે. પિતા જિનદીક્ષા
લેવા તૈયાર થયા છે અને હું ક્રોધ ઉત્પન્ન કરું એ યોગ્ય નથી. મને આવો વિચાર કરવાથી
પણ શો લાભ છે? યોગ્ય અને અયોગ્ય પિતાજી જાણે અથવા મોટાભાઈ જાણે. જેનાથી
પિતાની કીર્તિ ઉજ્જવળ થાય તે જ કર્તવ્ય છે. મારે કોઈને કાંઈ કહેવું નથી. હું મૌન
પકડી મોટા ભાઈની સાથે જઈશ. આ ભાઈ તો સાધુ સમાન ભાવવાળા છે. આમ
વિચારીને ગુસ્સો છોડી ધનુષબાણ લઈ બધા વડીલોને પ્રણામ કરી અત્યંત વિનયપૂર્વક
રામની સાથે ચાલ્યા. બન્ને ભાઈ જેમ દેવાલયમાંથી નીકળે તેમ રાજમહેલમાંથી નીકળ્યા.
માતાપિતા, સકળ પરિવાર, ભરત, શત્રુધ્ન સહિત સૌ એમના વિયોગથી અશ્રુપાત કરી
જાણે વર્ષાઋતુ લાવતા હોય તેમ તેમને પાછા લાવવા ચાલ્યા. પણ પિતૃભક્ત,
સમજાવવામાં પંડિત, વિદેશ જવાનો જ જેમનો નિશ્ચય છે એવા રામ-લક્ષ્મણ માતાપિતાની
ખૂબ સ્તુતિ કરી, વારંવાર નમસ્કાર કરી, ખૂબ ધૈર્ય આપી પીઠ ફેરવીને ચાલી નીકળ્યા.
નગરમાં હાહાકાર થઈ ગયો. લોકો વાત કરે છે કે હે માત! આ શું થયું? આવી બુદ્ધિ
કોણે ઉત્પન્ન કરી? આ નગરીના જ અભાગ્ય છે અથવા સકળ પૃથ્વીના અભાગ્ય છે. હે
માત! અમે તો હવે અહીં નહિ રહીએ, એમની સાથે જઈશું. એ અત્યંત સમર્થ છે. જુઓ,
આ સીતા પતિની સાથે ચાલી છે અને રામની સેવા કરનાર ભાઈ લક્ષ્મણ છે. ધન્ય છે
આ જાનકીને, જે વિનયરૂપ વસ્ત્ર પહેરીને પતિની સાથે જાય છે, નગરની સ્ત્રીઓ કહે છે
કે અમે બધાને કહેશું કે આ સીતા મહાપતિવ્રતા છે, એના જેવી બીજી કોઈ સ્ત્રી નથી. જે
મહાપતિવ્રતા હોય તેને આની ઉપમા મળશે, પતિવ્રતાને તો પતિ જ પરમેશ્વર છે. અને
જુઓ, આ લક્ષ્મણ માતાને રોતી છોડીને મોટા ભાઈની સાથે જાય છે. ધન્ય છે એની
ભક્તિને! ધન્ય છે એના પ્રેમને! ધન્ય છે એની શક્તિ, ધન્ય એની ક્ષમા અને ધન્ય
એની વિનયની અધિકતા. આના જેવા બીજા કોઈ નથી. દશરથે ભરતને એવી કેમ આજ્ઞા
કરી કે તું રાજ્ય લે? અને રામ-લક્ષ્મણને એવી બુદ્ધિ કેમ ઉપજી કે અયોધ્યાને છોડીને
ચાલ્યા ગયા? જે કાળે જે થવાનું હોય તે થાય છે. જેનો જેવો કર્મનો ઉદય હોય તેને તેમ
જ થાય, જે ભગવાનના જ્ઞાનમાં ભાસ્યું હોય તે પ્રમાણે થાય છે. દૈવની ગતિ દુર્નિવાર છે.
આ બાબત ઘણી અનુચિત થઈ છે. અહીનાં દેવ ક્યાં ગયા? લોકોનાં મુખમાંથી આવા
શબ્દો નીકળ્યા, બધા લોકો તેમની સાથે ચાલવા તૈયાર થયા. ઘરમાંથી નીકળ્યા. નગરીનો
ઉત્સાહ ચાલ્યો ગયો, શોકથી પૂર્ણ લોકોના અશ્રુપાતથી પૃથ્વી સજળ થઈ ગઈ. જેમ
સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ લોકો ઊઠયા. રામની સાથે ચાલ્યા. મના કરવા છતાં લોકો
રહ્યા નહિ. લોકો