થયા. કૈકેયીને આપેલા વરદાનથી ભરતને રાજ્ય મળ્યું. રામ, લક્ષ્મણ, સીતાએ દક્ષિણ
દિશામાં ગમન કર્યું. વજાકરણનું ચરિત્ર, લક્ષ્મણને કલ્યાણમાળાની પ્રાપ્તિ. રૂદ્રભૂતને વશ
કર્યો. બાલખિલ્યને છોડાવ્યો. શ્રી રામ અરૂણ ગામમાં આવ્યા. વનમાં દેવોએ નગર
વસાવ્યું ત્યાં ચાતુર્માસ રહ્યા.
ભગવાનનાં મંદિરોનું નિર્માણ કર્યું તેનું વર્ણન. જટાયું પક્ષીને વ્રતપ્રાપ્તિ, પાત્રદાનના ફળનો
મહિમા, શંબૂકનું મરણ, સૂર્પણખાને વિલાપ, ખરદૂષણ સાથે લક્ષ્મણનું યુધ્ધ, સીતાનું હરણ,
સીતાને રામના વિયોગથી અત્યંત શોક, રામને સીતાના વિયોગથી અત્યંત શોક, વિરાધિત
વિદ્યાધરનું આગમન, ખરદૂષણનું મરણ, રતનજટીની વિદ્યાનો રાવણ દ્વારા નાશ, સુગ્રીવનુ
રામ પાસે આવવું, સુગ્રીવ માટે શ્રી રામે સાહસગતિને માર્યો. રતનજટીએ સીતાનું વૃત્તાંત
રામને કહ્યું. શ્રી રામની લંકા પર ચડાઇ. રામ-રાવણનું યુધ્ધ. રામ-લક્ષ્મણને સિંહવાહિની
અને ગુરુડવાહિની વિદ્યાની પ્રાપ્તિ, લક્ષ્મણને રાવણની શક્તિ લાગી. ને વિશલ્યાના
પ્રસાદથી તે શક્તિ દૂર થઇ. રાવણની શાંતિનાથ ભગવાનના મંદિરમાં બહુરૂપિણી વિદ્યાની
સાધના. રામના લશ્કરના વિદ્યાધર કુમારનો લંકામાં પ્રવેશ, રાવણનું ચિત્ત ડગાવવાનો
પ્રયત્ન. પૂર્ણભદ્ર મણિભદ્રના પ્રભાવથી વિદ્યાધર કુમાર પાછું લશ્કરમાં આવવું. રાવણને
વિદ્યાની સિધ્ધિ, રાવણનું યુધ્ધ, રાવણનું ચક્ર લક્ષ્મણના હાથમાં આવ્યું. રાવણનું મૃત્યુ.
રાવણની સ્ત્રીઓનો વિલાપ. લંકાના વનમાં કેવળીનું આગમન. ઇન્દ્રજિત, કુંભકરણાદિએ
દીક્ષા ગ્રહણ કરી, રાવણની સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. શ્રી રામનો સીતા સાથે મેળાપ.
વિભિષણને ત્યાં ભોજન. થોડાક દિવસો લંકામાં નિવાસ. નારદ રામ પાસે આવ્યા. રામનું
અયોધ્યાગમન. ભરત અને ત્રિલોકમંડન હાથીના પૂર્વભવનું વર્ણન. ભરતનો વૈરાગ્ય.
રામ-લક્ષ્મણનું રાજ્ય. યુધ્ધમાં મધુ અને લવણનું મરણ. મથુરામાં શત્રુધ્નનું રાજ્ય. મથુરા
અને આખા દેશમાં ધરણેન્દ્રના કોપથી રોગની ઉત્પત્તિ. સપ્તઋષિના પ્રભાવથી રોગની
નિવૃત્તિ. લોકનિંદાથી સીતાનો વનમાં ત્યાગ. વજ્રજંધ રાજાનું વનમાં આગમન. સીતાને
બહુ જ આદરપૂર્વક લઇ ગયો. ત્યાં લવણાંકુશનો જન્મ. લવણાંકુશે મોટા થઇને અનેક
રાજાઓને જીતી લઇ વજ્રજંધના રાજ્યનો વિસ્તાર કર્યો. પછી અયોધ્યા જઇ શ્રી રામ
સાથે યુધ્ધ કર્યું. સર્વભૂષણ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, દેવોનું આગમન, સીતાના શીલથી
અગ્નિકુંડ શીતળ બની ગયો. વિભિષણના પૂર્વભવોનું વર્ણન. કૃતાંતવક્રનું તપગ્રહણ.
સ્યંવરમંડપમાં રામના પુત્રો સાથે લક્ષ્મણના પુત્રોનો વિરોધ. લક્ષ્મણના પુત્રોનો વૈરાગ્ય
અને વીજળીના પડવાથી ભામંડલનું મૃત્યુ. હનુમાનનો વૈરાગ્ય. લક્ષ્મણનું મૃત્યુ. રામના
પુત્રોનું તપ. શ્રી રામને લક્ષ્મણના વિયોગથી અત્યંત શોક. દેવોના પ્રતિબોધવાથી
મુનિવ્રતનું ધારણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણગમન.