આજુબાજુ ગુંજારવ કરે છે, સુંદર ઘી, સુંદર દહીં, જાણે કે કામધેનુના સ્તનમાંથી મેળવ્યું
હોય એવું દૂધ, તેમાં બનાવેલી આવી વસ્તુઓ, આવા રસ બીજે ઠેકાણે દુર્લભ છે. તે
મુસાફરે પહેલાં આપણને કહ્યું હતું કે અણુવ્રતધારી શ્રાવક છે અને જિનેન્દ્ર, મુનિન્દ્ર તથા
જિનસૂત્ર સિવાય બીજા કોઈને નમસ્કાર કરતો નથી તે આવો ધર્માત્મા, વ્રતશીલનો ધારક
આપણી સામે શત્રુઓથી પિડાયા કરે તો આપણો પુરુષાર્થ શા કામનો? આપણો એ જ
ધર્મ છે કે દુઃખીનું દુઃખ મટાડવું, સાધર્મીનું તો અવશ્ય મટાડવું. આ નિરપરાધ મનુષ્ય,
સાધુસેવામાં સાવધાન, જિનધર્મી, જેની પ્રજા જિનધર્મી એવા જીવને પીડા શાની ઉપજે?
આ સિંહોદર એવો બળવાન છે કે એના ઉપદ્રવથી વજ્રકર્ણને ભરત પણ બચાવી શકે તેમ
નથી. માટે હે લક્ષ્મણ! તમે એને શીઘ્ર મદદ કરો, સિંહોદર ઉપર ચડાઈ કરો અને
વજ્રકર્ણનો ઉપદ્રવ મટે તેમ કરો. હું તમને શું શીખવું? તમે મહાબુદ્ધિશાળી છો જેમ
મહામણિ પ્રભા સહિત પ્રગટ થાય છે તેમ તમે મહાબુદ્ધિ અને પરાક્રમના સ્થાનરૂપ પ્રગટ
થયા છો. આ પ્રમાણે શ્રી રામે ભાઈનાં વખાણ કર્યાં ત્યારે લક્ષ્મણ લજ્જાથી નીચું મુખ
કરી ગયા. પછી નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો! આપ જે આજ્ઞા કરો છો તે પ્રમાણે
થશે. મહાવિનયી લક્ષ્મણે રામની આજ્ઞા માનીને ધનુષબાણ લઈ, ધરતીને ધ્રુજાવતાં તરત
જ સિંહોદર પર ચડાઈ કરી. સિંહોદરના સૈન્યના રક્ષકે પૂછયું કે તમે કોણ છો? લક્ષ્મણે
જવાબ આપ્યો કે હું રાજા ભરતનો દૂત છું એટલે સૈન્યમાં પ્રવેશવા દીધા, અનેક તંબુ
વટાવીને તે રાજદ્વારે પહોંચ્યા. દ્વારપાળે રાજાની સાથે મેળાપ કરાવ્યો. મહાબળવાન લક્ષ્મણે
સિંહોદરને તૃણ સમાન ગણતાં કહ્યું કે હે સિંહોદર! અયોધ્યાના અધપતિ ભરતે તને એવી
આજ્ઞા કરી છે કે નકામો વિરોધ કરવાથી શો ફાયદો છે? તું વજ્રકર્ણ સાથે મૈત્રી કરી લે.
ત્યારે સિંહોદરે કહ્યું કે હે દૂત! તું રાજા ભરતને આ પ્રમાણે કહેજે કે જે પોતાનો સેવક
વિનયમાર્ગ ચૂકી જતો હોય તેને સ્વામી સમજાવીને સેવામાં લાવે એમાં વિરોધ ક્યાં
આવ્યો? આ વજ્રકર્ણ દુષ્ટ, માયાચારી, કૃતઘ્ન, મિત્રોનો નિંદક, ચાકરીને ભૂલી જનારો,
આળસુ, મૂઢ, વિનયાચારરહિત, ખોટી અભિલાષા સેવનારો, મહાક્ષુદ્ર, સજ્જનતારહિત છે.
એટલે એના દોષ ત્યારે મટશે, જ્યારે એ મરણ પામશે અથવા એ રાજ્યરહિત થશે, માટે
તમે કાંઈ કહેશો નહિ. એ મારો સેવક છે, હું જે ઇચ્છીશ તે કરીશ. ત્યારે લક્ષ્મણે કહ્યું કે
ઘણું બોલવાથી શો લાભ? એ તારો હિતચિંતક છે, આ સેવકનો અપરાધ તું ક્ષમા કર. તે
વખતે સિંહોદરે ક્રોધથી પોતાના ઘણા સામંતોને જોઈને ગર્વ ધારણ કરીને મોટા અવાજે
કહ્યું કે આ વજ્રકર્ણ તો અભિમાની છે જ અને તું એના કાર્ય માટે આવ્યો છે તેથી તું
પણ અભિમાની છે. તારું તન અને મન જાણે પથ્થરથી બન્યું હોય તેમ તારામાં રંચમાત્ર
નમ્રતા નથી. તું ભરતનો મૂઢ સેવક છે. એમ લાગે છે કે ભરતના દેશમાં તારા જેવા જ
મનુષ્યો રહેતા હશે. જેમ રાંધવા મૂકેલી હાંડીમાંથી એક દાણો કાઢીને નરમ કે કઠોરની
પરીક્ષા કરીએ છીએ તેમ એક તને જોતાં બધાની વાનગીઓ ખ્યાલ આવે છે. ત્યારે
લક્ષ્મણ ક્રોધ કરીને કહેવા લાગ્યા કે હું તારી અને એની વચ્ચે સંધિ કરાવવા આવ્યો છું,
તને નમસ્કાર કરવા આવ્યો