થવાનું કારણ મેં તમને કહ્યું, હવે હું જાઉં છું. અહીંથી નજીક મારું ગામ છે તે ગામ
સિંહોદરના સેવકોએ બાળી નાખ્યું છે, લોકોનાં વિમાન જેવાં ઘર હતાં તે ભસ્મ થઈ ગયાં
છે. મારી ઘાસફૂસની બનાવેલી ઝૂંપડી હતી તે પણ ભસ્ત થઈ ગઈ હશે. મારા ઘરમાં એક
છાજલી, એક માટીનો ઘડો અને એક હાંડી એટલો પરિગ્રહ હતો તે લાવું છું. મારી ખોટા
અભિપ્રાયવાળી સ્ત્રીએ મને ક્રૂર વચનો કહીને મોકલ્યો છે અને તે વારંવાર એમ કહે છે કે
સૂના ગામમાં ઘરનાં ઉપકરણ ઘણાં મળશે તે જઈને લઈ આવો તેથી હું જાઉં છું. મારા
મહાન ભાગ્ય કે મને આપના દર્શન થયા. સ્ત્રીએ મારા ઉપર ઉપકાર કર્યો કે મને
મોકલ્યો. આ વચન સાંભળી શ્રી રામે દયાથી મુસાફરને દુઃખી જોઈ અમૂલ્ય રત્નોનો હાર
આપ્યો. મુસાફર પ્રસન્ન થઈ ચરણારવિંદમાં નમસ્કાર કરી, હાર લઈ પોતાને ઘેર ગયો,
દ્રવ્યથી રાજા સમાન બની ગયો.
તો તેને પાણી પાઈએ અને આહારની વિધિ પણ શીઘ્ર કરીએ. આમ કહીને આગળ
ગમન કર્યું. તે દશાંગનગરની સમીપે, જ્યાં શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું ઉત્તમ ચૈત્યાલય છે
ત્યાં આવ્યા અને શ્રી ભગવાનને પ્રણામ કરી સુખપૂર્વક રહ્યાં. આહારની સામગ્રી લેવા
લક્ષ્મણ ગયા. તેમણે સિંહોદરના સૈન્યમાં પ્રવેશ કર્યો. સૈન્યના રક્ષકોએ તેમને મના કરી.
ત્યારે લક્ષ્મણે વિચાર્યું કે આ ગરીબ અને હલકા કુળના માણસો સાથે હું શું વિવાદ કરું?
આમ વિચારી નગર તરફ આવ્યા ત્યાં નગરના દરવાજા પાસે અનેક યોદ્ધા બેઠા હતા
અને દરવાજાની ઉપર વજ્રકર્ણ રહેતો હતો, તે ખૂબ સાવધાન હતો. લક્ષ્મણને જોઈ
લોકોએ પૂછયું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો, તથા આવવાનું કારણ શું છે?
લક્ષ્મણે જવાબ આપ્યો કે દૂરથી અમે આવ્યા છીએ અને ભોજન માટે નગરમાં આવ્યા
છીએ. વજ્રકર્ણ એમને અતિસુંદર જોઈ આશ્ચર્ય પામ્યો અને કહેવા લાગ્યો કે હે નરોત્તમ!
અંદર આવો. તેથી તે આનંદિત થઈને કિલ્લામાં ગયો. વજ્રકર્ણ તેમને ખૂબ આદરથી
મળ્યો અને કહ્યું કે ભોજન તૈયાર છે માટે આપ કૃપા કરી અહીં જ ભોજન કરો. ત્યારે
લક્ષ્મણે કહ્યું કે મારા વડીલ મોટા ભાઈ અને ભાભી શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના ચૈત્યાલયમાં
બેઠાં છે તેમને પહેલાં ભોજન કરાવીને પછી હું ભોજન કરીશ. વજ્રકર્ણે કહ્યું કે બહુ સારી
વાત છે, ત્યાં લઈ જાવ, તેમને યોગ્ય બધી સામગ્રી છે તે લઈ જાવ. પોતાના સેવક સાથે
તેણે જાણજાતની સામગ્રી મોકલી, તે લક્ષ્મણ લેવડાવીને આવ્યા. શ્રી રામ, લક્ષ્મણ અને
સીતા ભોજન કરીને પ્રસન્ન થયાં. શ્રીરામે કહ્યુંઃ હે લક્ષ્મણ! જુઓ, વજ્રકર્ણની મોટાઈ.
આવું ભોજન કોઈ પોતાના જમાઈને પણ ન જમાડે તે વિના પરિચયે આપણને જમાડયા,
પીવાની વસ્તુઓ મનોહર, શાક વગેરે અતિ મિષ્ટ અને અમૃતતુલ્ય ભોજન. જેનાથી
માર્ગનો ખેદ મટી ગયો, જેઠ મહિનાના આતાપની ગરમી શાંત થઈ. ચાંદની સમાન
ઉજ્જવળ દૂધ, જેની સુગંધના કારણે ભમરા