પોતાના સ્થાનકે ગઈ. સિંહોદર, વજ્રકર્ણ આદિ બધા રાજા રઘુપતિની આજ્ઞા લઈ ઘેર
ગયા. તે રાજકન્યાઓ, ઉત્તમ ચેષ્ટાવાળી, જેમના માટે માતા, પિતા, કુટુંબને ઘણું સન્માન
છે એવી, તેમ જ પતિમાં ચિત્ત રાખનારી, નાના પ્રકારના વિનોદ કરતી પિતાના ઘરમાં
રહેવા લાગી. વિદ્યુદંગે પોતાના માતાપિતાને કુટુંબ સહિત બહુ જ વૈભવથી બોલાવ્યા,
તેમના મેળાપનો મોટો ઉત્સવ કર્યો. વજ્રકર્ણ તથા સિંહોદરની વચ્ચે પ્રીતિ ખૂબ વધી. શ્રી
રામચંદ્ર અને લક્ષ્મણ અડધી રાત્રિએ ચૈત્યાલયમાંથી ચાલી નીકળ્યા. તે ધીરે ધીરે પોતાની
ઇચ્છા પ્રમાણે ગમન કરતા હતા. પ્રભાતના સમયે લોકો ચૈત્યાલયમાં આવ્યા ત્યારે શ્રી
રામચંદ્રને ન જોવાથી શૂન્ય હૃદય બનીને અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
ચાલતાં નલકુંવર નામનું નગર આવ્યું. જાતજાતના રત્નોથી મંડિત ઊંચાં શિખરોવાળાં
મંદિરો અને સુંદર ઉપવનો તથા ઊંચા મહેલોવાળું તે નગર સ્વર્ગ સમાન નિરંતર
ઉત્સવોથી ભરેલું હતું, લક્ષ્મીનું નિવાસસ્થાન હતું.
ઉપકારનું વર્ણન કરતું તેત્રીસમું પર્વ પૂર્ણ થયું.
ત્યાં લક્ષ્મણ જળ નિમિત્તે ગયા. તે જ સરોવર પર ક્રીડા નિમિત્તે કલ્યાણમાલા નામની
એક રાજપુત્રી રાજકુમારનો વેષ લઈને આવી હતી. એ રાજકુમાર રૂપાળા નેત્રવાળો,
સર્વને પ્રિય, વિનયી, કાંતિરૂપ ઝરણાંનો પર્વત, શ્રેષ્ઠ હાથી પર આરૂઢ, સુંદર પાયદળ
સાથે, નગરનો રાજા સરોવરના તીર પર લક્ષ્મણને જોઈને મોહિત થયો. લક્ષ્મણ
નીલકમળ સમાન શ્યામ, સુંદર લક્ષણોના ધારક છે. રાજકુમારે એક માણસને આજ્ઞા કરી
કે એને લઈ આવો. તે માણસ આવીને હાથ જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે ધીર!
આ રાજપુત્ર આપને મળવા ઇચ્છે છે તો પધારો. લક્ષ્મણ રાજકુમારની સમીપે ગયા.
રાજકુમાર હાથી પરથી નીચે ઊતરીને પોતાના કમળતુલ્ય હાથથી લક્ષ્મણનો હાથ પકડીને
કપડાના તંબૂમાં લઈ ગયો. બન્ને એક આસન પર બેઠા. રાજકુમારે પૂછયું, આપ કોણ છો
અને ક્યાંથી આવો છો? ત્યારે લક્ષ્મણે કહ્યું કે મારા મોટા ભાઈ મારા