અટ્ટહાસ્ય કરતા વ્યંતરો દેખાયા. આ પ્રકારનું ભયાનક રૂપ જોઈને એ બન્ને નિષ્કંપ હૃદયે
આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યાઃ હે જિનેશ્વર! આપને અમારા નિરંતર મન-
વચન-કાયાથી નમસ્કાર હો. આપ ત્રિલોકવંદ્ય છો, સંસારના કીચડમાંથી પાર ઉતારો છોઃ
પરમ કલ્યાણ આપો છો, આમ સ્તુતિ કરતાં બન્ને ચાલ્યા જાય છે. એમને જિનભક્ત
જાણીને યક્ષ શાંત થઈ ગયા. એ બન્ને જિનાલયમાં ગયા. જિનમંદિરને નમસ્કાર હો’
એમ બોલી, બેય હાથ જોડી, ચૈત્યાલયની પ્રદક્ષિણા કરી, અંદર જઈને સ્તુતિ કરવા
લાગ્યાઃ હે નાથ! કુગતિને આપનાર મિથ્યામાર્ગ ત્યજીને ઘણા દિવસે આપનું શરણ લીધું
છે. હું અતીતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના ચોવીસ તીર્થંકરોને વંદન કરું છું.
પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહક્ષેત્ર, આ પંદર કર્મભૂમિમાં જે તીર્થંકરો થઈ
ગયા, અત્યારે છે અને હવે થશે તે બધાને અમારા નમસ્કાર હો. જે સંસારસમુદ્રથી તરે
અને બીજાને તારે એવા શ્રી મુનિસુવ્રતનાથને નમસ્કાર હો, તેમનો યશ ત્રણ લોકમાં
પ્રકાશી રહ્યો છે. આ પ્રમાણે સ્તુતિ કરી, અષ્ટાંગ દંડવત્ કરી, બ્રાહ્મણ પત્ની સાથે
શ્રીરામના દર્શને ગયો. માર્ગમાં મોટા મોટા મહેલો બ્રાહ્મણીને બતાવ્યા અને કહ્યુંઃ આ
કુંદનના પુષ્પ સમાન ઉજ્જવળ, સર્વ કામના પૂર્ણ કરનાર નગરીના મધ્યમાં રામના મહેલ
છે, જેનાથી આ નગરી સ્વર્ગ સમાન શોભે છે. આ પ્રમાણે વાત કરતો બ્રાહ્મણ
રાજમહેલમાં ગયો. તે દૂરથી લક્ષ્મણને જોઈને વ્યાકુળ બન્યો, મનમાં વિચારવા લાગ્યો કે
મેં અજ્ઞાનીએ આ નીલકમળ સમાન પ્રભાવાળા શ્યામસુંદરને દુષ્ટ વચનોથી દુઃખ આપ્યું
હતું, ત્રાસ આપ્યો હતો, પાપી જીભે કાનને કર્કશ લાગે એવાં વચન કહ્યાં હતાં. હવે શું
કરું? ક્યાં જાઉં? પૃથ્વીના છિદ્રમાં પેસી જાઉં. હવે મને કોનું શરણ છે? જો હું જાણતો
હોત કે આ અહીં નગર વસાવીને રહ્યા છે તો હું દેશત્યાગ કરીને ઉત્તર દિશામાં ચાલ્યો
જાત. આમ વિકલ્પ કરતો બ્રાહ્મણ બ્રાહ્મણીને છોડીને ભાગ્યો. લક્ષ્મણે તેને જોઈ લીધો
હતો. પછી હસતાં હસતાં રામને કહ્યું કે પેલો બ્રાહ્મણ આવ્યો છે અને મને જોઈને મૃગની
જેમ વ્યાકુળ બનીને ભાગે છે. રામે કહ્યું કે તેને વિશ્વાસ ઉપજાવીને અહીં તરત લઈ
આવો. પછી થોડાક માણસો દોડયા. તેને દિલાસો આપી તેડી લાવ્યા. ધ્રૂજતો ધ્રૂજતો તે
પાસે આવ્યો, પછી ભય ત્યજીને બેય ભાઈઓ આગળ ભેટ મૂકીને ‘સ્વસ્તિ’ શબ્દ
બોલીને સ્તુતિ કરવા લાગ્યો. રામે પૂછયું કે હે દ્વિજ! તેં અમારું અપમાન કરીને તારા
ઘરમાંથી અમને કાઢી મૂક્યા હતા અને હવે શા માટે પૂજા કરે છે? વિપ્રે જવાબ આપ્યોઃ
હે દેવ! તમે પ્રચ્છનરૂપે મહેશ્વર છો, જેમ ભસ્મથી દબાયેલ અગ્નિ ન ઓળખાય તેમ મેં
અજ્ઞાનથી આપને ઓળખ્યા નહોતા તેથી આપનો અનાદર કર્યો હતો. હે જગન્નાથ! આ
લોકની એવી જ રીત છે કે સૌ ધનવાનને પૂજે છે. સૂર્ય શીતઋતુમાં તાપરહિત હોય છે
તેથી તેનાથી કોઈ ભય પામતું નથી. હવે મને ખબર પડી કે તમે પુરુષોત્તમ છો. હે
પદ્મલોચન! આ લોક દ્રવ્યને પૂજે છે, પુરુષને નહિ. જે અર્થસંયુક્ત હોય તેને જ
લૌકિકજનો માન આપે છે. કોઈ પરમ સજ્જન હોય અને