ધનરહિત હોય તો તેને નિષ્પ્રયોજન જાણીને લોકો માન આપતા નથી. ત્યારે રામ બોલ્યાઃ
હે વિપ્ર! જેની પાસે અર્થ હોય તેને મિત્ર હોય, જેની પાસે અર્થ હોય તેને ભાઈ હોય,
જેની પાસે અર્થ હોય તે જ પંડિત. અર્થ વિના ન મિત્ર કે ન સહોદર; જે અર્થસંયુક્ત,
હોય તેને પારકા પણ પોતાના થઈ જાય છે અને ધન તે છે જે ધર્મ સહિત હોય અને ધર્મ
તે જ છે જે દયાસહિત હોય, અને દયા તે જ જ્યાં માંસભોજનનો ત્યાગ હોય. જ્યારે
બધા જીવોના માંસનો ત્યાગ કરવામાં આવે ત્યારે અભક્ષ્યનો ત્યાગ કહેવાય, તેને બીજા
ત્યાગ સહેજે થઈ જાય, માંસના ત્યાગ વિના બીજા ત્યાગ શોભતા નથી. રામના આ
વચન સાંભળીને વિપ્ર પ્રસન્ન થયો અને કહેવા લાગ્યોઃ હે દેવ! તમારા જેવા પુરુષ પણ
જેમને પૂજે છે તેમનો પણ મૂઢ લોકો અનાદર કરે છે. અગાઉ સનત્કુમાર ચક્રવર્તી થઈ
ગયા. તે ખૂબ રૂપાળા અને મહાન ઋદ્ધિના ધારક હતા. તેમનું રૂપ જોવા દેવ પણ આવ્યા
હતા. તે મુનિ થઈને આહાર માટે ગ્રામાદિમાં ગયા. તે આચારમાં પ્રવીણ હતા, તેમને
નિરંતરાય ભિક્ષા ન મળી. એક દિવસે વિજયપુર નામના નગરમાં એક નિર્ધન મનુષ્યે
તેમને આહાર આપ્યો. એને ઘેર પંચાશ્ચર્ય થયા. હે પ્રભો! મંદ ભાગ્યવાળા મેં તમારા જેવા
પુરુષનો આદર ન કર્યો. હવે મારું મન પશ્ચાત્તાપરૂપ અગ્નિથી બળે છે. અત્યંત રૂપવાન
આપને જોઈને મહાક્રોધીનો ક્રોધ પણ જતો રહે અને આશ્ચર્ય પામે એમ છે. આમ કહીને
કપિલ રુદન કરવા લાગ્યો. શ્રી રામે તેને શુભ વચનથી સંતોષ્યો અને સુશર્મા બ્રાહ્મણીને
જાનકીએ સંતોષ આપ્યો. પછી રાઘવની આજ્ઞાથી સેવકોએ સ્વર્ણ કળશોથી બ્રાહ્મણ અને
બ્રાહ્મણીને સ્નાન કરાવ્યું તથા આદરથી ભોજન કરાવ્યું. જાતજાતનાં વસ્ત્રો અને રત્નોનાં
આભૂષણો આપ્યાં. ઉપરાંત ખૂબ ધન આપ્યું. તે લઈને કપિલ પોતાને ઘેર આવ્યો. લોકોને
વિસ્મય થાય એટલું ધન એની પાસે થયું. જોકે એના ઘરમાં સુખની સામગ્રી અપૂર્વ છે,
પણ હવે એનાં પરિણામ વિરક્ત છે, ઘરમાં આસક્તિ નથી. તે મનમાં વિચારતો કે પહેલાં
હું લાકડાનાં ભારા લાવનારો દરિદ્રી હતો તેને શ્રી રામે તૃપ્ત કર્યો છે. આ જ ગામમાં હું
ક્ષીણ શરીરવાળો હતો તેને રામે કુબેર સમાન બનાવ્યો, ચિંતા અને દુઃખ દૂર કર્યાં. મારું
ઘર જીર્ણ ઘાસનું હતું, જેમાં છિદ્રો હતાં, પક્ષીઓના ચરકથી મેલું હતું, હવે શ્રી રામના
પ્રસાદથી અનેક ખંડોવાળો મહેલ બની ગયો છે. ગાયો, ધન, કોઈ વસ્તુની ખામી નથી.
અરેરે! મેં દુર્બદ્ધિએ શું કર્યું? ચંદ્ર સમાન મુખવાળા તે બન્ને ભાઈ મારે ઘેર આવ્યા હતા,
ગ્રીષ્મના તાપથી તપ્ત સીતાજી સાથે હતાં, મેં તેમને ઘરમાંથી કાઢી મૂક્યાં. મારા હૃદયમાં
આ વાત શૂળની જેમ ભોંકય છે, જ્યાં સુધી ઘરમાં રહું છું ત્યાં સુધી ખેદ મટતો નથી
માટે ગૃહારંભનો ત્યાગ કરીને જિનદીક્ષા લઉં. તેને વૈરાગ્યરૂપ જાણીને કુટુંબના બધા
માણસો અને સુશર્મા બ્રાહ્મણી રુદન કરવા લાગી. કપિલે બધાને શોકસાગરમાં મગ્ન
જોઈને નિર્મમત્વ બુદ્ધિથી કહ્યું, હે પ્રાણીઓ! પરિવારના સ્નેહથી અને નાના પ્રકારના
મનોરથોથી આ મૂઢ જીવ ભવાતાપથી બળી રહ્યો છે, શું તમે એ જાણતા નથી? આમ
કહીને અત્યંત વિરક્ત થઈ દુઃખથી મૂર્ચ્છિત બનેલી સ્ત્રી તથા કુટુંબને છોડી, અઢાર