મળવા ચાલ્યા. વનમાલાની માતા આઠ પુત્રો સાથે પાલખીમાં બેસીને ચાલી. શ્રી રામનું
સ્થાન દૂરથી જ જોઈને રાજાનાં નેત્રકમળ ખીલી ઊઠયાં. તે હાથી ઉપરથી ઊતરીને પાસે
આવ્યા. શ્રી રામ અને લક્ષ્મણને મળ્યા. તેની રાણી સીતાને પગે લાગી અને કુશળતા પૂછી.
વીણા, વાંસળી, મૃદંગાદિના અવાજ આવવા લાગ્યા. ચારણો બિરુદાવલિ ગાવા લાગ્યા, મોટો
ઉત્સવ થઈ ગયો. રાજાએ લોકોને ખૂબ દાન આપ્યું, નૃત્ય થવા લાગ્યું, દશે દિશા નાદથી
ગુંજવા લાગી. શ્રી રામ લક્ષ્મણને સ્નાન-ભોજન કરાવવામાં આવ્યું. અનેક સામંતો ઘોડા,
હાથી, રથ પર ચડીને અને હરણ સમાન કૂદતાં પાયદળો તથા હાથી પર બેઠેલા રામ-
લક્ષ્મણ પૂરમાં પ્રવેશ્યા. આખું નગર આનંદથી ઉછળી રહ્યું. ચતુર બારોટો બિરુદ ગાય છે,
મંગળ વચનો કહે છે. રામ-લક્ષ્મણે અમૂલ્ય વસ્ત્રો પહેર્યા, શરીર પર મલયાગિરિ ચંદનનો
લેપ કર્યો, છાતી પર હાર પહેર્યા, આભૂષણમાંનાં જાતજાતનાં રત્નોનાં કિરણોથી મેઘધનુષ
જાણે કે રચાઈ રહ્યાં છે. બન્ને ભાઈ સૂર્ય-ચંદ્ર સમાન છે, જેમનાં ગુણ વર્ણવાય નહિ.
સૌધર્મ ઈશાન સમાન જાનકી સહિત લોકોને આશ્ચર્ય પમાડતા રાજમહેલમાં પધાર્યા. શ્રેષ્ઠ
માળા પહેરેલા, સુગંધથી જેમની આજુબાજુ ભમરા ગુંજારવ કરતા હતા એવા વિનયી,
ચંદ્રવદન બેય ભાઈને જોઈને લોકો મોહ પામ્યા. કુબેરના નગર જેવા તે સુંદર નગરમાં
તેઓ ઉત્તમ ભોગ ભોગવવા લાગ્યા. આ પ્રમાણે જેમના મનમાં સુકૃત હોય છે તેઓ ગહન
વનમાં જઈ ચડે તો પણ પરમ વિલાસ અનુભવે છે, સૂર્ય સમાન તેમની કાંતિ ફેલાય છે,
તે પાપરૂપ તિમિરને હરે છે અને નિજપદાર્થના લાભથી આનંદરૂપ બને છે.
છત્રીસમું પર્વ પૂર્ણ થયું.
આવીને નમસ્કાર કર્યા અને એક પત્ર આપ્યો. રાજા પૃથ્વીધરે પત્ર લઈને લેખકને
આપ્યો. લેખકે ખોલીને રાજાની પાસે વાંચ્યો. તેમાં આમ લખ્યું હતું કે જેનો ઉત્કૃષ્ટ
પ્રભાવ ઇન્દ્ર સમાન છે, જેમને અનેક રાજા નમે છે એવા શ્રી નન્દ્યાવર્તના સ્વામી, પ્રબળ
પરાક્રમના ધારક, સુમેરુ પર્વત જેવા અચળ, શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહારાજાધિરાજ,
જેણે પોતાના પ્રતાપથી સર્વ શત્રુને મોહિત કર્યા છે અને સકળ પૃથ્વીને મોહિત કરી છે, તે
ઉગતા સૂર્ય સમાન મહાબળવાન, સમસ્ત