રક્ષક છે, આ રાજા ધનનો ત્યાગી છે. તે બૌદ્ધ સમાન ક્ષણિકની માન્યતાવાળો નથી,
ચંદ્રમાની પેઠે કલંકવાળો નથી. આ રાજા શ્રેણિક સર્વોત્કૃષ્ટ છે, યાચક તેના ત્યાગનો પાર
પામી શકતા નથી, પંડિતો તેની બુદ્ધિનો પાર પામી શકતા નથી, શૂરવીરો તેમનાં
સાહસનો પાર પામતા નથી, તેમની કીર્તિ દશે દિશાઓમાં ફેલાયેલી છે. તેમના ગુણને
સંખ્યા નથી, સંપદાનો ક્ષય નથી. સેના વિશાળ છે. મહાન સામંતો સેવા કરે છે. હાથી,
ઘોડા, રથ, પ્યાદાં એ બધાંથી રાજાનો ઠાઠ અધિક છે. પૃથ્વી ઉપર પ્રાણીઓનું ચિત્ત તેમના
પ્રત્યે અતિ અનુરાગી બન્યું છે. શત્રુઓ તેમના પ્રતાપનો પાર પામી શકતા નથી. તે સર્વ
કળાઓમાં નિપુણ છે તેથી અમારા જેવા મનુષ્યો તેના ગુણ કેવી રીતે ગાઇ શકે? તેમના
ક્ષાયિક સમ્યક્ત્વનો મહિમા ઇન્દ્ર પોતાની સભામાં સદા કરે છે, તે રાજા મુનિરાજના
સમુદાયમાં નેતરની લતા સમાન નમ્ર છે અને ઉદ્ધત વેરીઓને વજ્રદંડથી વશ કરે છે, તેણે
પોતાની ભુજાઓથી પૃથ્વીનું રક્ષણ કર્યું છે. કોટ, ખાઇ તો નગરની શોભામાત્ર છે.
જિનચૈત્યાલયોના બનાવનાર, જિનપૂજા કરનાર, જેને મહાપતિવ્રતા, શીલવાન, ગુણવાન,
રૂપવાન, કુળવાન, શુદ્ધ સમ્યગ્દર્શનની ધારક, શ્રાવિકાનાં વ્રત પાળનાર, સર્વ કળાઓમાં
નિપુણ ચેલના નામની રાણી છે, તેનું વર્ણન અમે ક્યાં સુધી કરીએ? આવો ઉપમારહિત
ગુણોનો ભંડાર રાજા શ્રેણિક રાજગૃહ નગરમાં રાજ્ય કરે છે.
વૃત્તાંત રાજાને કહ્યું અને છયે ઋતુઓનાં ફળફૂલ લાવીને તેમની સન્મુખ ધર્યાં તેથી રાજા
સિંહાસનથી નીચે ઊતર્યો અને ઊભાં થઇને પર્વતની દિશામાં સાત પગલાં આગળ ચાલી
ભગવાનને અષ્ટાંગ નમસ્કાર કર્યા તથા વનપાલને પોતાનાં બધાં અલંકારો ઉતારીને
ઇનામમાં આપ્યા. તેણે તરત જ ભગવાનના દર્શન માટે જવાની તૈયારી કરી.
ત્રણ જ્ઞાન સહિત અચ્યુત સ્વર્ગમાંથી ચ્યવીને બિરાજ્યા હતા. તેમના માતાના ગર્ભમાં
આવવા પહેલાં છ માસ અગાઉથી ઇન્દ્રના આદેશથી કુબેરે રત્નવૃષ્ટિ કરીને પિતાનું આંગણું
ભરી દીધું હતું. જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિ દેવોએ સુમેરુ પર્વત ઉપર ક્ષીરસાગરના જળથી
તેમનો જન્માભિષેક કર્યો હતો અને તેમનું નામ મહાવીર પાડયું હતું. તેમની
બાલ્યાવસ્થામાં ઇન્દ્રે તેમની સાથે ક્રીડા કરવા દેવકુમાર મૂક્યા હતા. મહાવીરે તેમની સાથે
ક્રીડા કરી. તેમના જન્મથી માતાપિતા, સમસ્ત પરિવાર, પ્રજા અને ત્રણ લોકના જીવોને
પરમ આનંદ થયો હતો. નારકીના જીવોને પણ એક મુહૂર્ત માટે પીડા મટી ગઇ હતી.
તેમના પ્રભાવથી પિતાના ઘણા વખતના વિરોધી રાજાઓ