પ્રતિક્રમણ કરનારી છે, વ્રતનિયમમાં સાવધાન છે, અન્ન શોધી-તપાસીને રાંધવામાં, પાણી
ગાળીને ઉપયોગમાં લેવામાં, પાત્રોને ભક્તિથી દાન દેવામાં અને દુઃખિયા-ભૂખ્યા જનોને
દયાથી દાન દેવામાં, શુભ ક્રિયામાં સાવધાન છે. તે નગરમાં મહામનોહર જિનમંદિરો છે,
ઠેકઠેકાણે જિનેશ્વરની ભક્તિ અને સિદ્ધાંતની ચર્ચા થાય છે. આવું રાજગૃહ નગર વસેલું
છે, જેની ઉપમા આપી શકાય તેમ નથી. સ્વર્ગલોક તો માત્ર ભોગનું નિવાસસ્થાન છે
અને આ નગર તો ભોગ અને યોગ બન્નેનું નિવાસસ્થાન છે. ત્યાંના કોટ પર્વત જેવા
ઊંચા છે, ખૂબ ઊંડી ખાઇ છે, જેમાં વેરીનો પ્રવેશ થઇ ન શકે એવું દેવલોક સમાન
શોભતું રાજગૃહ નગર વસેલું છે.
સુમેરું સુવર્ણરૂપ છે અને રાજા કલ્યાણરૂપ છે. તે રાજા સમુદ્ર સમાન ગંભીર છે. તેને
મર્યાદા ઉલ્લંઘનનો ભય રહે છે, તે કળાને ગ્રહણ કરવામાં ચંદ્ર સમાન છે, પ્રતાપમાં સૂર્ય
સમાન છે, ધનસંપત્તિમાં કુબેર સમાન છે, શૂરવીરપણામાં પ્રસિદ્ધ છે, લોકનો રક્ષક છે,
ન્યાયી છે, લક્ષ્મીથી પૂર્ણ છે, ગર્વથી મલિન નથી, સર્વ શત્રુઓ ઉપર વિજય મેળવી લીધો
છે તો પણ શસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખે છે અને જેઓ તેને નમ્યા છે તેમનું માન વધારે
છે, જેઓ તેમના પ્રત્યે કઠોર વર્તન રાખે છે તેમનો માનભંગ કરે છે, આપત્તિના સમયે
ચિત્તમાં ઉદ્વેગ ધારતા નથી, સંપત્તિમાં મદોન્મત્ત થતા નથી. જે નિર્મળ સાધુઓ પ્રત્યે રત્ન
સમાન બુદ્ધિ રાખે છે અને રત્નોને પાષાણ સમજે છે. તે દાનયુક્ત ક્રિયામાં ખૂબ સાવધાન
છે અને એવો સામંત છે કે મદોન્મત્ત હાથીને જંતુ સમાન ગણે છે, દીન ઉપર દયાવાન છે,
જિનશાસનમાં તેમની પરમ પ્રીતિ છે, ધન અને જીવનમાં જીર્ણ તણખલા સમાન બુદ્ધિ છે,
દશે દિશાઓ વશ કરી લીધી છે, પ્રજાના પાલનમાં જાગ્રત છે, સ્ત્રીઓને ચર્મની પૂતળીઓ
જેવી ગણે છે, ધનને રજકણ ગણે છે, ગુણથી નમ્ર ધનુષ્યને પોતાનો સાથી માને છે,
ચતુરંગ સેનાને કેવળ શોભારૂપ માને છે.
ક્રૂર પશુઓ પણ હિંસા કરતાં નથી તો મનુષ્યો કેવી રીતે હિંસા કરે? જો કે રાજા શ્રેણિક
કરતાં વાસુદેવ મોટા હોય છે, પરંતુ તેમણે વૃષ એટલે કે વૃષાસુરને હરાવ્યો છે અને આ
રાજા શ્રેણિક વૃષ એટલે ધર્મનો પ્રતિપાલક છે તેથી તેમના કરતાં ચડિયાતો છે. પિનાકી
અર્થાત્ શંકરે રાજા દક્ષના ગર્વનું ખંડન કર્યું અને આ રાજા શ્રેણિક દક્ષ અર્થાત્ ચતુર
પુરુષોને આનંદકારી છે તેથી તે શંકરથી પણ અધિક છે. ઇન્દ્રને વંશ નથી, આ (રાજા)
વિસ્તીર્ણ વંશવાળો છે. દક્ષિણ દિશાનો દિગ્પાલ યમ કઠોર છે, આ રાજા કોમળ ચિત્તવાળો
છે. પશ્ચિમ દિશાનો દિગ્પાલ વરુણ દુષ્ટ જળચરોનો અધિપતિ છે. આને દુષ્ટોનો અધિકાર
જ નથી. ઉત્તર દિશાનો અધિપતિ કુબેર ધનનો