છીએ, જે કાર્ય હોય તે કરવાની અમને આજ્ઞા આપો. ત્યારે લક્ષ્મણે કહ્યું હે હે મિત્ર! કોઈ
દુરાચારીએ મારા પ્રભુની સ્ત્રીનું હરણ કર્યું છે. તેના વિના આ શ્રી રામ કદાચ શોકને વશ
થઈ પ્રાણ તજશે તો હું પણ અગ્નિમાં પ્રવેશ કરીશ. એમના પ્રાણોના આધારે મારા પ્રાણ
છે એ તું નિશ્ચયથી જાણ. માટે આ કાર્ય કરવાનું છે. સારું લાગે તે કર. આ વાત સાંભળી
તે અત્યંત દુઃખી થઈ નીચું મુખ કરી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે આટલા
દિવસોથી હું મારા સ્થાનથી ભ્રષ્ટ રહ્યો. વનમાં ભિન્ન ભિન્ન સ્થાને રખડયો અને આમણે
મારા શત્રુને હણ્યો, મારું રાજ્ય અપાવ્યું તેમની આ દશા છે. હું જે જે વેલ પકડું છું તે
ઊખડી જાય છે. આ સમસ્ત જગત કર્માધીન છે તો પણ હું કાંઈક ઉદ્યમ કરીને તેમનું
કાર્ય સિદ્ધ કરું. આવો વિચાર કરીને તેણે પોતાના મંત્રીઓને કહ્યું કે પુરુષોત્તમનું સ્ત્રીરત્ન
પૃથ્વી પર જ્યાં હોય ત્યાં, જળ, સ્થળ, આકાશ, પુર, વન, ગિરિ, ગ્રામાદિકમાંથી યત્ન
કરીને શોધી કાઢો. આ કાર્ય થતાં મનવાંછિત ફળ મેળવશો. રાજા વિરાધિતની આવી
આજ્ઞા સાંભળી યશના અર્થી વિદ્યાધરો બધી દિશામાં દોડી ગયા.
સાંભળ્યો. ત્યારે રત્નજટીએ ત્યાં જઈને જોયું તો સીતા રાવણના વિમાનમાં બેઠી વિલાપ
કરતી હતી. સીતાને વિલાપ કરતી જોઈને ક્રોધે ભરાયેલો રત્નજટી રાવણને કહેવા લાગ્યો,
હે પાપી, દુષ્ટ વિદ્યાધર! આવો અપરાધ કરીને તું ક્યાં જઈશ? આ ભામંડળની બહેન છે,
રામદેવની રાણી છે. હું ભામંડળનો સેવક છું. હે દુર્બુદ્ધે! જીવવા ઇચ્છતો હો તો એનો છોડી
દે. ત્યારે રાવણ અતિક્રોધથી યુદ્ધ કરવા તૈયાર થયો. પછી તેણે વિચાર્યું કે કદાચ યુદ્ધ થતાં
અતિવિહ્વળ એવી સીતા જો મરી જાય તો બરાબર નહિ તેથી જોકે આ વિદ્યાધર રંક છે
તો પણ એને મારવો નહિ. આમ વિચાર કરીને મહાબળવાન રાવણે રત્નજટીની વિદ્યા
લઈ લીધી. તે આકાશમાંથી પૃથ્વી ઉપર પડયો. મંત્રના પ્રભાવથી ધીરે ધીરે અગ્નિના
તણખાની જેમ સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપમાં આવીને પડયો. આયુકર્મના યોગથી જીવતો
બચ્યો, જેમ વેપારીનું વહાણ તૂટી જાય અને જીવતો રહે, તેમ રત્નજટી વિદ્યા ગુમાવીને
જીવતો રહ્યો. તેની વિદ્યા તો જતી રહી હતી તેથી તે વિમાનમાં બેસીને ઘેર પહોંચ્યો. તે
ઊંડા શ્વાસ લેતો કંબુ પર્વત પર ચડી દિશાનું અવલોકન કરવા લાગ્યો. સમુદ્રની શીતળ
હવાથી તેનો ખેદ દૂર થયો. તે વનફળ ખાઈને કંબુ પર્વત પર રહ્યો. જે વિરાધિતના સેવક
વિદ્યાધરો બધી દિશામાં જુદા જુદા વેશ લઈને દોડયા હતા તે સીતાને ન જોવાથી પાછા
આવ્યા. તેમનાં મલિન મુખ જોઈ રામે જાણ્યું કે સીતા એમની નજરે પડી નથી. ત્યારે
રામ દીર્ધ શ્વાસ નાખીને કહેવા લાગ્યા, હે ભલા વિદ્યાધરો! તમે અમારા કાર્ય માટે
પોતાની શક્તિ અનુસાર ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ અમારા અશુભનો ઉદય તેથી હવે તમે
સુખપૂર્વક તમારા સ્થાનકે જાવ. હાથમાંથી વડવાનળમાં ગયેલું રત્ન ફરી ક્યાંથી દેખાય?
કર્મનું ફળ છે તે અવશ્ય