નહોતું એવા મારો પુત્રને તેં હણ્યો અને હે ચપળ! તેં તારી સ્ત્રીનાં સ્તનોનું મર્દન કર્યું,
તો હે પાપી, હવે મારી દ્રષ્ટિ આગળથી ક્યાં જઈશ? આજ તીક્ષ્ણ બાણોથી તારા પ્રાણ
હરીશ, તેં જેવાં કર્મ કર્યાં છે તેનું ફળ તું ભોગવીશ. હે ક્ષુદ્ર, નિર્લજ્જ! પરસ્ત્રીસંગના
લોલુપી, મારી સન્મુખ આવીને પરલોક જા. તેનાં કઠોર વચનોથી પ્રજ્વલિત થયેલા
મનવાળો લક્ષ્મણ પોતાના અવાજથી આખા આકાશને ભરી દેતો કહેવા લાગ્યો, અરે ક્ષુદ્ર!
વૃથા શા માટે બબડે છે. જ્યાં તારો પુત્ર ગયો ત્યાં તને મોકલીશ. આમ કહીને આકાશમાં
ઊભેલા ખરદૂષણને લક્ષ્મણે રથરહિત કર્યો, તેનું ધનુષ તોડી નાખ્યું, ધજા ઉડાડી દીધી
અને તેજ હરી લીધું. ત્યારે તે ક્રોધથી ભરેલો જેમ ક્ષીણપુણ્ય દેવ સ્વર્ગમાંથી પડે તેમ
પૃથ્વી પર પડયો. પછી મહાસુભટ ખડ્ગ લઈ લક્ષ્મણ પર ઘસ્યો ત્યારે લક્ષ્મણ સૂર્યહાસ
ખડ્ગ લઇ તેની સન્મુખ આવ્યો આ બન્ને વચ્ચે નાના પ્રકારે ભયંકર યુદ્ધ થયું. દેવો
પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ધન્ય ધન્ય શબ્દો બોલવા લાગ્યા. એ મહાયુદ્ધમાં સૂર્યહાસ
ખડ્ગ વડે લક્ષ્મણે ખરદૂષણનું મસ્તક કાપી નાખ્યું અને ખરદૂષણ નિર્જીવ થઈને પૃથ્વી
પર પડયો, જાણે સ્વર્ગમાંથી દેવ પડયો. સૂર્ય સમાન તેજવાળા દિગ્ગજે જાણે કે
રત્નપર્વતનું શિખર તોડી પાડયું.
પડયો. લક્ષ્મણે ખરદૂષણનો સમુદાય અને પાતાળલંકાપુરી વિરાધિતને આપી. અત્યંત
સ્નેહથી ભરેલો લક્ષ્મણ રામ પાસે આવ્યો. આવીને જુએ છે તો રામ ભૂમિ પર પડયા છે
અને તે ઠેકાણે સીતા નથી. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે નાથ! ક્યાં સૂઓ છો, જાનકી ક્યાં
ગઈ? રામ ઊઠીને લક્ષ્મણને ધારહિત જોઈને કંઈક આનંદ પામ્યા. લક્ષ્મણને છાતીએ
લગાડયા અને કહેવા લાગ્યા કે હે ભાઈ! મને ખબર નથી કે જાનકી ક્યાં ગઈ? કોઈ
તેનું હરણ કરી ગયું કે સિંહ ખાઈ ગયો. મેં ખૂબ ગોતી પણ મળી નહિ. અતિસુકુમાર
અંગોવાળી ઉદ્વેગથી વિલય પામી. ત્યારે લક્ષ્મણ વિષાદરૂપ થઈ ક્રોધથી કહેવા લાગ્યાઃ હે
દેવ! શોક કરવાથી શો ફાયદો? આમ નિશ્ચય કરો કે કોઈ દુષ્ટ દૈત્ય કરી ગયો છે. જ્યાં
હશે ત્યાંથી લઈ આવીશું, આપ સંદેહ ન કરો. તેણે નાના પ્રકારનાં પ્રિય વચનોથી રામને
આશ્વાસન આપ્યું અને તે સુબુદ્ધિએ નિર્મળ જળથી રામનું મુખ ધોવરાવ્યું. તે જ સમયે
વિશેષ અવાજ સાંભળીને રામે પૂછયું કે આ અવાજ શેનો છે? ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે
નાથ! આ ચંદ્રોદય વિદ્યાધરનો પુત્ર વિરાધિત છે. તેણે યુદ્ધમાં મારો ઘણો ઉપકાર કર્યો
હતો. તે આપની નિકટ આવ્યો છે, એની સેનાનો આ અવાજ છે. આ પ્રમાણે બન્ને ભાઈ
વાત કરે છે તે વખતે મોટી સેના સહિત તે હાથ જોડી નમસ્કાર કરી, જયજયકાર