ત્યારે પોતાના આશ્રમમાં આવી અત્યંત દીન વદને ધનુષ ઉતારી પૃથ્વી પર બેઠા. વારંવાર
અનેક વિકલ્પો કરતાં, ક્ષણેક નિશ્ચળ થઈ મુખથી પોકારવા લાગ્યા. હે શ્રેણિક! આવા
મહાપુરુષોને પણ પૂર્વોપાર્જિત અશુભના ઉદયથી દુઃખ થાય છે. આમ જાણીને, હે ભવ્ય
જીવો! સદા જિનવરના ધર્મમાં બુદ્ધિ લગાવો, સંસારની મમતા છોડો. જે પુરુષ સંસારના
વિકારથી પરાઙમુખ થઈ, જિનવચનની આરાધના કરતો નથી, તે સંસારમાં અશરણ બની
પાપરૂપ વૃક્ષનાં કડવાં ફળ ભોગવે છે, કર્મરૂપ શત્રુના આતાપથી ખેદખિન્ન થાય છે.
વર્ણન કરનાર ચુમાળીસમું પર્વ પૂર્ણ થયું.
કરતો જોઈ તેને નરોત્તમ જાણી પોતાના સ્વાર્થની સિદ્ધિ આનાથી જાણી પ્રસન્ન થયો,
અત્યંત તેજથી દેદીપ્યમાન શોભવા લાગ્યો. તે વાહન પરથી નીચે ઊતરી, પૃથ્વી પર
ગોઠણ અડાડી, હાથ જોડી, શિર નમાવી, અત્યંત નમ્ર બની, વિનયપૂર્વક કહેવા લાગ્યોઃ હે
નાથ! હું આપનો ભક્ત છું, મારી થોડીક વિનંતી સાંભળો. તમારા જેવાનો સંગ અમારા
જેવાનું દુઃખ મટાડે છે. તેણે અડધું કહ્યું અને લક્ષ્મણ પૂરું સમજી ગયા. તેના મસ્તક પર
હાથ મૂકીને કહ્યું કે તું ડર નહિ, અમારી પાછળ ઊભો રહે. ત્યારે તે નમસ્કાર કરી
અત્યંત આશ્ચર્ય પામી કહેવા લાગ્યો કે હે પ્રભો! આ ખરદૂષણ શત્રુ મહાન શક્તિનો
ધારક છે. આપ એને રોકો અને સેનાના યોદ્ધાઓ સાથે હું લડીશ. આમ કહીને
ખરદૂષણના યોદ્ધાઓ સાથે વિરાધિત લડવા લાગ્યો, દોડીને તેની સેના ઉપર તૂટી પડયો.
પોતાની સેના સહિત જેનાં આયુધો ચળકી રહ્યાં છે તે વિરાધિત તેમને પ્રગટપણે કહેવા
લાગ્યો કે હું રાજા ચંદ્રોદયનો પુત્ર વિરાધિત યુદ્ધનો અભિલાષી ઘણા દિવસે પિતાનું વેર
લેવા આવ્યો છું, હવે તમે ક્યાં જાવ છો? જો યુદ્ધમાં પ્રવીણ હો તો ઊભા રહો, હું એવું
ભયંકર ફળ આપીશ જેવું યમ આપે છે. આમ કહ્યા પછી તે યોદ્ધાઓ અને આમની વચ્ચે
તુમુલ યુદ્ધ થયું, બન્ને સેનાના અનેક સુભટો માર્યા ગયા. પાયદળ પાયદળ સાથે,
ઘોડેસવારો ઘોડેસવાર સાથે, હાથીના સવારો હાથીના સવાર સાથે, રથીઓ રથીઓની સાથે
પરસ્પર હર્ષિત થઈને યુદ્ધ કરવા લાગ્યા. તે તેને બોલાવે અને પેલો પેલાને બોલાવે. આ
પ્રમાણે પરસ્પર યુદ્ધ કરી દશે દિશાઓને બાણોથી