કાયર માનો છો. લજ્જિત થઈ, હાથ જોડી, શિર નમાવી કહેવા લાગ્યા, હે દેવ! જેમનું
નામ સાંભળતાં અમને ભય ઉપજે છે, તેની વાત અમે કેવી રીતે કહીએ? ક્યાં અમે
અલ્પ શક્તિના ધણી અને ક્યાં તે લંકાનો સ્વામી, માટે તમે આ હઠ છોડો, હવે વસ્તુ
ગઈ જાણો. અથવા તમારે સાંભળવું હોય તો અમે બધી હકીકત કહીએ, તે આપના
હૃદયમાં અવધારો. લવણ સમુદ્રમાં રાક્ષસદ્વીપ પ્રસિદ્ધ છે, અદ્ભુત સંપદાથી ભરેલો છે, તે
સાતસો યોજન પહોળો છે અને પ્રદક્ષિણા કરતાં એકવીસસો યોજનથી કાંઈક અધિક તેનું
પરિધ છે. તેની મધ્યમાં સુમેરું તુલ્ય ત્રિકૂટાચલ પર્વત છે, તે નવ યોજન ઊંચો, પચાસ
યોજન વિસ્તારરૂપ, નાના પ્રકારના મણિ અને સ્વર્ણથી મંડિત છે તે પહેલાં રાક્ષસોના ઇન્દ્રે
મેઘવાહનને આપ્યા હતો. તે ત્રિકૂટાચલના શિખર ઉપર લંકા નામની નગરી છે, રત્નોથી
શોભાયમાન છે, ત્યાં વિમાન સમાન ઘર છે, અનેક ક્રીડા કરવાના નિવાસ છે, ત્રીસ
યોજનના વિસ્તારરૂપ લંકાપુરી ઊંચા કોટ અને ખાઈથી મંડિત છે, જાણે બીજી વસુંધરા જ
છે. લંકાની ચારે બાજુએ મોટાં મોટાં રમણીય સ્થાનકો છે, અતિ મનોહર, મણિસુવર્ણમય
રાક્ષસોનાં સ્થાનકો છે, તેમાં રાવણના કુટુંબીજનો રહે છે. સંધ્યાકાર, સુવેલ, કાંચન, દ્વાદન,
પોધન, હંસ, હરિ, સાગરઘોષ, અર્ધસ્વર્ગ ઇત્યાદિ મનોહર સ્થાનકો વન-ઉપવન આદિથી
શોભિત દેવલોક સમાન છે. જેમાં ભાઈઓ, પુત્ર મિત્રો, સ્ત્રી, બાંધવ, સેવકો સહિત
લંકાપતિ રમે છે તેને વિદ્યાધરોની સાથે ક્રીડા કરતો જોઈને લોકોને એવી શંકા ઉપજે છે
જાણે દેવો સહિત ઇન્દ્ર જ રમે છે. જેને મહાબળવાન વિભીષણ જેવો ભાઈ છે, બીજાઓથી
તે યુદ્ધમાં જિતાય એવો નથી, તેના જેવી બુદ્ધિ દેવોમાં નથી, તેના જેવો બીજો કોઈ
માણસ નથી, તેના જ વડે રાવણનું રાજ્ય પૂર્ણ છે અને રાવણનો ભાઈ કુંભકર્ણ ત્રિશૂળનો
ધારક છે તેની યુદ્ધ સમયે વક્ર ભ્રમરો દેવો પણ જોઈ શકે તેમ નથી તો મનુષ્યોની તો શી
વાત? રાવણનો પુત્ર ઇન્દ્રજિત પૃથ્વી પર પ્રસિદ્ધ છે, જેના મોટા મોટા સામંતો સેવકો છે,
જાતજાતની વિદ્યાના ધારક, શત્રુઓને જીતનારા, જેનું છત્ર પૂર્ણ ચંદ્રમા સમાન છે, જેને
જોઈને વેરી ગર્વ તજે છે, જેણે સદાય રણસંગ્રામમાં જીત જ મેળવી છે અને સુભટપણાનું
બિરુદ પ્રગટ કર્યું છે, તે રાવણનું છત્ર જોઈને સર્વનો ગર્વ ગળી જાય છે. રાવણનું ચિત્ર
જુએ અથવા નામ સાંભળે ત્યાં શત્રુ ભય પામે છે, એવા રાવણ સાથે યુદ્ધ કોણ કરી
શકે? માટે એ વાત જ ન કરવી, બીજી વાત કરો. વિદ્યાધરોના મુખેથી આ વાત
સાંભળીને લક્ષ્મણ બોલ્યા, જાણે કે મેઘ ગર્જ્યો. તમે આટલી પ્રશંસા કરો છે તે બધી
મિથ્યા છે. જો તે બળવાન હોત તો પોતાનું નામ છુપાવીને સ્ત્રીને ચોરીને શા માટે લઈ
ગયો? તે પાખંડી અતિકાયર, અજ્ઞાની, પાપી, નીચ રાક્ષસમાં રંચમાત્ર પણ શૂરવીરતા
નથી. રામે કહ્યું, વધારે કહેવાથી શો ફાયદો? સીતાના સમાચાર મેળવવા જ અઘરા હતા.
હવે પત્તો લાગ્યો એટલે બસ સીતા આવી ચૂકી. તમે કહો છો કે બીજી વાત કરો, બીજો
વિચાર કરો તો અમારે બીજું કાંઈ કહેવાનું છે નહિ, બીજું કાંઈ વિચારવાનું છે નહિ.
સીતાને લાવવી એ જ ઉપાય છે. રામનાં