પ્રસન્ન થાય. ભામંડળને પણ સમાચાર મોકલાવ્યા કે સીતાનું હરણ થયું છે તેની તપાસ
કરો. ભામંડળ બહેનના દુઃખથી અત્યંત દુઃખી થયો, તપાસ કરવાની તૈયારી કરી. સુગ્રીવ
પોતે પણ ગોતવા નીકળ્યો. તે જ્યોતિષચક્ર ઉપર ઊડીને વિમાનમાં બેઠો અને શોધવા
લાગ્યો. દુષ્ટ વિદ્યાધરોનાં બધા નગરો જોયાં. સમુદ્રની મધ્યમાં જંબૂદ્વીપ જોયો, ત્યાં મહેન્દ્ર
પર્વત પર આકાશમાંથી સુગ્રીવ ઊતર્યો, ત્યાં રત્નજટી રહેતો હતો તે જેમ ગરુડથી સર્પ
ડરે તેમ ડરી ગયો. પછી વિમાન નજીક આવ્યું ત્યારે રત્નજટીએ જાણ્યું કે એ સુગ્રીવ છે.
તે વિચારે છે કે લંકાપતિએ ક્રોધે ભરાઈને મારા ઉપર આને મોકલ્યો છે તે મને મારશે.
અરેરે! હું સમુદ્રમાં કેમ ન ડૂબી મર્યો? હું અંતરદ્વીપમાં માર્યો જઈશ? વિદ્યા તો રાવણ
હરીને લઈ ગયો છે, હવે મારા પ્રાણ લેવા આને
નહિ. આમ વિચાર કરે છે ત્યાં જ સુગ્રીવ આવ્યો જાણે કે બીજો સૂર્ય જ છે. તે દ્વીપમાં
પ્રકાશ ફેલાવતો આવ્યો અને આને વનની ધૂળથી રજોટાયેલો જોઈને દયાથી પૂછવા
લાગ્યો, હે રત્નજટી! પહેલાં તું વિદ્યાસહિત હતો, હવે હે ભાઈ! તારી આ કેવી અવસ્થા
થઈ? જ્યારે સુગ્રીવે આ પ્રમાણે દયાથી પૂછયું તો પણ રત્નજટી અત્યંત ધ્રૂજતો કાંઈ કહી
ન શક્યો. સુગ્રીવે તેને કહ્યું કે ભય ન પામ, તારી હકીકત કહે, વારંવાર ધૈર્ય બંધાવ્યું
ત્યારે રત્નજટી નમસ્કાર કરી કહેવા લાગ્યો કે દુષ્ટ રાવણ સીતાને હરી જતો હતો તે
બાબતમાં તેના અને મારા વચ્ચે પરસ્પર વિરોધ થયો, તેણે મારી વિદ્યા છેદી નાખી, હવે
વિદ્યારહિત હું જીવવાનો પણ સંદેહ રાખતો ચિંતાતુર થઈને રહું છું. હે કપિવંશના તિલક!
મારા ભાગ્યથી તમે આવ્યા. રત્નજટીનાં આ વચન સાંભળી સુગ્રીવ આનંદ પામી તેને
સાથે લઈ પોતાના નગરમાં શ્રી રામ પાસે લાવ્યો. તે રત્નજટી બધાની સમીપમાં રામ-
લક્ષ્મણને હાથ જોડીને નમસ્કાર કરી કહેવા લાગ્યો કે હે દેવ! સીતા મહાસતી છે, તેને દુષ્ટ
નિર્દય લંકાપતિ રાવણ હરી ગયો છે. તેને રુદન કરતી વિમાનમાં બેઠેલી મૃગલી જેવી
વ્યાકુળ મેં જોઈ. તે બળવાન પરાણે તેને લઈ જતો હતો તેથી મેં ક્રોધથી તેને કહ્યું કે
મહાસતી મારા સ્વામી ભામંડળની બહેન છે, તું એને છોડી દે તેથી ગુસ્સે થઈને તેણે
મારી વિદ્યા છેદી નાખી. તે અત્યંત બળવાન, જેણે યુદ્ધમાં ઇન્દ્રને જીવતો પકડી લીધો અને
કૈલાસ ઊંચક્યો હતો, જે ત્રણ ખંડનો સ્વામી છે, સાગરાંત પૃથ્વી જેની દાસી છે, જે
દેવોથી પણ ન જિતાય, તેને હું કેવી રીતે જીતી શકું? તેણે મને વિદ્યારહિત કર્યો. આ
બધા સમાચાર સાંભળીને રામે તેને હૃદય સાથે ચાંપ્યો અને વારંવાર તેને પૂછવા લાગ્યા.
પછી રામે પૂછયું? હે વિદ્યાધરો! કહો, લંકા કેટલી દૂર છે? ત્યારે તે વિદ્યાધરો સ્થિર થઈ
ગયા, તેમણે મુખ નીચા કરી લીધા, મુખની છાયા જુદા જ પ્રકારની થઈ ગઈ, કાંઈ
જવાબ ન આપ્યો. આથી રામે તેમનો અભિપ્રાય જાણી લીધો કે એમના હૃદયમાં