Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 389 of 660
PDF/HTML Page 410 of 681

 

background image
પદ્મપુરાણ અડતાળીસમું પર્વ ૩૮૯
સ્ત્રી અને ધનપાલ, બંધુપાલ, ગૃહપાલ, પશુપાલ, ક્ષેત્રપાલ એ પાંચ પુત્રો હતા. એ પાંચેય
પુત્ર યથાર્થ ગુણોના ધારક, ધન કમાનાર કુટુંબનું પાલન કરનાર, સદા લૌકિક કાર્યો કરતા.
ક્ષણમાત્ર પણ આળસ ન કરતા. આ સૌના કરતા નાનો આત્મશ્રેય કુમાર નામનો પુત્ર
પુણ્યના યોગથી દેવો સમાન ભોગ ભોગવતો. તેને માતાપિતા અને મોટા ભાઈઓ કડવાં
વચન કહેતાં. એક દિવસ આ માની કુમાર નગરની બહાર ભ્રમણ કરતો હતો, તેનું શરીર
કોમળ હતું તેથી તે ખેદખિન્ન હતો, કોઈ ઉદ્યમ કરવાને અસમર્થ હતો, પોતાનું મરણ
ઇચ્છતો હતો તે જ સમયે તેના પૂર્વના પુણ્યકર્મના ઉદયથી એક રાજપુત્ર તેને જોઈને
કહેવા લાગ્યો-હે મનુષ્ય! હું પૃથુસ્થાન નગરના રાજાનો પુત્ર ભાનુકુમાર છું, હું પરદેશમાં
ભ્રમણ કરવા ગયો હતો. મેં અનેક દેશ જોયા. પૃથ્વી પર ભ્રમણ કરતાં હું દૈયયોગે કર્મપુર
નામના નગરમાં ગયો. ત્યાં એક નિમિત્તજ્ઞાની પુરુષની સાથે રહ્યો. તેણે મને દુઃખી
જાણીને, કરુણા કરીને આ મંત્રમય લોઢાનું કડું આપ્યું અને કહ્યું કે આ કડું સર્વ રોગોનું
નાશક છે, બુદ્ધિવર્ધક છે, ગ્રહ સર્પ પિશાચાદિને વશ કરી શકે છે ઇત્યાદિ અનેક ગુણવાળું
છે તે તું રાખ. આમ કહીને મને આપ્યું અને કહ્યું કે હવે મારે રાજ્યનો ઉદય આવ્યો છે,
હું રાજ્ય કરવા મારા નગરમાં જાઉં છું, આ કડું હું તને આપું છું. તું આપઘાત ન કર. જે
વસ્તુ આપણી પાસે આવી હોય, તેનાથી આપણું કાર્ય કરી લઈ તે બીજાને આપી દઈએ
તો એ મહાફળદાયક છે, લોકમાં આવા પુરુષોને માણસો પૂજે છે. આમ કહી રાજકુમારે
આત્મશ્રેયને પોતાનું કડું આપી દીધું અને પોતે નગરમાં ગયો. અને આ કડું લઈને
પોતાને ઘેર આવ્યો. તે જ દિવસે તે નગરના રાજાની રાણીને સર્પ કરડયો હતો તેથી તે
નિશ્ચેષ્ટ થઈ ગઈ હતી. તેને મરેલી જાણીને બાળવા માટે લાવ્યા હતા ત્યાં આત્મશ્રેયે
મંત્રમય લોઢાના કડાના પ્રસાદથી તેને વિષરહિત કરી. પછી રાજાએ તેને ઘણું ધન
આપીને ખૂબ સત્કાર કર્યો. આત્મશ્રેયે કડાના પ્રસાદથી મહાન ભોગોની સામગ્રી મેળવી.
હવે તે બધા ભાઈઓમાં મુખ્ય બની ગયો, પુણ્યકર્મના પ્રભાવથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયો.
તે એક દિવસ કડાને વસ્ત્રમાં બાંધીને સરોવરે ગયો, ત્યાં એક ઘો આવી કડું લઈ મોટા
વૃક્ષની નીચે ઊંડા દરમાં પેસી ગઈ. દર શિલા વડે ઢંકાયેલું હતું. ઘો દરમાં બેસીને ભયંકર
અવાજ કરતી હતી. આત્મશ્રેયે જાણ્યું કે ઘો કડું દરમાં લઈ ગઈ છે અને ગર્જના કરે છે.
પછી આત્મશ્રેયે વૃક્ષને મૂળમાંથી ઉખાડી નાખ્યું, શિલા દૂર કરી અને ઘોનું દર ખોદી
નાખ્યું. તેમાંથી પણ તેને ઘણું ધન મળ્‌યું. એમ રામ તે આત્મશ્રેય છે અને સીતા કડા
સમાન છે, લંકા બિલ સમાન છે, રાવણ ઘો સમાન છે. માટે હે વિદ્યાધરો! તમે નિર્ભય
થાવ. જાંબુનદનાં વચનોનું ખંડન કરનારા લક્ષ્મણનાં આ વચનો સાંભળીને વિદ્યાધરો
આશ્ચર્ય પામ્યા.
પછી જાંબુનદ આદિ બધા રામને કહેવા લાગ્યા, હે દેવ! અનંતવીર્ય યોગીન્દ્રને
રાવણે નમસ્કાર કરીને પોતાના મૃત્યુનું કારણ પૂછયું હતું, ત્યારે અનંતવીર્યની દિવ્ય ધ્વનિ
થઈ કે જે કોટિશિલા ઉપાડશે તેનાથી તારું મૃત્યુ છે. સર્વજ્ઞના તે વચન સાંભળી રાવણે
વિચાર્યુ કે એવો