બોલ્યા કે હું અત્યારે જ ત્યાં યાત્રા માટે જઈશ. ત્યારે બધા પ્રમાદ તજીને એમની સાથે
થયા. જાંબુનદ, મહાબુદ્ધિ, સુગ્રીવ, વિરાધિત, અર્કમાલી, નળ, નીલ, ઇત્યાદિ પ્રસિદ્ધ પુરુષો
રામ-લક્ષ્મણને વિમાનમાં બેસાડીને કોટિશિલા તરફ ચાલ્યા. અંધારી રાત્રે તરત જ જઈ
પહોંચ્યા. શિલાની સમીપે ઊતર્યા, શિલા અત્યંત મનોહર, સુરનર-અસુરોથી નમસ્કાર
કરવા યોગ્ય હતી. એ બધી દિશાઓમાં સામંતોને રક્ષક તરીકે મૂકીને શિલાની યાત્રાએ
ગયા, હાથ જોડી, શિર નમાવી, નમસ્કાર કર્યા. સુગંધી કમળોથી તથા અન્ય પુષ્પોથી
શિલાની પૂજા કરી, ચંદનનો લેપ કર્યો. તે શિલા જાણે સાક્ષાત્ શચિ જ હોય તેવી શોભવા
લાગી. તેના પર જે સિદ્ધ થયા હતા તેમને નમસ્કાર કરી, હાથ જોડી ભક્તિથી શિલાની
ત્રણ પ્રદક્ષિણા દીધી. સર્વ વિધિમાં પ્રવીણ લક્ષ્મણ કમર બાંધી અત્યંત વિનયપૂર્વક નમોકાર
મંત્રમાં લીન થઈ મહાભક્તિથી સ્તુતિ કરવા ઉદ્યમી થયા. સુગ્રીવાદિ વાનરવંશી બધા
જયજયકારના અવાજથી સ્તોત્ર ભણવા માંડયા. બધા જ એકાગ્રચિત થઈને સિદ્ધોની
સ્તુતિ કરે છે; જે ભગવાન સિદ્ધ ત્રણલોકના શિખર પર મહાદેદીપ્યમાન છે અને જે સિદ્ધ
સ્વરૂપમાત્ર સત્તાથી અવિનશ્વર છે, જેમને હવે જન્મ નથી, જે અનંતવીર્ય સંયુક્ત છે,
પોતાના સ્વભાવમાં લીન છે, મહાસમીચીનતા યુક્ત છે, સમસ્ત કર્મરહિત છે, સંસાર
સમુદ્રના પારગામી છે, કલ્યાણમૂર્તિ, આનંદપિંડ, કેવળજ્ઞાન, કેવળદર્શનના આધાર,
પુરુષાકાર, પરમ સૂક્ષ્મ, અમૂર્તિ, અગુરુલઘુ, અસંખ્યાત-પ્રદેશી, અનંતગુણરૂપ, સર્વને એક
સમયમાં જાણે છે, સર્વ સિદ્ધ સમાન, કૃતકૃત્ય, જેમને કોઈ કાર્ય કરવાનું રહ્યું નથી, સર્વથા
શુદ્ધભાવ, સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર સર્વ ભાવના જ્ઞાતા, નિરંજન, આત્મજ્ઞાનરૂપ, શુક્લ
ધ્યાનાગ્નિથી અષ્ટકર્મ વનને ભસ્મ કરનાર અને મહાપ્રકાશરૂપ પ્રતાપના પુંજ, જેમને ઇન્દ્ર
ધરણેન્દ્ર ચક્રવર્ત્યાદિ પૃથ્વીના નાથ બધા જ સેવે છે. આ પ્રમાણે મહાસ્તુતિ કરી. તે
ભગવાન સંસારના પ્રપંચથી રહિત, પોતાના આનંદસ્વભાવરૂપ અનંતા સિદ્ધ થયા અને
અનંત થશે. અઢી દ્વીપમાં મોક્ષનો માર્ગ પ્રવર્તે છે, એકસો સાઠ મહાવિદેહ અને પાંચ
ભરત, પાંચ ઐરાવત અને એકસો સીત્તેર ક્ષેત્ર, તેમાંથી આર્યખંડમાંથી જે સિદ્ધ થયા અને
થશે તે બધાને અમારા નમસ્કાર હો. આ ભરતક્ષેત્રમાં આ કોટિશિલા, અહીંથી જે
સિદ્ધશિલાને પ્રાપ્ત થયા તે અમારું કલ્યાણ કરો. જીવોને મહામંગળરૂપ, આ પ્રમાણે
ચિરકાળ સુધી સ્તુતિ કરીને ચિત્તમાં સિદ્ધોનું ધ્યાન કરીને બધા જ લક્ષ્મણને આશીર્વાદ
દેવા લાગ્યા.
લક્ષ્મણે સિદ્ધોનું ધ્યાન કરી શિલા ઢીંચણ જેટલી ઊંચી ઉપાડી લીધી ત્યારે આકાશમાં દેવો
જય જય શબ્દ બોલવા લાગ્યા. સુગ્રીવાદિક આશ્ચર્ય પામ્યા. કોટિશિલાની યાત્રા કરીને
પછી સમ્મેદશિખર ગયા અને કૈલાસની યાત્રા કરી. ભરતક્ષેત્રના સર્વ તીર્થોની વંદના કરી,
પ્રદક્ષિણા કરી, સાંજના સમયે