છે તે મહાવિદ્યાના ધારક, બળવાન, પરાક્રમી પ્રતાપરૂપ છે તેની શોધ કરો. વળી તે
રાવણનો પરમ મિત્ર છે અને પુરુષોત્તમ છે. તે રાવણને સમજાવીને વિઘ્ન ટાળશે. ત્યારે
બધાએ આ વાત માન્ય રાખી. હનુમાન પાસે શ્રીભૂત નામના દૂતને શીઘ્ર મોકલવામાં
આવ્યો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! મહાબુદ્ધિમાન હોય અને
મહાન શક્તિના ધારક હોય તે ઉપાય કરે તો પણ હોનહાર હોય તે જ થાય; જેમ
ઉદયકાળે સૂર્યનો ઉદય થાય જ તેમ જ જે હોનહાર હોય તે થાય જ.
વર્ણવનાર અડતાળીસમું પર્વ પૂર્ણ થયું.
નગરના મહેલો સુવર્ણ રત્નમય માળાઓથી મંડિત, કુંદપુષ્પ સમાન ઉજ્જવળ, સુંદર
ઝરૂખાથી શોભિત, મનોહર ઉપવનોથી રમણીક હતા. દૂત નગરની શોભા અને નગરના
અપૂર્વ લોકોને જોઈને આશ્ચર્ય પામ્યો. ઇન્દ્રના મહેલ જેવો રાજમહેલ અને ત્યાંની અદ્ભુત
રચના જોઈ ચકિત થઈ ગયો. ખરદૂષણની પુત્રી, રાવણની ભાણેજ અનંગકુસુમા
ખરદૂષણના મૃત્યુથી શોકમગ્ન હતી, કર્મના ઉદયથી શુભ-અશુભનું ફળ જીવ પામે છે. તેને
રોકવા કોઈ શક્તિમાન નથી; મનુષ્યની તો કઈ શક્તિ છે, દેવોથી પણ અન્યથા થઈ શકતું
નથી. દૂતે દરવાજે આવીને પોતાના આગમનના સમાચાર કહ્યા તેથી અનંગકુસુમાની
મર્યાદા નામની દ્વારપાલની રક્ષિકા દૂતને અંદર લઈ ગઈ. અનંગકુસુમાએ બધી હકીકત
પૂછી તે શ્રીભૂતે નમસ્કાર કરીને વિસ્તારથી કહી. દંડકવનમાં શ્રી રામ-લક્ષ્મણનું આગમન,
શંબૂકનો વધ, ખરદૂષણ સાથે યુદ્ધ, મોટા મોટા સુભટો સાથે ખરદૂષણનું મરણ; આ વાત
સાંભળી અનંગકુસુમા મૂર્ચ્છિત બની ગઈ. પછી ચંદનના જળનો છંટકાવ કરીને તેને
જાગ્રત કરી. અનંગકુસુમા આંસુ સારતી વિલાપ કરવા લાગી, અરે પિતા! અરે ભાઈ!
તમે ક્યાં ગયા? એક વાર મને દર્શન દો, મારી સાથે વાર્તાલાપ કરો, મહાભયાનક વનમાં
ભૂમિગોચરીઓએ તમને કેવી રીતે હણ્યા? આ પ્રમાણે પિતા અને ભાઈના મૃત્યુના
દુઃખથી ચંદ્રનખાની પુત્રી દુઃખી થઈ. તેને સખીઓએ ઘણી મહેનતે શાંત કરી. જે પ્રવીણ
અને ઉત્તમજનો હતા તેમણે ઘણું સંબોધન કર્યું. પછી એણે જિનમાર્ગમાં પ્રવીણ અને
સમસ્ત સંસારનું સ્વરૂપ જાણી લોકાચારની