પૂછયો. ત્યારે તેણે સકળ વૃત્તાંત કહ્યો. હનુમાન ખરદૂષણના મરણથી અત્યંત કોપ પામ્યા,
ભ્રમર વાંકી થઈ ગઈ, મુખ અને નેત્ર લાલ થઈ ગયા. ત્યારે દૂતે તેમનો કોપ દૂર કરવા
માટે મધુર સ્વરથી વિનંતી કરી કે હે દેવ! કિહકંધાપુરના સ્વામી સુગ્રીવને દુઃખ ઉપજ્યું
હતું તે તો આપ જાણો જ છો. સાહસગતિ વિદ્યાધર સુગ્રીવનું રૂપ બનાવીને આવ્યો હતો
તેથી દુઃખી થઈને સુગ્રીવ શ્રી રામને શરણે ગયા હતા તેથી રામ સુગ્રીવનું દુઃખ મટાડવા
કિહકંધાપુર આવ્યા. પ્રથમ તો સુગ્રીવ અને તેની વચ્ચે યુદ્ધ થયું, તે સુગ્રીવથી જિતાયો
નહિ. પછી શ્રી રામ અને તેની વચ્ચે યુદ્ધ થયું. ત્યાં રામને જોઈને વૈતાલી વિદ્યા ભાગી
ગઈ એટલે તે સાહસગતિ સુગ્રીવના રૂપ વિનાનો જેવો હતો તેવો થઈ ગયો. મહાયુદ્ધમાં
રામે તેને માર્યો અને સુગ્રીવનું દુઃખ દૂર કર્યું. આ વાત સાંભળી હનુમાનનો ક્રોધ જતો
રહ્યો, મુખકમળ ખીલ્યું અને આનંદ પામી કહેવા લાગ્યા-અહો! શ્રી રામે અમારા પર
મોટો ઉપકાર કર્યો. સુગ્રીવનું કુળ અપકીર્તિના સાગરમાં ડૂબ્યું હતું, તેને શીઘ્ર ઉગાર્યું.
સુવર્ણકળશરૂપ સુગ્રીવનું ગોત્ર અપયશરૂપ ઊંડા કૂવામાં ડૂબતું હતું તેને સન્મતિના ધારક
શ્રી રામે ગુણરૂપ હસ્ત વડે કાઢયું. આ પ્રમાણે હનુમાને ખૂબ પ્રશંસા કરી અને
સુખસાગરમાં મગ્ન થયા. હનુમાનની બીજી સ્ત્રી સુગ્રીવની પુત્રી પદ્મરાગા પિતાના શોકનો
અભાવ સાંભળી હર્ષિત થઈ. તેને ખૂબ ઉત્સાહ આવ્યો. તેણે દાન-પૂજાદિ અનેક શુભકાર્ય
કર્યાં. હનુમાનના ઘરમાં અનંગકુસુમાને ત્યાં ખરદૂષણનો શોક થયો અને પદ્મરાગાને
સુગ્રીવનો આનંદ થયો. આ પ્રમાણે વિષમતા પામેલા ઘરના માણસોનું સમાધાન કરી
હનુમાન કિહકંધાપુર તરફ નીકળ્યા. મહાઋદ્ધિથી સેના સહિત હનુમાન ચાલ્યા, આકાશમાં
અધિક સેના થઈ. હનુમાનના રત્નમયી વિમાનનાં કિરણોથી સૂર્યની પ્રભા મંદ થઈ ગઈ.
હનુમાનને ચાલતા સાંભળીને અનેક રાજા તેમની સાથે થઈ ગયા જેમ ઇન્દ્રની સાથે મોટા
મોટા દેવ ગમન કરે છે તેમ આગળ-પાછળ, ડાબે -જમણે બીજા અનેક રાજા ચાલ્યા જાય
છે, વિદ્યાધરોના અવાજથી આકાશ અવાજમય થઈ ગયું. આકાશગામી અશ્વ અને ગજના
સમૂહથી આકાશ ચિત્રો જેવું થઈ ગયું. મહાન અશ્વો સાથે, ધજાઓથી શોભિત સુંદર રથો
વડે આકાશ શોભાયમાન ભાસતું હતું. ઉજ્જવળ છત્રોના સમૂહથી શોભિત આકાશ એવું
ભાસતું જાણે કે કુમુદોનું વન જ છે. ગંભીર દુંદુભિના શબ્દોથી દશે દિશાઓ ધ્વનિરૂપ થઈ
ગઈ જાણે કે મેઘ ગાજતા હોય. અનેક વર્ણનાં આભૂષણોની જ્યોતિના સમૂહથી આકાશ
ભિન્ન ભિન્ન રંગરૂપ થઈ ગયું. જાણે કે કોઈ ચતુર રંગરેજનું રંગેલું વસ્ત્ર હોય.
હનુમાનના વાજિંત્રોના અવાજ સાંભળી કપિવંશી આનંદ પામ્યા, જેમ મેઘનો ધ્વનિ
સાંભળી મોર હર્ષિત થાય છે. સુગ્રીવે આખા નગરની શોભા કરાવી, બજારો-દુકાનો
રંગાવી, મકાનો પર ધજા લહેરાવી, રત્નોનાં તોરણોથી દ્વાર શોભાવ્યાં. બધા હનુમાનની
સામે આવ્યા, સૌના પૂજ્ય દેવોની પેઠે નગરમાં પ્રવેશ્યા. સુગ્રીવના મહેલે આવ્યા, સુગ્રીવે
બહુ જ આદર આપ્યો અને શ્રી રામનો સમસ્ત વૃત્તાંત કહ્યો. તે જ વખતે સુગ્રીવાદિક
હનુમાન સહિત