Padmapuran (Gujarati). Parva 50 - Hanumannu potana nana Raja Mahendra sathey yudh ane melap.

< Previous Page   Next Page >


Page 396 of 660
PDF/HTML Page 417 of 681

 

background image
૩૯૬ પચાસમું પર્વ પદ્મપુરાણ
ઉપજે તે માટે આ મારા હાથની મુદ્રિકા લઈ જાવ અને એનો ચૂડામણિ જે મહાપ્રભાવરૂપ
છે તે મારી પાસે લઈ આવજો. ત્યારે હનુમાને કહ્યું કે આપ જે આજ્ઞા કરશો તે પ્રમાણે જ
થશે; આમ કહી હાથ જોડી, નમસ્કાર કરી પછી લક્ષ્મણને નમીને બહાર નીકળ્‌યા. વૈભવથી
પરિપૂર્ણ પોતાના તેજથી સર્વ દિશામાં ઉદ્યોત કરતા સુગ્રીવના મહેલે આવ્યા અને સુગ્રીવને
કહ્યું, જ્યાં સુધી હું આવું નહિ ત્યાં સુધી તમે બહુ સાવધાનીથી અહીં જ રહેજો. આ
પ્રમાણે કહીને સુંદર શિખરવાળા વિમાનમાં બેઠા. તે સુમેરુ ઉપર જિનમંદિર શોભે તેવા
શોભતા હતા. રામાદિક બધાએ તેમને પરમ જ્યોતિથી મંડિત, ઉજ્જવળ છત્રથી શોભિત,
હંસ સમાન ઉજ્જવળ ચામર જેમના પર ઢોળાય છે અને પવન સમાન અશ્વોને ચાલતા,
પર્વત સમાન ગજ અને દેવોને સેના સમાન સેના સહિત આકાશમાં ગમન કરતા જોયા.
ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે રાજન્! આ જગત નાના પ્રકારના જીવોથી
ભરેલું છે, તેમાં જે કોઈ પરમાર્થના નિમિત્તે ઉદ્યમ કરે છે તે પ્રશંસાયોગ્ય છે અને સ્વાર્થથી
તો જગત ભરેલું જ છે. જે બીજાનો ઉપકાર કરે છે તેમના તુલ્ય ઇન્દ્ર, ચંદ્ર, કુબેર પણ
નથી. જે પાપી કૃતઘ્ની બીજાનો ઉપકાર ઓળવે છે તે નરક-નિગોદનાં પાત્ર છે અને
લોકનિંદ્ય છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનનું લંકા તરફ ગમનનું
વર્ણન કરનાર ઓગણપચાસમું પર્વ પૂર્ણ થયું.
* * *
પચાસમું પર્વ
(હનુમાનનું પોતાના નાના રાજા મહેન્દ્ર સાથે યુદ્ધ અને મેળાપ)
પછી આકાશમાં ગમન કરતો પરમ ઉદય ધરનાર અંજનીનો પુત્ર બહેન સમાન
જાનકીને લાવવા માટે ભાઈ ભામંડળ જતો હોય તેવો શોભતો હતો. કેવા છે હનુમાન?
શ્રી રામની આજ્ઞામાં પ્રવર્તે છે, મહા વિનયવંત અને જ્ઞાનવંત છે. રામના કામના
ઉત્સાહરૂપ શુદ્ધભાવ જેના ચિત્તમાં છે તે દિશામંડળને અવલોકતા લંકાના માર્ગમાં રાજા
મહેન્દ્રનું નગર જુએ છે, જાણે કે ઈન્દ્રનું નગર છે. પર્વતના શિખર પર નગર વસેલું છે,
ત્યાં ચંદ્રમા સમાન ઉજ્જવળ મકાનો છે, તે નગર દૂરથી જ નજરે પડયું. હનુમાને જોઈને
મનમાં વિચાર્યું કે આ દુર્બુદ્ધિ મહેન્દ્રનું નગર છે, તે અહીં રહે છે, મારા નાના શાના? જેણે
મારી માતાને સંતાપ્યા હતા. પિતા થઈને પુત્રીનું આવું અપમાન કરે? તેમણે માતાને
નગરમાં ન રાખ્યાં ત્યારે માતાને વનમાં જવું પડયું, જ્યાં અનંતગતિ મુનિ રહેતા હતા,
તેમણે અમૃતરૂપ વચનો કહીને સમાધાન કર્યું તેથી મારો જન્મ ઉદ્યાનમાં થયો, જ્યાં કોઈ
સગાં નહોતાં. મારી માતા શરણે આવે અને એ ન રાખે એ ક્ષત્રિયનો ધર્મ નથી માટે
એનો ગર્વ ઉતારું. પછી ગુસ્સાથી યુદ્ધની નોબત વગાડી, ઢોલ