સન્મુખ વિરાધિત બેઠો અને પાછળ જામવંત બેઠો, ડાબા હાથે સુષેણ બેઠો અને જમણા
હાથ તરફ સુગ્રીવ બેઠો. તે એક નિમિષમાં વેલંધરપુર પહોંચી ગયા. ત્યાંનો સમુદ્ર નામનો
રાજા અને નળ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સમુદ્રના ઘણા માણસો માર્યા ગયા અને નળે
સમુદ્રને બાંધ્યો અને તેને શ્રી રામ સાથે મેળવ્યો અને ત્યાં જ પડાવ નાખ્યો. શ્રી રામે
સમુદ્ર ઉપર કૃપા કરી, તેનું રાજ્ય તેને પાછું આપ્યું તેથી રાજાએ અત્યંત આનંદ પામી
પોતાની કન્યાઓ સત્યશ્રી, કમળા, ગુણમાળા, રત્નચૂડા જે બધી સ્ત્રીઓનાં ગુણોથી મંડિત
દેવાંગના સમાન હતી તે લક્ષ્મણ સાથે પરણાવી. ત્યાં એક રાત્રિ રહ્યા. પછી ત્યાંથી પ્રયાણ
કરી સુવેલ પર્વત પર સુવેલનગર ગયા. ત્યાં રાજા સુવેલ નામના વિદ્યાધરને સંગ્રામમાં
જીતી રામના અનુચર વિદ્યાધરો જેમ નંદનવનમાં દેવ ક્રીડા કરે તેમ ક્રીડા કરવા લાગ્યા.
ત્યાં અક્ષય નામના વનમાં આનંદથી રાત્રિ વીતાવી. ત્યાંથી પ્રયાણ કરી લંકા જવાની
તૈયારી કરી. લંકાનો ઊંચો કોટ છે, સુવર્ણના મહેલોથી પૂર્ણ કૈલાસના શિખર સમાન
તેમનો આકાર છે, નાના પ્રકારનાં રત્નોના ઉદ્યોતથી પ્રકાશમાન છે, કમળના વનથી યુક્ત
વાવ, કૂવા, સરોવરાદિથી શોભિત, નાના પ્રકારનાં રત્નોથી રચિત ઊંચાં ચૈત્યાલયોથી
મંડિત મહાપવિત્ર ઇન્દ્રની નગરી સમાન છે. આવી લંકા દૂરથી જોઈ રામના અનુચર સર્વ
વિદ્યાધરો આશ્ચર્ય પામ્યા અને હંસદ્વીપમાં પડાવ નાખ્યો. હંસપુર નગરના રાજા હંસરથને
યુદ્ધમાં જીતીને હંસપુરમાં ક્રીડા કરવા લાગ્યા. ત્યાંથી ભામંડળ ઉપર દૂત મોકલ્યો. ત્યાં
ભામંડળના આવવાની રાહ જોઈને નિવાસ કર્યો. પુણ્યાધિકારી જે જે દેશમાં પ્રવેશ કરે ત્યાં
ત્યાં શત્રુઓને જીતીને મહાભોગ ઉપયોગ ભોગવતા. આ પુણ્યના અધિકારી ઉદ્યમીઓથી
કોઈ અધિક રહેતા નહિ, બધા તેમના આજ્ઞાકારી બની જતા. તેમનાં મનમાં જે જે ઈચ્છા
હોય તે બધી આમની મૂઠ્ઠીમાં છે તેથી સર્વઉપાયથી ત્રણ લોકમાં સારરૂપ જિનરાજનો ધર્મ
જ પ્રશંસાયોગ્ય છે. જે કોઈ જગતને જીતવા ચાહે તે જિનધર્મને આરાધે. આ ભોગ
ક્ષણભંગુર છે, એની તો શી વાત? આ વીતરાગનો ધર્મ નિર્વાણને આપે છે અને કોઈ
જન્મ લે તો ઇન્દ્ર ચક્રવર્તી આદિ પદ આપે છે, તે ધર્મના પ્રભાવથી આ ભવ્ય જીવ સૂર્યથી
પણ અધિક પ્રકાશ મેળવે છે.
કરનાર ચોપનમું પર્વ પૂર્ણ થયું.