ગયો, ચક્ર, શક્તિ, ગદા, લોહયષ્ટિ, કનક ઇત્યાદિ શસ્ત્રોથી યુદ્ધ થયું, જાણે કે આ શસ્ત્રો
કાળની દાઢ જ છે. લોકો ઘાયલ થયા, બન્ને સેના એવી દેખાતી હતી જાણે કે લાલ
અશોકનું વન છે અથવા કેસૂડાનું વન છે અથવા પારિભદ્ર જાતિનાં વૃક્ષોનું વન છે. કોઈ
યોદ્ધો પોતાનું બખ્તર તૂટેલું જોઈ બીજું પહેરવા લાગ્યો, જેમ સાધુ વ્રતમાં દૂષણ ઉપજ્યું
જોઈને ફરીથી છેદોપસ્થાપના કરે છે. કોઈ દાંતમાં તલવાર પકડી હાથેથી કમર કસતો
પાછો યુદ્ધ કરવા લાગ્યો. કોઈ સામંત મત્ત હાથીઓના દંતશુળની અણીથી વિદારેલી
પોતાની છાતીને ચાલતા હાથીના કાન હલવાથી વીંઝણો ઢોળાતો હોય તેમ હવાથી સુખ
માની રહ્યો છે, કોઈ સુભટ નિરાકુળ થઈ હાથીના દાંત પર બન્ને ભુજા ફેલાવીને સૂવે છે,
જાણે કે સ્વામીના કાર્યરૂપ સમુદ્રને તરી ગયો. જેમ પર્વતમાં ગેરુની ખાણમાંથી લાલ
ઝરણાં વહે તેમ કેટલાક યોદ્ધા યુદ્ધમાં રુધિરનાં નાળાં વહેવડાવે છે. કેટલાક યોદ્ધા પૃથ્વી
પર સામે મોંએ હોઠ કરડતા, હાથમાં શસ્ત્ર પકડીને વાંકી ભ્રમર અને વિકરાળ મુખ કરીને
પ્રાણ તજે છે. કેટલાક ભવ્ય જીવ સંગ્રામમાં અત્યંત ઘાયલ થઈ કષાયનો ત્યાગ કરી,
સંન્યાસ ધારણ કરીને અવિનાશી પદનું ધ્યાન ધરતા દેહ તજી ઉત્તમ લોક પામે છે. કેટલાક
ધીરવીર હાથીના દાંતને હાથથી પકડી ઉખાડી નાખે છે. કેટલાકના હાથમાં શસ્ત્ર છે અને
કામ આવી ગયા છે. તેમના મસ્તક પડયાં છે, સેંકડો ધડ નીચે છે, કેટલાક શસ્ત્રરહિત
થયા, ઘાથી જર્જરિત થયા છે, તુષાતુર થઈ પાણી પીવા બેઠા છે, જીવવાની આશા નથી.
આવો ભયંકર સંગ્રામ થતાં પરસ્પર અનેક યોદ્ધાઓનો ક્ષય થયો. ઇન્દ્રજિત તીક્ષ્ણ બાણથી
લક્ષ્મણને આચ્છાદવા લાગ્યો અને લક્ષ્મણ તેને. ઇન્દ્રજિતે લક્ષ્મણ પર તામસ બાણ
ચલાવ્યું તેથી અંધકાર થઈ ગયો. લક્ષ્મણે સૂર્યબાણ ચલાવ્યું અને અંધકાર દૂર કર્યો. પછી
ઇન્દ્રજિતે આશીવિષ જાતિનું નાગબાણ ચલાવ્યું તો લક્ષ્મણનો રથ નાગોથી વીંટાળવા
લાગ્યો. લક્ષ્મણે ગરુડબાણના યોગથી નાગબાણનું નિરાકરણ કર્યું, જેમ યોગી મહાતાપથી
પૂર્વોપાર્જિત પાપોનું નિરાકરણ કરે છે. લક્ષ્મણે ઇન્દ્રજિતને રથરહિત કર્યો. તે મંત્રીઓની
વચ્ચે હાથીઓની ઘટાથી વીંટળાયેલો છે. ઇન્દ્રજિત બીજા રથ પર બેસી પોતાની સેનાનું
રક્ષણ કરતો લક્ષ્મણ પર તપ્ત બાણ ચલાવવા લાગ્યો. લક્ષ્મણે તેને પોતાની વિદ્યાથી રોકી
ઇન્દ્રજિત પર આશીવિષ જાતનું નાગબાણ ચલાવ્યું એટલે ઇન્દ્રજિત નાગબાણથી અચેત
થઈ જમીન પર પડયો, જેમ ભામંડળ પડયો હતો. રામે કુંભકર્ણને રથરહિત કર્યો. કુંભકર્ણે
રામ પર સૂર્યબાણ ચલાવ્યું, રામે તેનું બાણ રોકી નાગબાણથી તેને વીંટી લીધો એટલે
કુંભકર્ણ પણ નાગોથી વીંટળાયેલો ધરતી પર પડયો.
વીંટી લે છે. આ દિવ્ય શસ્ત્ર દેવોપુનિત છે, મનવાંછિત રૂપ કરે છે, એક ક્ષણમાં બાણ,
એક ક્ષણમાં દંડ, અને ક્ષણમાં પાશરૂપ થઈને પરિણમે છે. જેમ કર્મપાશથી જીવ બંધાય
તેમ નાગપાશથી કુંભકર્ણ બંધાયો તેને રામની આજ્ઞા પામી ભામંડળે પોતાના રથમાં
મૂક્યો. રામે કુંભકર્ણ