Padmapuran (Gujarati). Parva 63 - Laxman shaktipraharthi murchit thata Ramno vilap.

< Previous Page   Next Page >


Page 438 of 660
PDF/HTML Page 459 of 681

 

background image
૪૩૮ ત્રેસઠમું પર્વ પદ્મપુરાણ
જે કેટલાક યોદ્ધા યુદ્ધમાંથી જીવતા આવ્યા હતા તેમને જોઈ હર્ષિત થયો. કેવો છે રાવણ?
જેને ભાઈઓ પ્રત્યે વાત્સલ્ય છે. વળી તેણે સાંભળ્‌યું છે કે ઇન્દ્રજિત, મેઘનાદ અને ભાઈ
કુંભકર્ણ પકડાઈ ગયા છે તે સમાચારથી તે અતિખેદખિન્ન થયો, એમના જીવવાની આશા
નથી. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે, હે ભવ્યોત્તમ! જીવોને પોતાના અનેકરૂપ
ઉપાર્જેલા કર્મોના કારણે નાના પ્રકારની શાતા-અશાતા થાય છે. તું જો! આ જગતમાં
નાના પ્રકારનાં કર્મોના ઉદયથી જીવોને જાતજાતના શુભાશુભ થાય છે અને અનેક
પ્રકારનાં ફળ મળે છે. કેટલાક તો કર્મના ઉદયથી રણમાં નાશ પામે છે, કેટલાક વેરીઓને
જીતી પોતાનું સ્થાન પામે છે, કેટલાકની વિશાળ શક્તિ પણ નિષ્ફળ જાય છે અને
બંધનમાં પડે છે. જેમ સૂર્ય પદાર્થોના પ્રકાશનમાં પ્રવીણ છે તેમ કર્મ જીવોને નાના
પ્રકારના ફળ દેવામાં પ્રવીણ છે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી
દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની શક્તિથી લક્ષ્મણની
મૂર્ચ્છાનું વર્ણન કરનાર બાસઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
ત્રેસઠમું પર્વ
(લક્ષ્મણ શક્તિપ્રહારથી મૂર્ચ્છિત થતાં રામનો વિલાપ)
શ્રી રામ લક્ષ્મણના શોકથી વ્યાકુળ થયા. જ્યાં લક્ષ્મણ પડયા હતા ત્યાં આવી
પૃથ્વીમંડળની શોભાસ્વરૂપ ભાઈને ચેષ્ટારહિત શક્તિથી આલિંગિત જોઈને મૂર્ચ્છિત થઈ
ગયા. ઘણી વાર પછી સચેત થઈને અત્યંત શોકથી દુઃખરૂપ અગ્નિથી પ્રજ્વલિત અત્યંત
વિલાપ કરવા લાગ્યા-હે વત્સ! કર્મના યોગથી તારી આ દારુણ અવસ્થા થઈ, આપણે
દુર્લંઘ્ય સમુદ્ર તરીને અહીં આવ્યા. તું મારી ભક્તિમાં સદા સાવધાન, મારા કાર્ય માટે સદા
તૈયાર, શીઘ્ર મારી સાથે વાતચીત કર. મૌન ધરીને કેમ રહ્યો છે? તું નથી જાણતો કે
તારો વિયોગ હું એક ક્ષણમાત્ર પણ સહી શકતો નથી? ઊઠ, મારા હૃદય સાથે લાગ. તારો
વિનય ક્યાં ગયો? તારા ભુજ ગજની સૂંઢ સમાન દ્રઢ અને દીર્ઘ ભુજબંધનથી શોભિત એ
હવે ક્રિયારહિત પ્રયોજનરહિત થઈ ગયા, ભાવમાત્ર જ રહી ગયા. અને માતાપિતાએ મને
તારી થાપણ સોંપી હતી, હવે હું તેમને શો ઉત્તર આપીશ? અત્યંત પ્રેમથી ભરેલા, અતિ
અભિલાષી રામ, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ! તારા જેવો મારું હિત ઈચ્છનાર આ જગતમાં
કોઈ નથી, આવાં વચન બોલવા લાગ્યા. બધા લોકો જુએ છે અને અતિદીન થઈને
ભાઈને કહે છે, તું સુભટોમાં રત્ન છે, તારા વિના હું કેવી રીતે જીવીશ? તારા વિના હું
મારા જીવન અને પુરુષાર્થને નિષ્ફળ માનું છું. પાપના ઉદયનું ચરિત્ર મેં પ્રત્યક્ષ જોયું,
તારા વિના મારે સીતાનું પણ શું પ્રયોજન છે? બીજા પદાર્થોનું પણ શું કામ છે? જે
સીતાના નિમિત્તે તારા જેવા ભાઈને નિર્દય
શક્તિથી પૃથ્વી પર પડેલો જોઉં છું, તો