ગંગા, રાજહંસની હંસી સમાન હતી. તે રાણી સદાય રાજાના મનમાં વસેલી છે, તેની
હંસલી જેવી ચાલ છે અને કોયલ જેવાં વચન છે. જેમ ચકવીને ચકવા પ્રત્યે પ્રીતિ હોય છે
તેવી રાણીની રાજા પ્રત્યે પ્રીતિ હતી. રાણીને શી ઉપમા આપીએ? બધી ઉપમા રાણીથી
ઊતરતી છે. સર્વ લોકમાં પૂજ્ય મરુદેવી જેમ ધર્મને દયા (પ્રિય હોય છે) તેમ
ત્રિલોકપૂજ્ય નાભિરાજાને પરમપ્રિય હતી. જાણે કે આ રાણી આતાપ હરનાર ચંદ્રકળાથી
જ બનાવેલી હોય, આત્મસ્વરૂપને જાણનારી, જેને સિદ્ધપદનું ધ્યાન રહે છે તેવી,
ત્રણલોકની માતા, મહાપુણ્યાધિકારી, જાણે કે જિનવાણી જ હોય એવી હતી. વળી
અમૃતસ્વરૂપ તૃષ્ણાને હરનારી રત્નવૃષ્ટિ જ હતી. સખીઓને આનંદ ઉત્પન્ન કરનાર,
મહારૂપવતી કામની પત્ની રતિ કરતાં પણ અધિક સુન્દર હતી. મહાઆનંદરૂપ માતા જેનું
શરીર જ સર્વ આભૂષણોનું આભૂષણ છે, જેના નેત્રો જેવા નીલકમળ પણ નથી, જેનાં
વાળ ભ્રમરથી પણ અધિક શ્યામ છે તે કેશ જ તેના લલાટનો શણગાર છે. જો કે એને
આભૂષણોની અભિલાષા નથી તો પણ પતિની આજ્ઞા માનીને કર્ણફૂલાદિ આભૂષણો પહેરે
છે. જેના મુખનું હાસ્ય જ સુગંધિત ચૂર્ણ છે તેના જેવી કપૂરની રજ શાની હોય? તેની
વાણી વીણાના સ્વરને જીતે છે, તેના શરીરના રંગ આગળ સુવર્ણ કુંકુમાદિના રંગનો શો
હિસાબ? તેના ચરણારવિંદ પર ભમરાઓ ગુંજારવ કરે છે. આવી નાભિરાજાની મરુદેવી
રાણીના યશનું વર્ણન સેંકડો ગ્રંથોથી પણ ન થઈ શકે તો થોડાએક શ્લોકોથી કેવી રીતે થાય?
ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી આ છ કુમારિકાઓ સ્તુતિ કરવા લાગી, હે માતા! તમે
આનંદરૂપ છો, તમે અમને આજ્ઞા કરો, તમારું આયુષ્ય દીર્ધ હો. આ પ્રમાણે મનોહર શબ્દો
બોલતી જુદા જુદા પ્રકારે સેવા કરવા લાગી. કેટલીક વીણા વગાડીને મહાસુન્દર ગીત
ગાઈને માતાને રિઝવવા લાગી, કેટલીક આસન પાથરવા લાગી, કેટલીક કોમળ હાથોથી
માતાના પગ દાબવા લાગી, કેટલીક દેવી માતાને તાંબૂલ (પાન) દેવા લાગી, કેટલીક
હાથમાં ખડ્ગ લઈને માતાની ચોકી કરવા લાગી, કેટલીક બહારના દરવાજે સુવર્ણનું
આસન લઈને ઊભી રહી, કેટલીક ચામર ઢોળવા લાગી, કેટલીક આભૂષણ પહેરાવવા
લાગી, કેટલીક પથારી પાથરવા લાગી, કેટલીક સ્નાન કરાવવા લાગી, કેટલીક આંગણું
વાળવા લાગી, કેટલીક ફૂલોના હાર ગૂંથવા લાગી, કેટલીક સુગંધ લગાવવા લાગી, કેટલીક
ખાવાપીવાની વિધિમાં સાવધાન રહેવા લાગી, કેટલીક જેને બોલાવવામાં આવે તેને
બોલાવવા લાગી. આ પ્રમાણે દેવી સર્વ કાર્ય કરતી રહી, માતાને કોઈ પણ પ્રકારની ચિંતા
ન રહેવા પામી.
ઉજ્જવળ મદઝરતો