વ્રતમંડિત, પરિગ્રહરહિત મુનિને આપવામાં આવેલું દાન મહાફળ આપે છે તેમ જ નીરસ
ક્ષેત્રમાં વાવેલાં બીજનું અલ્પ ફળ મળે છે. લીમડાના વૃક્ષમાં પ્રવેશેલું જળ કડવું થાય છે
તેવી જ રીતે જે ભોગતૃષ્ણાથી કુદાન કરે છે, તે ભોગભૂમિમાં પશુજન્મ પામે છે.
પાત્રદાન છે, ગુણોમાં પોતાના સમાન સાધર્મી જનોને આપવામાં આવે તે સમદાન છે
અને દુઃખી જીવોને દયાભાવથી જે આપવામાં આવે તે કરુણાદાન છે. સર્વત્યાગ કરીને
મુનિવ્રત લેવા તે સકળદાન છે. આ દાનના ભેદ કહ્યા.
પ્રથમ જ સુષમાસુષમા કાળ પ્રવર્તે છે. પછી બીજો સુષમા, ત્રીજો સુષમાદુષમા આવે છે.
જ્યારે ત્રીજા કાળમાં પલ્યનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે કુલકર ઉત્પન્ન થયા તેનું
વર્ણન હે શ્રેણિક, તું સાંભળ, પ્રથમ કુલકર પ્રતિશ્રુતિ થયા. તેમનાં વચન સાંભળીને લોકો
આનંદ પામ્યા. તે કુલકર પોતાના ત્રણ જન્મ વિષે જાણતા હોય છે, તેમની ચેષ્ટા સુન્દર
હોય છે, તે કર્મભૂમિમાં કરવામાં આવતા વ્યવહારના ઉપદેશક છે. તેમના પછી સહસ્ત્ર
કરોડ અસંખ્ય વર્ષો વીત્યાં ત્યારે બીજા કુલકર સન્મતિ થયા, પછી ત્રીજા કુલકર ક્ષેમંકર,
ચોથા ક્ષેમંધર, પાંચમા સીમંકર, છઠ્ઠા સીમંધર, સાતમા વિમલવાહન, આઠમા ચક્ષુષ્માન્,
નવમા યશસ્વી, દશમા અભિચન્દ્ર અગિયારમા ચન્દ્રાભ. બારમા મરુદેવ, તેરમા પ્રસેનજિત,
ચૌદમા નાભિરાજ થયા. આ ચૌદ કુલકર પ્રજાના પિતા સમાન, મહાબુદ્ધિમાન શુભ કર્મથી
ઉત્પન્ન થયા. જ્યારે જ્યોતિરાંગ જાતિનાં કલ્પવૃક્ષોની જ્યોતિ મંદ થઈ અને ચન્દ્રસૂર્ય
દેખાવા લાગ્યા ત્યારે તેમને જોઈને લોકો ભયભીત થયા. તેઓ કુલકરને પૂછવા લાગ્યા કે
હે નાથ! આકાશમાં શું દેખાય છે? ત્યારે કુલકરે જવાબ આપ્યો કે હવે ભોગભૂમિ ચાલી
ગઈ છે, કર્મભૂમિનું આગમન થઈ રહ્યું છે. જ્યોતિરાંગ જાતિનાં કલ્પવૃક્ષોનો પ્રકાશ મંદ
થયો છે તેથી સૂર્યચન્દ્ર દેખાવા લાગ્યા છે. દેવ ચાર પ્રકારનાં છે - કલ્પવાસી, ભવનવાસી,
વ્યંતર અને જ્યોતિષી. તેમાં ચન્દ્રસૂર્ય જ્યોતિષી દેવોના ઇન્દ્ર અને પ્રતીન્દ્ર છે. ચન્દ્રમાં
શીત કિરણવાળા છે અને સૂર્ય ઉષ્ણ કિરણવાળા છે. જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ચન્દ્રમા
કાંતિ ધારણ કરે છે અને આકાશમાં નક્ષત્રના સમૂહ પ્રગટ થાય છે. સૂર્યની કાંતિથી
નક્ષત્રાદિ ભાસતા નથી તેમ કલ્પવૃક્ષોની જ્યોતિથી ચન્દ્રસૂર્યાદિક ભાસતા નહોતા, હવે
કલ્પવૃક્ષની જ્યોતિ મંદ થઈ છે તેથી ભાસે છે. આવો કાળનો સ્વભાવ જાણી તમે ભયનો
ત્યાગ કરો. કુલકરનું આવું વચન સાંભળીને તેમનો ભય મટી ગયો. પછી ચૌદમા કુલકર
જગતપૂજ્ય શ્રી નાભિરાજાના સમયમાં બધાં જ કલ્પવૃક્ષોનો અભાવ થયો અને
યુગલિયાઓની ઉત્પત્તિ મટી ગઈ. અને ઋષભદેવ ભગવાનનો જન્મ થયો, તે એકલા
જન્મયા. તે નાભિરાજાને મરુદેવી