બેલા, તેલા આદિ અનેક ઉપવાસ કરીને અને પાણી પીને રહેતી. દિવસમાં એક જ વાર
ફળ અને જળ લેતી. આ ચક્રવર્તીની પુત્રી પુષ્પોની સેજ પર સૂતી, તેના વાળ તેને
ખૂંચતા. તે અહીં વિષમ ભૂમિ પર ખેદરહિત સૂતી. પિતાના અનેક ગુણીજન સ્તુતિ કરતા
શબ્દો સાંભળી જાગતી તે હવે શિયાળ વગેરે અનેક વનચરોના ભયંકર શબ્દો સાંભળી
રાત્રિ પસાર કરતી. આ પ્રમાણે ત્રણ હજાર વર્ષ તપ કર્યું. સૂકાં ફળ, સૂકા પત્ર અને
જળનો આહાર કર્યો અને અત્યંત વૈરાગ્ય પામી ખાનપાનનો ત્યાગ કરી, ધીરજ રાખી
સંલ્લેખના મરણ આરંભ્યું. એકસો હાથ ભૂમિથી દૂર નહી જાઉં એવો નિયમ લઈને બેઠી,
આયુષ્યના છ દિવસ બાકી હતા અને એક અરહદાસ નામનો વિદ્યાધર સુમેરુની વંદના
કરીને જતો હતો તે અહીં આવી ચડયો. તેણે ચક્રવર્તીર્ની પુત્રીને જોઈ પિતાના સ્થાનકે
લઈ જવાનો વિચાર કર્યો. પણ સંલેખનાનો યોગ કર્યો હોવાથી કન્યાએ તેને રોક્યો.
પિતાને જોઈ અજગરને અભયદાન અપાવ્યું અને પોતે સમાધિ મરણ કરીને શરીર તજી,
ત્રીજા સ્વર્ગમાં ગઈ. પિતા પુત્રીની આ અવસ્થા જોઈને બાવીસ હજાર પુત્રો સહિત
વૈરાગ્ય પામી મુનિ થયા. કન્યાએ અજગરને ક્ષમા કરી, અજગરને પીડા થવા ન દીધી,
એવી દ્રઢતા તેનાથી જ બને. પેલો પુનર્વસુ વિદ્યાધર અનંગશરાને શોધતો રહ્યો. પણ તે ન
મળી. ત્યારે ખેદખિન્ન થઈને દ્રુમસેન મુનિની પાસે મુનિ થયો અને મહાતપ કર્યું. તે
સ્વર્ગમાં દેવ થઈ મહાસુંદર લક્ષ્મણ થયા. તે ચક્રવર્તીની પુત્રી અનંગશરા સ્વર્ગમાંથી
ચ્યવીને દ્રોણમેઘની પુત્રી વિશલ્યા થઈ અને તેણે પુનર્વસુના નિમિત્તે નિદાન કર્યું હતું તે
હવે લક્ષ્મણને વરશે. આ વિશલ્યા આ નગરમાં, આ દેશમાં અને ભરતક્ષેત્રમાં
મહાગુણવંતી છે, પૂર્વભવના તપના પ્રભાવથી મહાપવિત્ર છે, તેના સ્નાનનું આ જળ
સકળ વિકારને હણે છે. તેણે ઉપસર્ગ સહન કર્યો. મહાતપ કર્યું, તેનું આ ફળ છે, એના
સ્નાનના જળથી તારા દેશમાં વાયુવિષમ વિકાર થયો હતો તે નાશ પામ્યો છે. મુનિના આ
વચન સાંભળી ભરતે મુનિને પૂછયું કે હે પ્રભો! મારા દેશમાં સર્વ લોકોને રોગનો વિકાર
કયા કારણે થયો? મુનિએ કહ્યું કે ગજપુર નગરથી એક વિંધ્ય નામનો મહાધનવાન
વેપારી ગધેડા, ઊંટ, પાડા વગેરે પર માલ લાદીને અયોધ્યામાં આવ્યો અને અગિયાર
મહિના અયોધ્યામાં રહ્યો. તેનો એક પાડો વધારે ભાર લાદવાથી ઘાયલ થયો, તીવ્ર
રોગથી પીડાયો અને આ નગરમાં ઘૂમ્યો તે અકામનિર્જરાના યોગથી અશ્વકેતુ નામનો
વાયુકુમાર દેવ થયો. તેનું નામ વિદ્યાવર્ત હતું. તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવને યાદ કર્યો કે
પૂર્વભવમાં હું પાડો હતો, પીઠ તૂટી ગઈ હતી અને અનેક રોગોથી પીડિત માર્ગમાં
કાદવમાં પડયો હતો ત્યારે લોકો મારા માથા પર પગ મૂકીને ચાલ્યા હતા. આ લોકો
અત્યંત નિર્દય છે. હવે હું દેવ થયો છું તો તેમને પરેશાન ન કરું તો હું