મનમાં વિચારે છે કે જો હું શત્રુને યુદ્ધમાં જીતું તો ભાઈ અને પુત્રોનું અકુશળ જણાય છે
અને કદાચ શત્રુઓના કટકમાં હું છળથી જઈને કુમારોને લઈ આવું તો શૂરાતનમાં
ન્યૂનતા ગણાય. છળકપટ કરવું ક્ષત્રિયોને માટે યોગ્ય નથી, શું કરું? મને કેમ કરીને સુખ
થાય? એ વિચાર કરતાં રાવણને એવી ઇચ્છા થઈ કે હું બહુરૂપિણી વિદ્યા સાધું.
બહુરૂપિણી વિદ્યા હોય તો કદાચ દેવ યુદ્ધ કરે તો પણ જીતી ન શકે. એવો વિચાર કરીને
સર્વ સેવકોને આજ્ઞા કરી કે શ્રી શાંતિનાથના મંદિરમાં સમીચીન તોરણાદિકથી ખૂબ શોભા
કરો અને સર્વ ચૈત્યાલયોમાં વિશેષ પૂજા કરો. પૂજા પ્રભાવનાનો બધો ભાર મંદોદરીને
સોંપ્યો. ગૌતમ ગણધર કહે છે કે હે શ્રેણિક! તે સમય વીસમા તીર્થંકર શ્રી
મુનિસુવ્રતનાથનો હતો. તે વખતે આ ભરતક્ષેત્રમાં બધાં સ્થળોએ જિનમંદિરો હતાં. આ
પૃથ્વી જિનમંદિરોથી મંડિત નથી. ચતુર્વિધ સંઘની વિશેષ પ્રવૃત્તિ હતી. રાજા, શ્રેષ્ઠી,
ગ્રામપતિ અને બધા પ્રજાજનો જૈન હતા. તે મહારમણીક જિનમંદિર બનાવતા. જિનમંદિર
જિનશાસનના ભક્ત દેવોથી શોભાયમાન હતા. તે દેવ ધર્મની રક્ષામાં પ્રવીણ, શુભ કાર્ય
કરનારા હતા. તે સમયે પૃથ્વી ભવ્ય જીવોથી ભરેલી, જાણે કે સ્વર્ગનું વિમાન જ હોય
એવી શોભતી. ઠેકઠેકાણે પૂજા, ઠેકઠેકાણે પ્રભાવના, ઠેકઠેકાણે દાનની પ્રવૃત્તિ હતી. હે
મગધાધિપતિ! દરેક પર્વત પર, દરેક ગામમાં, નગરમાં, દરેક વનમાં, દરેક મકાનમાં
જિનમંદિરો હતાં. અત્યંત સુશોભિત, શરદ પૂનમના ચંદ્ર જેવા ઉજ્જવળ, ગીતધ્વનિથી
ગુંજતા, નાના પ્રકારનાં વાજિંત્રોથી જાણે સમુદ્ર ગાજતોં. ત્રણે સંધ્યાએ લોકો વંદના કરવા
આવતા. સાધુઓના સંગથી પૂર્ણ, નાના પ્રકારનાં આશ્ચર્યોથી સંયુક્ત, જુદાં જુદાં ચિત્રો
સહિત, અગર ચંદનનો ધૂપ અને પુષ્પોની સુગંધથી સુગંધમય, વૈભવયુક્ત, અતિ વિશાળ
અને ઊંચા, ધ્વજાથી શોભતા, તેમાં રત્નમય, સ્વર્ણમય પંચવર્ણની પ્રતિમાઓ વિરાજતી,
વિદ્યાધરોના સ્થાનમાં સુંદર જિનમંદિરોનાં શિખરોથી શોભા થઈ રહી છે. તે વખતે નાના
પ્રકારના રત્નમય ઉપવનાદિમાં શોભિત જિનભવનોથી આ જગત વ્યાપ્ત હતું, ઇન્દ્રના
નગર સમાન લંકા અંદર અને બહાર જિનમંદિરોથી મનોજ્ઞ હતી. રાવણે ત્યાં વિશેષ
શોભા કરાવી. રાવણ પોતે અઢાર હજાર રાણીરૂપ કમળોના વનને પ્રફુલ્લિત કરતો
પોતાનાં મંદિરોમાં તથા સર્વ ક્ષેત્રોમાં જિનમંદિરોની શોભા કરાવતો હતો. રાવણના ઘર
તરફ લોકોના નેત્ર મંડાયા છે, તે જિનમંદિરોની પંક્તિથી મંડિત છે. નાના પ્રકારનાં
રત્નમય મંદિરોની મધ્યમાં શ્રી શાંતિનાથનું ચૈત્યાલય છે,