લાગ્યા. લંકાપુરના નિવાસી વેર તજી આનંદરૂપ થઈ આઠ દિવસમાં ભગવાનની પૂજા
અત્યંત મહિમાપૂર્વક કરવા લાગ્યા. જેમ નંદીશ્વર દ્વીપમાં દેવ પૂજા કરવા આવે છે તેમ
લંકાના લોકો લંકામાં પૂજા કરવા લાગ્યા, વિસ્તીર્ણ પ્રતાપનો ધારક રાવણ શ્રી
શાંતિનાથના મંદિરમાં જઈ પવિત્ર થઈ ભક્તિપૂર્વક અતિ મનોહર પૂજન કરવા લાગ્યો.
જેમ પહેલાં પ્રતિવાસુદેવ કરે છે ગૌતમ ગણધર કહે છે કે હે શ્રેણિક! જે ભગવાનના
ભક્ત અતિ મહિમાથી પ્રભુનું પૂજન કરે છે તેનાં પુણ્યોનું વ્યાખ્યાન કોણ કરી શકે? તે
ઉત્તમ પુરુષ દેવગતિનાં સુખ ભોગવે, ચક્રવર્તીઓના ભોગ પામે, પછી રાજ્ય તજી
જૈનમતના વ્રત ધારણ કરી મહાન તપથી પરમમુક્તિ પામે, કારણ કે તપનું તેજ સૂર્યથી
પણ અધિક છે.
અષ્ટાહ્નિકાના ઉત્સવનું વર્ણન કરનાર અડસઠમું પર્વ પૂર્ણ થયું.
રાવણના મહેલની મધ્યમાં શોભતું હતું. વિદ્યાના સાધનમાં આસક્ત ચિત્તવાળો અને સ્થિર
નિશ્ચયવાળો રાવણ ત્યાં જઈ પરમ અદ્ભુત પૂજા કરવા લાગ્યો. ભગવાનનો અભિષેક
કરી અનેક વાજિંત્રો વગાડી, મનોહર દ્રવ્યોથી, મહા સુગંધી ધૂપથી, નાના પ્રકારની
સામગ્રીથી, શાંત ચિત્તે શાંતિનાથ ભગવાનની પૂજા કરતો હતો, જાણે કે બીજો ઇન્દ્ર જ છે.
શુક્લ વસ્ત્ર પહેરી, સુંદર ભુજબંધથી જેની ભુજા શોભે છે, શિરના કેશ બાંધી તેના ઉપર
મુગટ પહેરી જેના ઉપરનો ચૂડામણિ લસલસતું તેજ ફેલાવતો હતો, રાવણ બન્ને હાથ
જોડી જમીનને ગોઠણથી સ્પર્શતો મન, વચન, કાયાથી શાંતિનાથને પ્રણામ કરવા લાગ્યો.
શ્રી શાંતિનાથની સામે નિર્મળ ભૂમિ પર ઊભેલો અત્યંત શોભતો હતો. ભૂમિની ફરસ
પદ્મરાગમણિની છે. રાવણ સ્ફટિકમણિની માળા હાથમાં લઈ અને હૃદયમાં શ્રીજીનું નામ
રટતો જાણે બગલાઓની પંક્તિથી સંયુક્ત કાળી ઘટાઓનો સમૂહ જ હોય તેવો શોભતો
હતો. તે રાક્ષસોના અધિપતિએ વિદ્યાસાધનનો આરંભ કર્યો. શાંતિનાથના ચૈત્યાલયમાં
જવા પહેલાં તેણે મંદોદરીને આજ્ઞા કરી હતી કે તું મંત્રીઓને અને કોટવાળને બોલાવી
નગરમાં ઘોષણા કરાવી દે કે સર્વ લોકો દયામાં તત્પર થઈ નિયમધર્મ ધારણ કરો, સમસ્ત
વેપાર છોડી જિનેન્દ્રની પૂજા કરો. યાચકોને મનવાંછિત ધન આપો અને