નામનો રથ છે, ઘણાનાં મૃત્યુનું કારણ. અગંદે નગરમાં જઈને રાવણને ક્રોધ ઉપજાવ્યો.
હવે તેને બહુરૂપિણી વિદ્યા સિદ્ધ થઈ તેથી આપણા તરફ ખૂબ શત્રુતા રાખે છે. તેનાં
વચન સાંભળી લક્ષ્મણે સારથિને કહ્યું, મારો રથ જલદી લાવ. સારથિએ રથ લાવ્યો. જેમ
સમુદ્ર ગર્જે તેમ વાજિંત્રો વાગ્યાં. વાજિંત્રોના નાદ સાંભળી યોદ્ધાઓ વિકટ જેમની ચેષ્ટા છે
તેવા લક્ષ્મણની સમીપે આવ્યા. રામના સૈન્યના કોઈ સુભટ પોતાની સ્ત્રીને કહેતા હતા, હે
પ્રિયે! તું શોક તજ, પાછી જા, હું લંકેશ્વરને જીતીને તારી સમીપમાં આવીશ. આ પ્રમાણે
ગર્વથી પ્રચંડ યોદ્ધા પોતપોતાની સ્ત્રીને ધૈર્ય આપી અંતઃપુરમાંથી નીકળ્યા, પરસ્પર સ્પર્ધા
કરતા, જેમણે પોતાનાં વાહનોને વેગથી પ્રેર્યા છે એવા મહાયોદ્ધા શસ્ત્ર ધારણ કરી યુદ્ધ
માટે તૈયાર થયા. ભૂતસ્વન નામના વિદ્યાધરોનો અધિપતિ મોટા હાથીઓના રથ પર
ચઢીને નીકળ્યો. આ રીતે બીજા પણ વિદ્યાધરોના અધિપતિ હર્ષ સહિત રામના સુભટ
બની, ક્રૂર આકૃતિવાળા થઈ, સમુદ્રની જેમ ગર્જતા, ગંગાની ઉત્તુંગ લહેરોની જેમ ઊછળતા
રાવણના યોદ્ધાઓ સાથે યુદ્ધના અભિલાષી થયા. રામ-લક્ષ્મણ તંબૂમાંથી નીકળ્યા. કેવા છે
બન્ને ભાઈ? જેમનો યશ પૃથ્વી પર વ્યાપ્ત છે, ક્રૂર આકૃતિધારી, સિંહના રથ પર ચઢી,
બખ્તર પહેરી ઉગતા સૂર્યસમાન શ્રી રામ શોભતા હતા. લક્ષ્મણ ગરુડના રથ પર ચઢયા,
તેમને ગરુડની ધજા છે. કાળી ઘટા જેવો તેમનો શ્યામ રંગ છે, મુગટ, કુંડળ પહેરી, ધનુષ
ચડાવી, બખ્તર પહેરી સાંજના સમયે અંજનગિરિ શોભે તેવા શોભતા હતા. મોટા મોટા
વિદ્યાધરો નાના પ્રકારનાં વાહનો, વિમાનોમાં બેસી યુદ્ધ કરવા સૈન્યમાંથી નીકળ્યા. શ્રી
રામ નીકળ્યા ત્યારે અનેક શુભ શુકન થયાં. રામને ચઢેલા જોઈ રાવણ શીઘ્ર જ, દાવાનળ
સમાન જેનો આકાર છે, યુદ્ધ માટે તૈયાર થયો. બન્નેય કટકના યોદ્ધાઓ પર આકાશમાંથી
ગંધર્વો અને અપ્સરાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અંજનગિરિ જેવા હાથીઓ મહાવતોથી
પ્રેરાયેલા ચાલ્યા, પ્યાદાંઓથી વીંટળાયેલા ચંચળ તુરંગ જોડેલા રથો ચાલ્યા, ઘોડા પર
બેઠેલા સામંતો ગંભીર નાદ કરતા નીકળ્યા, પ્યાદાં પૃથ્વી પર ઊછળતાં, હાથમાં ખડ્ગ
ખેટ, બરછી લઈને યુદ્ધભૂમિમાં પ્રવેશ્યા. પરસ્પર સ્પર્ધા કરે છે, દોડે છે, યોદ્ધાઓ વચ્ચે
અનેક આયુધોથી યુદ્ધ થયું, પરસ્પર કેશગ્રહણ થયું. કેટલાક બાણથી વીંધાઈ ગયા તો પણ
યુદ્ધ આગળ ચાલ્યું. પ્રહાર થાય છે, ગર્જના થાય છે, ઘોડા વ્યાકુળ થઈ ભમે છે. કેટલાક
આસન ખાલી થઈ ગયા, સવાર માર્યા ગયા, મુષ્ટિયુદ્ધ, ગદાયુદ્ધ થયું. કેટલાક બાણથી,
ખડ્ગથી સેલોંથી મર્યા, ઘાયલ થયા. કેટલાક મનવાંછિત ભોગોથી ઇન્દ્રિયોને રમાડતા તે
યુદ્ધમાં ઇન્દ્રિયો તેમને છોડી જવા લાગી; જેમ કામ પડે ત્યારે કુમિત્ર આપણને તજી દે છે.
કેટલાંકના આંતરડાંના ઢગલા થઈ ગયાં તે પણ ખેદ પામતા નથી, શત્રુ પર જઈને પડે છે
અને શત્રુ સાથે પોતે પ્રાણ છોડે છે. જે રાજકુમાર દેવકુમાર સરખા સુકુમાર હતા, રત્નોના
મહેલોના શિખર પર ક્રીડા કરતા મહાભોગી પુરુષો સ્ત્રીઓનાં સ્તનોને રમાડતા તે ખડ્ગ,
ચક્ર, કનક ઇત્યાદિ આયુધોથી કપાઈને રણભૂમિ પર પડયા. તેમના વિરૂપ આકારને ગીધ,
શિયાળિયા ખાય છે. જેમ રંગમહેલમાં રંગની રામા નખથી ચિહ્ન કરતી