કરનાર ચોરાણુંમું પર્વ પૂર્ણ થયું.
મેઘ સમાન ઉજ્જવળ શય્યા પર સૂતી હતી ત્યારે પાછલા પહોરે તેણે બે સ્વપ્ન જોયાં.
પછી દિવ્ય વાજિંત્રોનો નાદ સાંભળી તે જાગ્રત થઈ. નિર્મળ પ્રભાત થયું, સ્નાનાદિની
ક્રિયા કરી સખીઓ સહિત તે સ્વામી પાસે ગઈ અને પૂછયું હે નાથ! મેં આજ રાત્રે બે
સ્વપ્ન જોયાં તેનું ફળ કહો. બે ઉત્કૃષ્ટ અષ્ટાપદ શરદના ચંદ્ર સમાન ઉજ્જવળ, ક્ષોભ
પામેલા સમુદ્ર જેવી જેની ગર્જના હતી, કૈલાસના શિખર સમાન સુંદર, સર્વ આભરણોથી
મંડિત, મનોહર કેશ અને ઉજ્જવળ દાઢવાળા મારા મુખમાં પેઠા અને પુષ્પક વિમાનના
શિખર પરથી હું પ્રબળ પવનના ઝપાટાથી નીચે પૃથ્વી પર પડી. ત્યારે શ્રી રામે કહ્યું કે હે
સુંદરી! બે અષ્ટાપદને મુખમાં પ્રવેશતા જોયા તેનું ફળ એ છે કે તને બે પુત્ર થશે અને
પુષ્પક વિમાનમાંથી પૃથ્વી પર પડવું તે પ્રશસ્ત નથી, પણ તું કશી ચિંતા ન કર, દાનના
પ્રભાવથી ક્રૂર ગ્રહો શાંત થશે.
મોર આવ્યા તે જાણે કે વસંતનું ધનુષ્ય અને કમળો ખીલ્યાં. તે વસંતનાં બાણ અને
કેસૂડા ખીલ્યાં તે જ રતિરાજના તરકશ (બાણ રાખવાનો ભાથો) ભમરા ગુંજારવ કરે છે
તે જાણે કે નિર્મળ શ્લોકો દ્વારા વસંતરૂપી રાજાનો યશ ગાય છે. કદંબનાં વૃક્ષો ફાલ્યાં
તેની સુગંધ પવન ફેલાવે છે તે જ જાણે વસંતરાજાના નિશ્વાસ થયા, માલતીનાં ફૂલ
ખીલ્યાં તે જાણે વસંત શીતકાળરૂપ પોતાના શત્રુને હસે છે અને કોયલ મધુર વાણી બોલે
છે તે જાણે વસંતરાજાના વચનો છે. આ પ્રમાણે વસંતનો સમય નૃપતિ જેવી લીલા ધારણ
કરીને આવ્યો. વસંતની લીલા લોકોને કામનો ઉદ્વેગ ઉપજાવે છે. આ વસંત જાણે કે સિંહ
જ છે. આકોટ જાતિનાં વૃક્ષાદિનાં ફૂલરૂપ નખ છે, કુખ જાતિનાં વૃક્ષોનાં ફૂલ આવ્યાં તે
તેની દાઢ છે અને અતિ લાલ અશોકવૃક્ષનાં પુષ્પ તેનાં નેત્ર છે, ચંચળ પાદડાં તેની ચપળ
જિહ્વા છે એવો વસંતકેસરી આવી પહોંચ્યો. લોકોનાં મનની ગુફામાં દાખલ થયો.
નંદનવન સમાન મહેન્દ્ર વનમાં વસંતનો સમય અતિસુંદર બન્યો. નાના પ્રકારનાં પુષ્પોની
પાંખડીઓ અને નાના પ્રકારની કૂંપળો દક્ષિણ દિશાના પવનથી હાલવા લાગી તે જાણે
ઉન્મત્ત થઈને ઘૂમે છે. વાવો કમળાદિથી આચ્છાદિત છે, પક્ષીઓ કલરવ કરે છે, લોકો