નહિ કરો તો કોણ કરશે? નદીના તટ અને વન, ઉપવન, કૂવા, વાવ, સરોવરના તીર
તથા દરેક ગ્રામ અને ઘરમાં એક આ જ અપવાદની કથા ચાલે છે કે રાવણ સીતાને
હરીને લઈ ગયો હતો તો પણ શ્રી રામ સર્વ શાસ્ત્રોમાં પ્રવીણ તેને ઘરમાં લઈ આવ્યા તો
બીજાઓને શો દોષ છે? જે મોટા માણસો કરે તે આખા જગતને માન્ય છે, જે રીતે રાજા
પ્રવર્તે તે જ રીતે પ્રજા પ્રવર્તે. આ પ્રમાણે દુષ્ટ ચિત્તવાળા નિરંકુશ થઈ પૃથ્વી પર અપવાદ
કરે છે, તેમનો નિગ્રહ કરો. હે દેવ! આપ મર્યાદા પુરુષોત્તમ છો. એક આ અપવાદ તમારા
રાજ્યમાં ન થતો હોત તો તમારું આ રાજ્ય ઇન્દ્રથી પણ ચડિયાતું થાત. વિજયનાં આ
વચન સાંભળી રામચંદ્ર ક્ષણવાર વિષાદ પામી મુદ્ગરનો પ્રહાર થયો હોય તેમ તેમનું ચિત્ત
ચલાયમાન થયું, મનમાં વિચારવા લાગ્યા, આ કેવું કષ્ટ આવી પડયું! મારું યશરૂપ
કમળવન અપયશરૂપ અગ્નિથી બળવા લાગ્યું છે, જે સીતાના નિમિત્તે મેં વિરહનું કષ્ટ
સહન કર્યું તે મારા કુળરૂપ ચંદ્રને મલિન કરે છે, હું અયોધ્યા સુખ નિમિત્તે આવ્યો અને
સુગ્રીવ, હનુમાનાદિ જેવા મારા સુભટો. મારા ગોત્રરૂપ કુમુદિનીને આ સીતા મલીન કરે
છે, જેના નિમિત્તે મેં સમુદ્ર ઓળંગી રણસંગ્રામ કરી રિપુને જીત્યો તે જાનકી મારા કુળરૂપ
દર્પણને કલુષિત કરે છે, આ લોકો કહે છે તે સાચું છે. દુષ્ટ પુરુષના ઘરમાં રહેલી સીતાને
હું શા માટે લાવ્યો? અને સીતા પ્રત્યે મારો અત્યંત પ્રેમ છે, તેને એક ક્ષણ પણ ન જોઉં
તો વિરહથી વ્યાકુળ થઈ જાઉં છું. વળી તે પતિવ્રતા છે, મારા પ્રત્યે અનુરક્ત છે, તેનો હું
ત્યાગ કેવી રીતે કરું? અથવા સ્ત્રીઓનાં ચિત્તની ચેષ્ટાને કોણ જાણે છે? જેમાં બધા
દોષોનો નાયક મન્મથ વસે છે, ધિક્કાર છે સ્ત્રીના જન્મને! સર્વ દોષોની ખાણ, આતાપનું
કારણ, નિર્મળ કુળમાં ઉપજેલા પુરુષોને કાદવની જેમ મલિનતાનું કારણ છે. જેમ કાદવમાં
ફસાયેલો મનુષ્ય તથા પશુ નીકળી શકતાં નથી તેમ સ્ત્રીના રાગરૂપ કાદવમાં ફસાયેલ
પ્રાણી નીકળી ન શકે. આ સ્ત્રી બધા બળનો નાશ કરે છે, રાગનો આશ્રય છે, બુદ્ધિને
ભ્રષ્ટ કરે છે, સત્યથી પછાડવાને ખાઈ સમાન છે, નિર્વાણ સુખની વિઘ્ન કરનારી, જ્ઞાનના
જન્મને રોકનારી, ભવભ્રમણનું કારણ છે. રાખથી દબાયેલ અગ્નિની પેઠે દાહક છે, દર્ભની
અણી સમાન તીક્ષ્ણ છે, દેખવા પૂરતી મનોજ્ઞ, પરંતુ અપવાદનું કારણ એવી સીતાનો,
દુઃખ દૂર કરવા માટે હું ત્યાગ કરીશ, સાપ કાંચળીનો ત્યાગ કરે છે તેમ. વળી વિચારે છે
જેનાથી મારું હૃદય તીવ્ર સ્નેહના બંધનથી વશીભૂત છે તે કેવી રીતે છોડી શકાય? જોકે હું
સ્થિર છું તો પણ જાનકી પાસે રહેલા અગ્નિની જ્વાળા સમાન મારા મનને આતાપ
ઉપજાવે છે અને એ દૂર રહીને પણ મારા મનને મોહ ઉપજાવે છે, જેમ ચંદ્રરેખા દૂરથી જ
કુમુદોને ખીલવે છે. એક તરફ લોકનિંદાનો ભય છે અને બીજી તરફ સીતાનો દુર્નિવાર
સ્નેહ છે. લોકનિંદાનો ભય અને સીતાના રાગના વિકલ્પના સાગરની મધ્યમાં હું પડયો
છું. વળી સીતા સર્વ પ્રકારે દેવાંગનાથી પણ શ્રેષ્ઠ, પતિવ્રતા, સતી શીલરૂપિણી, મારા પ્રત્યે
સદા એકચિત્તવાળી, તેને હું કેવી રીતે તજું? જો નથી