અને અપવાદનો ભય એ બન્નેમાં જેનું ચિત્ત ચોંટયું છે, બન્નેની મિત્રતાના તીવ્ર ફેલાવાના
વેગને વશ થયેલા રામ અપવાદરૂપ તીવ્ર કષ્ટ પામ્યા. સિંહની ધ્વજાના ચિહ્નવાળા રામને
બન્ને તરફની અતિઆકુળતારૂપ ચિંતા અશાતાનું કારણ બની દુસ્સહ આતાપ ઉપજાવવા
લાગી, જેમ જેઠના મધ્યાહ્નનો સૂર્ય દુઃસહ દાહ ઉપજાવે છે.
કરનાર છન્નુમું પર્વ પૂર્ણ થયું.
સાંભળી તત્કાળ અશ્વ પર બેસી રામ પાસે આવ્યા. હાથ જોડી નમસ્કાર કરી સિંહાસનની
નીચે પૃથ્વી પર બેઠો. રામે ઊભા થઈને તેમને લઈને અડધા સિંહાસન પર બેસાડયા.
શત્રુઘ્ન આદિ રાજા અને વિરાધિત આદિ બધા વિદ્યાધરો યોગ્ય સ્થાને બેઠા. પુરોહિત,
શ્રેષ્ઠી, મંત્રી, સેનાપતિ બધા જ સભામાં બેઠા હતા. પછી ક્ષણવાર વિશ્રામ લઈને રામચંદ્રે
લક્ષ્મણને લોકાપવાદની વાત કહી. તે સાંભળી લક્ષ્મણના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં
અને યોદ્ધાઓને આજ્ઞા કરી કે હમણાં જ હું તે દુર્જનોનો નાશ કરવા જઈશ. પૃથ્વીને
અસત્યરહિત કરીશ. જે મિથ્યા વચન કહે છે તેની હું જીભ કાપીશ. ઉપમારહિત
શીલવ્રતની ધરનારી સીતાની જે નિંદા કરે છે તેનો હું નાશ કરીશ. આ પ્રમાણે લક્ષ્મણ
ખૂબ ગુસ્સે થયા, તેમની આંખો લાલ થઈ ગઈ. શ્રી રામે તેમને શાંત પાડીને કહ્યું હે
સૌમ્ય! આ પૃથ્વીનું સાગરો સુધી શ્રી ઋષભદેવે રક્ષણ કર્યું, પછી ભરતે તેનું પાલન કર્યું,
ઈક્ષ્વાકુવંશના તિલક મોટા મોટા રાજાઓ જેમણે રણમાં કદી પીઠ બતાવી નહોતી, જેમની
કીર્તિરૂપ ચાંદનીથી આ જગત શોભે છે એવા આપણા વંશમાં થયા. હવે હું ક્ષણભંગુર
પાપરૂપ રાગના નિમિત્તે યશને કેવી રીતે મલિન કરું? અલ્પ અપકીર્તિ પણ ટાળીએ નહિ
તો તે વૃદ્ધિ પામે છે. તે નીતિવાન પુરુષોની કીર્તિ ઇન્દ્રાદિક દેવો પણ ગાય છે. આ ભોગ
વિનાશિક છે, જે કિર્તિરૂપ વનને બાળે એવા અકીર્તિરૂપ અગ્નિથી શો લાભ? જો કે સીતા
સતી શીલવંતી નિર્મળ ચિત્તવાળી છે તો પણ એને ઘરમાં રાખવાથી મારી નિંદા મટવાની
નથી. આ અપવાદ શસ્ત્રાદિથી દૂર થઈ શકતો નથી. જોકે સૂર્ય કમળોના વનને પ્રફુલ્લિત
કરે છે, તિમિરને હણે છે તો પણ રાત્રિ થતાં સૂર્યનો અસ્ત થાય છે તેમ અપવાદરૂપ રજ
અત્યંત વિસ્તાર પામી તેજસ્વી પુરુષોની ક્રાંતિને