Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 39 of 660
PDF/HTML Page 60 of 681

 

background image
પદ્મપુરાણ પાંચમું પર્વ ૩૯
પણ તેની વિદ્યા લઈ લીધી. એટલે તેણે પ્રાર્થના કરી કે હે પ્રભો! મને વિદ્યા કેવી રીતે
સિદ્ધ થશે. ધરણેન્દ્રે કહ્યું કે સંજયંત સ્વામીની પ્રતિમા સમીપ તપ કરવાથી તને વિદ્યા પ્રાપ્ત
થશે, પરંતુ ચૈત્યાલયો અને મુનિઓનું ઉલ્લંઘન કરવાથી વિદ્યાનો નાશ થશે; માટે તારે
તેમની વંદના કરીને આગળ ગમન કરવું યોગ્ય છે. પછી ધરણેન્દ્રે સંજયંત સ્વામીને પૂછયું
કે હે પ્રભો! વિદ્યુદંષ્ટ્રે આપના ઉપર ઉપસર્ગ કેમ કર્યો? ભગવાન સંજયંત સ્વામીએ ઉત્તર
આપ્યો કે ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં હું શકટ નામના ગામમાં દયાળુ, પ્રિયવાદી
હિતકર નામનો એક શેઠ થયો હતો. મારો નિષ્કપટ સ્વભાવ હતો. હું સાધુસેવામાં તત્પર
રહેતો. ત્યાંથી હું સમાધિમરણ કરીને કુમુદાવતી નગરીમાં ન્યાયમાર્ગી શ્રીવર્ધન નામનો
રાજા થયો. તે ગામમાં એક બ્રાહ્મણ અજ્ઞાન તપ કરીને કુદેવ થયો હતો ત્યાંથી ચ્યવીને તે
રાજા શ્રીવર્ધનનો વહિનશિખ નામનો પુરોહિત થયો. તે મહાદુષ્ટ, ગુપ્તપણે અકાર્ય કરતો
હતો, પોતાને સત્યઘોષ કહેવરાવતો હતો, પરંતુ મહાજૂઠો, પરદ્રવ્ય હરનાર, એવાં તેનાં
કુકર્મને કોઈ જાણતું નહોતું. તે જગતમાં પોતાને સત્યવાદી કહેવરાવતો, એક નેમિદત્ત
શેઠનાં રત્ન તેણે હરી લીધાં હતાં. રાણી રામદત્તાએ જુગારમાં પુરોહિતની વીંટી જીતી
લીધી અને દાસીને પુરોહિતના ઘેર મોકલીને રત્ન મગાવી લીધાં અને શેઠને આપી દીધાં.
રાજાએ પુરોહિતને આકરી શિક્ષા કરી. તે પુરોહિત મરીને એક ભવ પછી આ વિદ્યાધરોનો
અધિપતિ થયો અને રાજા મુનિવ્રત ધારણ કરીને દેવ થયો. કેટલાક ભવ પછી એ જીવ
સંજયંત રૂપે જન્મ્યો અને એણે પૂર્વભવના પ્રસંગથી અમારા ઉપર ઉપસર્ગ કર્યો. આ કથા
સાંભળી નાગેન્દ્ર પોતાના સ્થાને ગયો.
તે વિદ્યાધરને દઢરથ નામનો પુત્ર થયો. તેને અશ્વધર્મા, તેને અશ્વાયુ, તેને અશ્વધ્વજ,
તેને પદ્મનાભિ, તેને પદ્મમાલી, તેને પદ્મરથ, તેને સિંહયાન, તેને મૃગેદ્ધર્મા, તેને મેઘાસ્ત્ર, તેને
સિંહપ્રભ, તેને સિંહકેતુ, તેને શશાંક, તેને ચંદ્રાહવ, તેને ચન્દ્રશેખર, તેને ઇન્દ્રરથ, તેને ચન્દ્રરથ,
તેને ચક્રધર્મા, તેને ચક્રાયુધ, તેને ચક્રધ્વજ, તેને મણિગ્રીવ, તેને મણ્યંક, તેને મણિભાસુર, તેને
મણિરથ, મણ્યાસ, તેને બિમ્બોષ્ઠ, તેને લંબિતાધર, તેને રક્તોષ્ઠ, તેને હરિચન્દ્ર, તેને પૂર્ણચન્દ્ર,
તેને બાલેન્દ્ર, તેને ચન્દ્રમા તેને ચૂડ, તેને વ્યોમચન્દ્ર, તેને ઉડપાનન, તેને એકચૂડ, તેને દ્વિચૂડ,
તેને ત્રિચૂડ, તેને વજ્રચૂડ, તેને ભૂરિચૂડ, તેને અર્કચૂડ તેને વહિનજટી, તેને વહિનતેજ આ
પ્રમાણે અનેક રાજા થયા. તેમાં કેટલાક પુત્રને રાજ્ય આપી મુનિ થઈ મોક્ષ ગયા, કેટલાક
સ્વર્ગે ગયા, કેટલાક ભોગાસક્ત થઈ વૈરાગી ન થયા તે નરક, તિર્યંચ ગતિ પામ્યા. આ
પ્રમાણે વિદ્યાધરોનો વંશ કહ્યો.
(બીજા તીર્થંકર અજિતનાથની ઉત્પત્તિ અને જીવનાદિનો પરિચય. સગર
ચક્રવર્તીનું વૃત્તાન્ત.)
હવે બીજા તીર્થંકર શ્રી અજિતનાથ સ્વામીના જન્મ વિષે કહે છે. જ્યારે
ઋષભદેવને મુક્ત થયે પચાસ લાખ કરોડ સાગર થયા, ત્યારે ચોથો કાળ અર્ધો વીતી
ગયો હતો. જીવોનું આયુષ્ય,