Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 40 of 660
PDF/HTML Page 61 of 681

 

background image
૪૦ પાંચમું પર્વ પદ્મપુરાણ
કાય, પરાક્રમ, ઘટતાં ગયાં હતાં. જગતમાં કામ, લોભાદિની પ્રવૃત્તિ વધતી ગઈ હતી. પછી
ઈક્ષ્વાકુ કુળમાં ઋષભદેવના જ વંશમાં અયોધ્યા નગરમાં રાજા ધરણીધર થયા. તેનો પુત્ર
ત્રિદશજય દેવોને જીતનાર હતો, તેની ઇન્દ્રરેખા રાણીને જિતશત્રુ નામે પુત્ર થયો. તે
પોદનપુરના રાજા ભવ્યાનંદની રાણી અંભોદમાળાની પુત્રી વિજયાને પરણ્યો. જિતશત્રુને
રાજ્ય આપીને રાજા ત્રિદશજય કૈલાસ પર્વત ઉપર નિર્વાણ પામ્યા. રાજા જિતશત્રુની
રાણી વિજયાદેવીની કૂખે અજિતનાથ તીર્થંકર જન્મ્યા. તેમના જન્માભિષેકનું વર્ણન
ઋષભદેવવત્ જાણવું. તેમનો જન્મ થતાં જ રાજા જિતશત્રુએ સર્વ રાજાઓને જીતી લીધા
તેથી ભગવાનનું નામ અજિતનાથ પાડવામાં આવ્યું. અજિતનાથને સુનયા, નન્દા આદિ
અનેક રાણીઓ થઈ. તેમના રૂપની સમાનતા ઇન્દ્રાણી પણ કરી શકતી નહિ. એક દિવસ
ભગવાન અજિતનાથે રાજલોક સહિત પ્રભાતના સમયમાં વનક્રીડા કરી. ત્યાં કમળોનું
ખીલેલું વન અને સૂર્યાસ્ત સમયે તે જ વનને સંકોચાઈ ગયેલું જોઈને, લક્ષ્મીની
અનિત્યતા જાણીને પરમ વૈરાગ્ય પામ્યા. માતાપિતાદિ સર્વ કુટુંબ પ્રત્યે ક્ષમાભાવ કરાવીને
ઋષભદેવની પેઠે જ તેમણે દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે દશ હજાર રાજા નીકળ્‌યા.
ભગવાને બે ઉપવાસની પ્રતિજ્ઞા કરી. બ્રહ્મદત્ત રાજાને ઘેર પારણાના દિવસે આહાર લીધો.
તેમણે ચૌદ વર્ષ સુધી તપ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું. તેમને ચોત્રીસ અતિશય અને
આઠ પ્રાતિહાર્ય પ્રગટ થયા. ભગવાનને નેવું ગણધર હતા, એક લાખ મુનિ હતા.
અજિતનાથના કાકા વિજયસાગર, જેમની જ્યોતિ સૂર્ય સમાન છે. તેમની રાણી
સુમંગલાએ સગર નામના બીજા ચક્રવર્તી પુત્રને જન્મ આપ્યો. તેમને પણ નવનિધિ, ચૌદ
રત્ન આદિ વિભૂતિ ભરત ચક્રવર્તી જેટલી જ હતી. તેમના સમયમાં એક ઘટના બની, તે હે
શ્રેણિક! તું સાંભળ. ભરત ક્ષેત્રના વિજ્યાર્ધની દક્ષિણ શ્રેણીમાં ચક્રવાલ નામે નગર હતું.
ત્યાં વિદ્યાધરોનો અદ્યિપતિ રાજા પૂર્ણધન મહાપ્રભાવમંડિત, વિદ્યાબળની અધિકતાવાળો
રાજ્ય કરતો. તેણે વિહાયતિલક નગરના રાજા સુલોચનની કન્યા ઉત્પલમતીની માગણી
કરી. રાજા સુલોચને નિમિત્તજ્ઞાનીના કહેવાથી તેને ન આપી અને સગર ચક્રવર્તીને
આપવાનો વિચાર કર્યો. આથી પૂર્ણધન રાજા સુલોચન ઉપર ચડી આવ્યો. સુલોચનનો પુત્ર
સહસ્ત્રનયન પોતાની બહેનને લઈને ભાગ્યો અને વનમાં છુપાઈ ગયો. પૂર્ણધન યુદ્ધમાં
સુલોચનને મારીને નગરમાં જઈ કન્યાની શોધ કરવા લાગ્યો પરંતુ તેને મળી નહિ. એટલે
તે પોતાના નગરમાં ચાલ્યો ગયો. સહસ્ત્રનયન નિર્બળ હતો એટલે તે પોતાના પિતાના
વધની વાત સાંભળી પૂર્ણધન ઉપર ગુસ્સે તો થયો, પણ કાંઈ કરી ન શક્યો. તે
ગહનવનમાં ઘુમી રહ્યો. તે વન સિંહ, વાઘ, અષ્ટાપદાદિથી ભરેલું હતું. પછી ચક્રવર્તી એક
માયામયી અશ્વ લઈને ઊડયા અને જે વનમાં સહસ્ત્રનયન હતો ત્યાં આવ્યા. ઉત્પલમતીએ
ચક્રવર્તીને જોઈને ભાઈને કહ્યું કે ચક્રવર્તી પોતે જ અહીં પધાર્યા છે. તેથી ભાઈએ પ્રસન્ન
થઈને ચક્રવર્તી સાથે પોતાની બહેન પરણાવી. આ ઉત્પલમતી ચક્રવર્તીની પટરાણી સ્ત્રીરત્ન
થઈ. ચક્રવર્તીએ કૃપા કરીને સહસ્ત્રનયનને બન્ને શ્રેણીનો અધિપતિ બનાવ્યો. પછી