ઉપભોગ કર, તારી જે અભિલાષા હશે તે તત્કાળ સિદ્ધ થશે. હું અવિવેકી દોષના
સાગરમાં મગ્ન તારી સમીપે આવ્યો છું તો સાધ્વી બનીને પ્રસન્ન થા.
માટે વિષાદ પામો છો? હે બળદેવ! તમારા પ્રસાદથી સ્વર્ગ સમાન ભોગ ભોગવ્યા. હવે
એવી ઈચ્છા છે કે એવો ઉપાય કરું, જેનાથી સ્ત્રીલિંગનો અભાવ થાય. આ અતિ તુચ્છ
વિનશ્વર ભયંકર મૂઢજનો દ્વારા સેવ્ય ઈન્દ્રિયના ભોગોનું શું પ્રયોજન છે? મેં ચોરાસી
લાખ યોનિમાં અનંત જન્મમાં ખેદ પ્રાપ્ત કર્યો છે. હવે સમસ્ત દુઃખોની નિવૃત્તિ માટે હું
જિનેશ્વરી દીક્ષા ધારણ કરીશ. આમ કહીને નવીન અશોક વૃક્ષનાં પલ્લવ સમાન પોતાના
કરથી શિરના કેશ ખેંચીને રામની સમીપે મૂકયા. તે ઇન્દ્રનીલમણિ જેવા શ્યામ, ચીકણા,
પાતળા, સુગંધી, વક્ર, મૃદુ કેશને જોઈ રામ મોહિત થઈ મૂર્ચ્છા પામ્યા અને જમીન પર
પડયા. જ્યાં સુધીમાં તેમને સચેત કરવામાં આવ્યા ત્યાં સુધીમાં સીતાએ પૃથ્વીમતી
આર્યિકા પાસે જઈ દીક્ષા લઈ લીધી. હવે જેને એક વસ્ત્રમાત્રનો જ પરિગ્રહ છે, બધા
પરિગ્રહ તજીને તેણે આર્યિકાનાં વ્રત લીધાં. મહાપવિત્રતા યુક્ત પરમ વૈરાગ્યથી દીક્ષા
લીધી, વ્રતથી શોભતી જગતવંદ્ય બની. રામ અચેત થયા હતા તે મુક્તાફળ અને
મલયાગિરિ ચંદનના છંટકાવથી તથા તાડપત્રોના પંખાથી હવા નાખવાથી સચેત થયા
ત્યારે દશે દિશામાં જૂએ છે અને સીતાને ન જોતાં તેમનું ચિત્ત શૂન્ય થઈ ગયું. શોક અને
વિષાદથી યુક્ત તે ગજરાજ પર ચડી સીતા પાસે ચાલ્યા. શિર પર છત્ર ફરે છે, ચામર
ઢોળાય છે, દેવોથી મંડિત ઇન્દ્રની પેઠે રાજાઓથી વીંટળાઈને રામ ચાલ્યા. કમળ સરખા
નેત્રવાળા તેમણે કષાયયુક્ત વચન કહ્યાં, પોતાના પ્રિયજનનું મૃત્યુ સારું, પરંતુ વિયોગ
સારો નહિ. દેવોએ સીતાની રક્ષા કરી તે સારું કર્યું, પણ તેણે અમને છોડવાનો વિચાર
કર્યો તે સારું ન કર્યું. હવે જો આ દેવ મારી રાણી મને પાછી નહિ દે તો મારે અને દેવોને
યુધ્ધ થશે. આ દેવ ન્યાયી હોવા છતાં મારી સ્ત્રીને હરે? આવાં અવિચારી વચન તેમણે
કહ્યાં. લક્ષ્મણ સમજાવે છે તો પણ તેમને સમાધાન ન થયું. ક્રોધ સહિત શ્રી રામચંદ્ર
સકળભૂષણ કેવળીની ગંધકૂટીમાં ગયા. તેમણે દૂરથી સકળભૂષણ કેવળીની ગંધકૂટી જોઈ.
કેવળી સિંહાસન પર બિરાજે છે, કેવળઋદ્ધિથીયુક્ત અનેક સૂર્યની દીપ્તીને ધારણ કરનાર,
પાપને ભસ્મ કરવા માટે સાક્ષાત્ અગ્નિરૂપ, કેવળજ્ઞાનના તેજથી પરમ જ્યોતિરૂપ ભાસે
છે, ઇન્દ્રાદિ સમસ્ત દેવ સેવા કરે છે, દિવ્ય ધ્વનિ ખરે છે, ધર્મનો ઉપદેશ અપાય છે, શ્રી
રામ ગંધકૂટીને જોઈ શાંતચિત્ત થઈ હાથી પરથી ઉતરી પ્રભુની સમીપમાં આવ્યા, ત્રણ
પ્રદક્ષિણા દઈ હાથ જોડી નમસ્કાર કર્યા. કેવળીની શરીરની જ્યોતિની છટા રામ પર પડી
તેથી તે અતિ પ્રકાશરૂપ થઈ ગયા. તે ભાવસહિત નમસ્કાર કરી મનુષ્યોની સભામાં બેઠા અને
ચતુર્નિકાયના દેવોની સભા નાના પ્રકારનાં આભૂષણો પહેર્યાં હોવાથી એવી લાગતી હતી કે