Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 584 of 660
PDF/HTML Page 605 of 681

 

background image
પ૮૪ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ
કેવળીરૂપ રવિનાં કિરણો જ છે અને રાજાઓના રાજા શ્રી રામચંદ્ર કેવળીની નિકટ
સુમેરુના શિખરની પાસે કલ્પવૃક્ષ જેવા શોભે છે. લક્ષ્મણ નરેન્દ્ર, મુકુટ, હાર, કુંડળાદિથી
વીજળી સહિત શ્યામ ઘટા જેવા શોભે છે. શત્રુને જીતનારા શત્રુધ્ન બીજા કુબેર જેવા
શોભે છે. લવણ-અંકુશ બન્ને વીર મહાધીર, ગુણ સૌભાગ્યના સ્થાનરૂપ ચંદ્ર-સૂર્ય જેવા
શોભે છે. સીતા આર્યિકા આભૂષણાદિ રહિત એક વસ્ત્રમાત્રના પરિગ્રહથી એવી શોભે છે
જાણે કે સૂર્યની મૂર્તિ શાંતિ પામી છે. મનુષ્ય અને દેવ બધા જ વિનયસહિત ભૂમિ પર
બેસી ધર્મશ્રવણની અભિલાષા રાખે છે. ત્યાં બધા મુનિઓમાં શ્રેષ્ઠ અભયઘોષ નામના
મુનિએ સંદેહરૂપ આતાપની શાંતિ અર્થે કેવળીને વિનંતી કરી કે હે સર્વોત્કૃષ્ટ સર્વજ્ઞદેવ!
જ્ઞાનરૂપ શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ સારી રીતે જાણવાથી મુનિઓને કેવળબોધ થાય તેનું
વર્ણન કરો. ત્યારે સકળભૂષણ કેવળી યોગીશ્વરોના ઈશ્વર કર્મોના ક્ષયનું કારણ એવા
તત્ત્વનો ઉપદેશ દિવ્ય ધ્વનિમાં કહેવા લાગ્યા. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! કેવળીએ
જે ઉપદેશ આપ્યો તેનું રહસ્ય હું તને કહું છું. જેમ સમુદ્રમાંથી કોઈ એક ટીપું લે તેમ
કેવળીની વાણી તો અથાહ હોય છે તેના અનુસારે હું સંક્ષેપમાં વ્યાખ્યાન કરું છું. હે ભવ્ય
જીવો! આત્મતત્ત્વ જે પોતાનું સ્વરૂપ છે તે સમ્યગ્દર્શન જ્ઞાન આનંદરૂપ અને અમૂર્તિક,
ચિદ્રૂપ, લોકપ્રમાણ અસંખ્ય પ્રદેશી, અતિન્દ્રિય, અખંડ, અવ્યાબાધ, નિરાકાર, નિર્મળ,
નિરંજન, પરવસ્તુથી રહિત, નિજગુણપર્યાય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ સ્વભાવથી
અસ્તિત્વરૂપ છે. તેનું જ્ઞાન નિકટ ભવ્યને થાય છે. શરીરાદિક પરવસ્તુ અસાર છે,
આત્મતત્ત્વ સાર છે તે અધ્યાત્મવિદ્યાથી પ્રાપ્ત થાય છે. તે બધાને જોનાર, જાણનાર
અનુભવદ્રષ્ટિથી જોઈએ, આત્મજ્ઞાનથી જાણીએ. અને જડ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ,
આકાશ જ્ઞેયરૂપ છે, જ્ઞાતા નથી. આ લોક અનંત અલોકાકાશની મધ્યમાં, અનંતમાં ભાગે
રહે છે. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક આ ત્રણ લોક છે. તેમાં સુમેરુ પર્વતની જડ એક
હજાર યોજન છે. તેની નીચે પાતાળ લોક છે. તેમાં સૂક્ષ્મ સ્થાવર તો સર્વત્ર છે અને
બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે. વિકળત્રય અને પંચેન્દ્રિય તિર્યંચ નથી, મનુષ્ય નથી.
ખરભાગ, પંકભાગમાં ભવનવાસી દેવ તથા વ્યંતરોના નિવાસ છે, તેની નીચે સાત નરક
છે તેમનાં નામ-રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને
મહાતમઃપ્રભા. આ સાતેય નરકની ભૂમિ અત્યંત દુઃખ આપનારી સદા અંધકારરૂપ છે.
ચાર નરકમાં તે ઉષ્ણની બાધા છે, પાંચમા નરકના ઉપલા ત્રણ ભાગમાં ઉષ્ણ અને
નીચલા ચોથા ભાગમાં શીત છે, છઠ્ઠા નરકમાં શીત અને સાતમા નરકમાં મહાશીત છે.
ઉપલા નરકમાં ઉષ્ણતા છે તે મહાવિષમ અને નીચલા નરકમાં શીત છે તે અતિવિષમ છે.
નરકની ભૂમિ અત્યંત દુસ્સહ અને પરમદુર્ગમ છે, જ્યાં પરુ અને રુધિરનો કાદવ હોય છે,
અત્યંત દુર્ગંધ છે. શ્વાન, સર્પ, માર્જાર, મનુષ્ય, ખર, તુરંગ, ઊંટના મૃત શરીર સડી જાય
તેની દુર્ગંધ કરતા અસંખ્યાત ગુણી દુર્ગંધ છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં દુઃખોના બધાં કારણો
છે. અતિપ્રચંડ વિકરાળ પવન વાય છે જેનો ભયંકર અવાજ થાય છે. જે જીવ વિષયકષાય
સંયુક્ત છે, કામી છે, ક્રોધી છે,