જીવોની હિંસા કરે, જૂઠું બોલે, પરધન હરે, પરસ્ત્રી સેવે, મહાઆરંભી પરિગ્રહી હોય તે
પાપના ભારથી નરકમાં પડે છે. મનુષ્યદેહ પામીને જે નિરંતર ભોગાસક્ત થયા છે,
જેમની જીભ વશમાં નથી, મન ચંચળ છે તે પ્રચંડ કર્મ કરનારા નરકમાં જાય છે. જે પાપ
કરે, કરાવે, પાપની અનુમોદના કરે તે સર્વ આર્તરૌદ્રધ્યાની નરકનાં પાત્ર છે. તેમને
વજ્રાગ્નિના કુંડમાં નાખે છે, વજ્રાગ્નિના દાહથી બળતા થકા પોકારો કરે છે. જ્યાં
અગ્નિકુંડમાંથી છૂટે છે ત્યાં વૈતરણી નદી તરફ શીતળ જળની ઈચ્છાથી જાય છે ત્યાં જળ
અત્યંત ખારું, દુર્ગંધવાળું હોય છે. તેના સ્પર્શથી જ શરીર ગળી જાય છે. દુઃખના ભાજન
વૈક્રિયક શરીરથી આયુષ્યપર્યંત નાના પ્રકારનાં દુઃખ ભોગવે છે. પહેલાં નરકનું ઉત્કૃષ્ટ
આયુષ્ય ૧ સાગર, બીજાનું ૩ સાગર, ત્રીજાનું ૭ સાગર, ચોથાનું ૧૦ સાગર, પાંચમાનું
૧૭ સાગર, છઠ્ઠાનું રર સાગર અને સાતમાનું ૩૩ સાગર હોય છે તે પૂર્ણ થાય ત્યારે જ
મરે છે, મારવાથી મરતા નથી. વૈતરણીનાં દુઃખથી ડરી છાંયો મેળવવા અસિપત્ર વનમાં
જાય છે, ત્યાં ખડ્ગ, બાણ, બરછી, કટારી જેવાં પાંદડાં જોરદાર પવનથી પડે છે, તેમનાંથી
તેમનાં શરીર છિન્નભિન્ન થઈ જાય છે, પછાડ ખાઈને જમીન પર પડે છે. કોઈવાર
તેમને કુંભિપાકમાં પકાવે છે, કોઈ વાર માથું નીચે અને પગ ઊંચા રાખીને લટકાવે છે,
મોગરીથી મારે છે, કુહાડાથી કાપે છે, કરવતથી વહેરે છે, ઘાણીમાં પીલે છે, જાતજાતનાં
છેદનભેદન કરે છે. આ નારકી જીવ અતિદીન તરસથી પીવાનું પાણી માગે છે ત્યારે
તાંબાનો ઉકાળેલ રસ પીવડાવે છે. તે કહે છે, અમને તરસ નથી, અમારો પીછો છોડો
ત્યારે પરાણે તેમને પછાડીને સાણસીથી મોઢું ફાડીને મારી મારીને પીવડાવે છે. કંઠ, હૃદય,
વિદીર્ણ થઈ જાય છે, પેટ ફાટી જાય છે. ત્રીજા નરક સુધી તો પરસ્પર જ દુઃખ છે અને
અસુરકુમારોની પ્રેરણાથી પણ દુઃખ છે. ચોથાથી લઈ સાતમા સુધી અસુરકુમારોનું ગમન
નથી, પરસ્પર જ પીડા ઉપજાવે છે. નરકમાં નીચેથી નીચે દુઃખ વધતું જાય છે. સાતમા
નરકમાં બધે મહાદુઃખ છે. નારકીઓને આગલો ભવ યાદ આવે છે અને બીજા નારકી
તથા ત્રીજા સુધી અસુરકુમાર પૂર્વનાં કાર્યો યાદ કરાવે છે કે તમે ભલા ગુરુનાં
(સત્ગુરુનાં) વચનોનું ઉલ્લંઘન કરીને કુગુરુ કુશાસ્ત્રના બળથી માંસને નિર્દોષ કહેતા
હતા, નાના પ્રકારનાં માંસથી અને મદ્ય, મદિરાથી કુદેવોનું આરાધન કરતા હતા તે માંસના
દોષથી નરકમાં પડયા છો. આમ કહી એમનું જ શરીર કાપી કાપી તેમના મુખમાં મૂકે છે
અને લોઢાના તથા તાંબાના ગોળા તપાવીને જોરથી તેમને પછાડી, સાણસીથી મુખ ફાડી,
તેમના મુખમાં ઘાલે છે અને મોગરીથી મારે છે. દારૂ પીનારાને મારી મારીને ગરમ
તાંબાનો રસ પાય છે. પરદારારત પાપીઓને વજ્રાગ્નિથી તપાવેલી લોઢાની પૂતળી સાથે
ભેટાવે છે. જે પરદારારત ફૂલોની સેજ પર સૂતા તેમને શૂળોની સેજ પર સુવડાવે છે.
સ્વપ્નની માયા સમાન અસાર રાજ્ય પામીને જે ગર્વ કરે, અનીતિ કરે છે તેમને લોઢાના
ખીલા ઉપર બેસાડી હથોડાથી મારે છે તે અતિકરુણ વિલાપ કરે છે ઈત્યાદિ પાપી જીવોને
નરકનાં દુઃખ મળે છે તે ક્યાં