તલમાત્ર આહાર કે પીવા માટે એક ટીપું પાણી મળતું નથી, કેવળ મારનો જ આહાર છે.
પરદારાગમન, સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, કૃતધ્નતા, લંપટતા, ગ્રામદાહ, વનદાહ,
પરધનહરણ, અમાર્ગ સેવન, પરનિંદા, પરદ્રોહ, પ્રાણઘાત, બહુ આરંભ, બહુ પરિગ્રહ,
નિર્દયતા, ખોટી લેશ્યા, રૌદ્રધ્યાન, મૃષાવાદ, કૃપણતા, કઠોરતા, દુર્જનતા, માયાચાર,
નિર્માલ્યનું ગ્રહણ, માતાપિતાગુરુઓની અવજ્ઞા, બાળ, વૃદ્ધ, સ્ત્રી, દીન, અનાથોનું પીડન
આદિ દુષ્ટ કર્મો નરકનાં કારણ છે. તેનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરી જિનશાસનનું
સેવન કરો જેથી કલ્યાણ થાય. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય,
ત્રસકાય આ છ કાયનાં જીવોની દયા પાળો. જીવ પુદ્ગળ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ છ
દ્રવ્ય છે. સાત તત્ત્વ, નવ પદાર્થ, પંચાસ્તિકાયની શ્રદ્ધા કરો. ચૌદ ગુણસ્થાન સ્વરૂપ અને
સપ્તભંગરૂપ વાણીનું સ્વરૂપ સારી રીતે જાણી કેવળીની આજ્ઞા પ્રમાણે હૃદયમાં ધારણ કરો.
સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ-નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ
અવક્તવ્ય, સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય, સ્યાત્ અસ્તિ-નાસ્તિ અવક્તવ્ય આ સાત ભંગ
કહ્યા. પ્રમાણ એટલે વસ્તુનું સર્વાંગ કથન અને નય એટલે વસ્તુનું એક અંગનું કથન,
નિક્ષેપ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર અને જીવોમાં એકેન્દ્રીના બે ભેદ સૂક્ષ્મ
તથા બાદર, પંચેન્દ્રિયના બે ભેદ સંજ્ઞી તથા અસંજ્ઞી અને બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચતુરેન્દ્રિય
આ કુલ સાત ભેદ જીવોના છે. તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત કરતાં ચૌદ જીવસમાસ થાય
છે. જીવના બે ભેદ-એક સંસારી, બીજા સિદ્ધ. જેમાં સંસારીમાં બે ભેદ-એક ભવ્ય, બીજો
અભવ્ય જે મુક્તિ પામવા યોગ્ય તે ભવ્ય અને મુક્તિ પામવા યોગ્ય નહિ તે અભવ્ય.
જીવનું પોતાનું લક્ષણ ઉપયોગ છે તેના બે ભેદ-એક જ્ઞાનોપયોગ, બીજો દર્શનોપયોગ.
જ્ઞાન સમસ્ત પદાર્થને જાણે, સમસ્ત પદાર્થને દેખે. જ્ઞાનના આઠ ભેદ-મતિ, શ્રુત, અવધિ,
મનઃપર્યય, કેવળ, કુમતિ, કુશ્રુત, કુઅવધિ. દર્શનના ચાર ભેદ-ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળ.
જેને એક સ્પર્શન ઈન્દ્રિય હોય તેને સ્થાવર કહીએ. તેના પાંચ ભેદ છે. પૃથ્વી, અપ, તેજ,
વાયુ, વનસ્પતિ. ત્રસના ચાર ભેદ-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય. જેમને
સ્પર્શન અને રસના છે તે બેઇન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, નાસિકા છે તે તેઇન્દ્રિય.
જેમને સ્પર્શન, રસના, નાસિકા, ચક્ષુ છે તે ચતુરેન્દ્રિય. જેમને સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ
અને શ્રોત છે તે પંચેન્દ્રિય, ચતુરેન્દ્રિય સુધી તો સંમૂર્ચ્છન અને અસંજ્ઞી છે અને
પંચેન્દ્રિયમાં કોઈ સમૂર્ચ્છન, કોઈ ગર્ભજ, તો કોઈ સંજ્ઞી, કોઈ અસંજ્ઞી છે જેમને મન છે
તે સંજ્ઞી અને જેમને મન નથી તે અસંજ્ઞી. જે ર્ગભથી ઊપજે તે ગર્ભજ અને જે ગર્ભ
વિના ઊપજે, સ્વતઃ સ્વભાવથી ઊપજે તે સંમૂર્ચ્છન છે. ગર્ભજના ત્રણ ભેદ છે-જરાયુજ,
અંડજ, પોતજ. જે જરાથી મંડિત ગર્ભથી નીકળે મનુષ્ય, અશ્વાદિ તે જરાયુજ અને જે
જરા વિના નીકળે