ઉપપાદ જન્મ હોય છે. માતાપિતાના સંયોગ વિના જ પુણ્ય-પાપના ઉદયથી ઊપજે છે. દેવ
તો ઉત્પાદ શય્યામાં ઉપજે છે અને નારકી બિલોમાં ઊપજે છે. દેવયોનિ પુણ્યના ઉદયથી છે
અને નરક યોનિ પાપના ઉદયથી છે. મનુષ્યજન્મ પુણ્ય-પાપના મિશ્રણથી છે અને
તિર્યંચગતિ માયાચારના યોગથી છે. દેવ-નરક-મનુષ્ય સિવાયના બધા તિર્યંચ છે. જીવોની
ચોરાસી લાખ યોનિ છે. તેમના ભેદ સાંભળો-પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય,
નિત્યનિગોદ, ઈતરનિગોદ આની સાત સાત લાખ યોનિ છે, તે બેતાલીસ લાખ યોનિ
થઈ. પ્રત્યેક વનસ્પતિ દસ લાખ, એ બાવન લાખ ભેદ સ્થાવરના થયા. બેઇન્દ્રિ, તેઈન્દ્રિ,
ચતુરેન્દ્રિયની બબ્બે લાખ યોનિ એટલે છ લાખ યોનિભેદ વિકલત્રયના થયા. પંચેન્દ્રિય
તિર્યંચના ભેદ ચાર લાખ યોનિ-એ પ્રમાણે બધા થઈને તિર્યંચ યોનિના બાસઠ લાખ ભેદ
થયા. દેવયોનિના ભેદ ચાર લાખ, નરક યોનિના ભેદ ચાર લાખ અને મનુષ્યયોનિના
ચૌદ લાખ. એ સર્વ ચોર્યાસી લાખ યોનિ અતિ દુઃખરૂપ છે. એનાથી રહિત સિદ્ધપદ જ
અવિનાશી સુખરૂપ છે. સંસારી જીવ બધાજ દેહધારી છે અને સિદ્ધ પરમેષ્ઠી દેહરહિત
નિરાકાર છે. શરીરના ભેદ પાંચ-ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ, કાર્માણ. તેમાં
તૈજસ, કાર્માણ તો અનાદિકાળથી બધાં જીવોને લાગેલા છે. તેમનો અંત કરી મહામુનિ
સિદ્ધપદ પામે છે. ઔદારિક કરતાં અસંખ્યાત ગુણી અધિક વર્ગણા વૈક્રિયકની છે. અને
વૈક્રિયકથી અસંખ્યાત ગુણી આહારકની છે અને આહારકથી અનંતગુણી તૈજસની છે અને
તૈજસથી અનંતગુણી કાર્માણની છે. જે સમયે સંસારી જીવ શરીર છોડીને બીજી ગતિમાં
જાય છે તે સમયે તે અનાહારક છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં જીવને જેટલી
વાર લાગે તે અવસ્થામાં જીવને અનાહારી કહે છે. જેટલો સમય એક ગતિમાંથી બીજી
ગતિમાં જવામાં લાગે તે એક સમય, બે સમય અથવા વધારેમાં વધારે ત્રણ સમય લાગે
છે. તેટલા સમય માટે જીવને તૈજસ અને કાર્માણ એ બે જ શરીર હોય છે. શરીર સિવાય
આ જીવ સિદ્ધ અવસ્થા વિના બીજી કોઈ અવસ્થામાં કોઈ સમયે હોતો નથી. આ જીવને
શરીર હર સમય અને દરેક ગતિમાં જન્મતાં-મરતાં સાથે જ રહે છે. જે સમયે આ જીવ
ઘાતી-અઘાતી બન્ને પ્રકારનાં કર્મનો ક્ષય કરીને સિદ્ધ અવસ્થા પામે છે તે સમયે તૈજસ
અને કાર્માણનો ક્ષય થાય છે. જીવોને શરીરના પરમાણુઓની સૂક્ષ્મતા આ પ્રકારે છે-
ઔદારિકથી વૈક્રિયક સૂક્ષ્મ, વૈક્રિયકથી આહારક સૂક્ષ્મ, આહારકથી તૈજસ સૂક્ષ્મ અને
તૈજસથી કાર્માણ સૂક્ષ્મ છે. મનુષ્ય અને તિર્યંચોને તો ઔદારિક શરીર છે. દેવ નારકીઓને
વૈક્રિયક છે. આહારક શરીર ઋદ્ધિધારક મુનિઓને સંદેહ નિવારવા માટે દસમા દ્વારમાંથી
નીકળે અને કેવળીની પાસે જઈ સંદેહનું નિવારણ કરી પાછું આવી દસમાં દ્વારમાં પ્રવેશ
કરે છે. આ પાંચ પ્રકારના શરીર કહ્યાં. તેમાં એક સમયે એક જીવને કોઈ વાર ચાર
શરીર પણ હોય છે તેનો ભેદ સાંભળો-ત્રણ તો બધા જીવને હોય છે. મનુષ્ય અને
તીર્યંચને ઔદારિક અને દેવ નારકીઓને વૈક્રિયક અને તૈજસ કાર્માણ બધાને છે. તેમાં
કાર્માણ તો દ્રષ્ટિગોચર થતું નથી અને