Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 588 of 660
PDF/HTML Page 609 of 681

 

background image
પ૮૮ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ
તૈજસ કોઈ મુનિને પ્રગટ થાય છે. તેના બે ભેદ છે-એક શુભ તૈજસ, એક અશુભ તૈજસ.
શુભ તૈજસ લોકોને દુઃખી જોઈ જમણી ભુજામાંથી નીકળી લોકોનું દુઃખ દૂર કરે છે અને
અશુભ તૈજસ ક્રોધના યોગથી ડાબી ભુજામાંથી નીકળી પ્રજાને ભસ્મ કરે છે અને મુનિને
પણ ભસ્મ કરે છે. કોઈ મુનિને વિક્રિયાઋદ્ધિ પ્રગટ થાય છે ત્યારે તે શરીરને સૂક્ષ્મ તથા
સ્થૂળ કરે છે તે મુનિને ચાર શરીર કોઈ સમયે હોય છે, એકસાથે પાંચે શરીર કોઈ જીવને
હોતાં નથી.
મધ્યલોકમાં જંબૂદ્વીપ આદિ અસંખ્ય દ્વીપ અને લવણ સમુદ્ર આદિ અસંખ્ય સમુદ્ર
છે. શુભ નામવાળા તે બમણા બમણા વિસ્તારથી વલયાકારે રહેલા છે. બધાની વચ્ચે
જંબૂદ્વીપ છે. તેની વચમાં સુમેરુ પર્વત રહેલો છે તે લાખ યોજન ઊંચો છે અને તેનો
પરિઘ ત્રણ ગુણાથી કાંઈક અધિક છે. જંબૂદ્વીપમાં દેવારણ્ય અને ભૂતારણ્ય બે વન છે.
તેમાં દેવોનો નિવાસ છે. છ કુલાચલ છે, તે પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર સુધી લાંબા પડયા
છે. તેમનાં નામ-હીમવાન, મહાહિમવાન, નિષેધ, નીલ, રુક્મિ, શિખરી. સમુદ્રના જળને તે
સ્પર્શે છે. તેમાં સરોવરો છે અને સરોવરોમાં કમળ છે, તેમાં છ કુમારિકા દેવીઓ રહે છે.
શ્રી, હ્રી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી. આ જંબૂદ્વીપમાં સાત ક્ષેત્ર છે-ભરત, હૈમવત,
હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત. છ કુલાચલોમાંથી ગંગાદિક ચૌદ નદી નીકળી છે.
પહેલામાંથી ત્રણ, છેલ્લામાંથી ત્રણ અને વચ્ચેના ચારેમાંથી બબ્બે એમ ચૌદ છે. બીજો
દ્વીપ ધાતકીખંડ તે લવણસમુદ્રથી બમણો છે તેમાં મેરુ પર્વત છે અને બાર કુલાચલ અને
ચૌદ ક્ષેત્ર. અહીં એક ભરત ત્યાં બે, અહીં એક હિમવાન ત્યાં બે. એ જ પ્રમાણે બધું
બમણું જાણવું. ત્રીજો પુષ્કરદ્વીપ છે તેના અર્ધ ભાગમાં માનુષોત્તર પર્વત છે તે અઢીદ્વીપમાં
જ મનુષ્યો હોય છે, આગળ નહિ. અર્ધા પુષ્કરમાં બબ્બે મેરુ, બાર કુલાચલ, ચૌદ ક્ષેત્ર,
ધાતકીખંડ દ્વીપ સમાન ત્યાં જાણવા. અઢીદ્વીપમાં પાંચ સુમેરુ, ત્રીસ કુલાચલ, પાંચ ભરત,
પાંચ ઐરાવત, પાંચ વિદેહ, તેમાં એકસો સાઠ વિજય, સમસ્ત કર્મભૂમિના ક્ષેત્ર એકસો
સિત્તેર, એક એક ક્ષેત્રમાં છ છ ખંડ, તેમાં પાંચ પાંચ મ્લેચ્છખંડ, એક એક આર્યખંડ,
આર્યખંડમાં ધર્મની પ્રવૃત્તિ, વિદેહક્ષેત્ર અને ભરત ઐરાવતમાં કર્મભૂમિ. તેમાં વિદેહમાં તો
શાશ્વતી કર્મભૂમિ અને ભરત, ઐરાવતમાં અઢાર ક્રોડાક્રોડી સાગર ભોગભૂમિ અને બે
ક્રોડાક્રોડી સાગર કર્મભૂમિ અને દેવકુરુ, ઉત્તરકુરુ એ શાશ્વતી ઉત્કૃષ્ટ ભોગભૂમિ. તેમાં ત્રણ
ત્રણ પલ્યનું આયુષ્ય, ત્રણ ત્રણ કોશની કાયા, ત્રણ ત્રણ દિવસ પછી અલ્પ આહાર, તે
પાંચ મેરુ સંબંધી પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ છે. હરિ અને રમ્યક એ મધ્યમ ભોગભૂમિ
તેમાં બબ્બે પલ્યનું આયુષ્ય બબ્બે કોશની કાયા, બબ્બે દિવસે આહાર અને તે પાંચ મેરૂ
સંબંધી પાંચ હરિ પાંચ રમ્યક એ દશ મધ્યમ ભોગભૂમિ અને હૈમવત હૈરણ્યવત એ
જઘન્ય ભોગભૂમિ, તેમાં એકપલ્યનું આયુષ્ય, એક કોશની કાયા. એક દિવસના આંતરે
આહાર તે પાંચ મેરુ સંબંધી પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, જઘન્ય ભોગભૂમિ દસ. આ
પ્રમાણે ત્રીસ ભોગભૂમિ અઢીદ્વીપમાં જાણવી. પાંચ મહાવિદેહ, પાંચ ભરત, પાંચ ઐરાવત
એ પંદર કર્મભૂમિ છે તેમાં મોક્ષમાર્ગ