ત્રણ સિવાય બીજા સમુદ્રોમાં જળચર નથી. વિકળત્રય જીવ અઢીદ્વીપમાં છે અને
સ્વયંભૂરમણદ્વીપના અર્ધભાગમાં નાગેન્દ્ર પર્વત છે. તેનાથી આગળના અર્ધા
સ્વયંભૂરમણદ્વીપમાં અને આખાય સ્વયંભૂરમણ સમુદ્રમાં વિકળત્રય છે. માનુષોત્તરથી માંડી
નાગેન્દ્ર પર્યંત જઘન્ય ભોગભૂમિની રીત છે. ત્યાં તિર્યંચોનું એક પલ્યનું આયુષ્ય છે. સૂક્ષ્મ
સ્થાવર તો સર્વત્ર ત્રણ લોકમાં છે અને બાદર સ્થાવર આધાર હોય ત્યાં છે, બધે નથી.
એક રાજુમાં સમસ્ત મધ્યલોક છે. મધ્યલોકમાં આઠ પ્રકારના વ્યંતરો અને દશ પ્રકારના
ભવનપતિના નિવાસ છે, ઉપર જ્યોતિષી દેવોનાં વિમાન છે, તેમના પાંચ ભેદ છે-ચંદ્રમા,
સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્ર. અઢીદ્વીપમાં જ્યોતિષી ચાર જ છે અને સ્થિર જ છે. આગળ
અસઁખ્ય દ્વીપોમાં જ્યોતિષી દેવોનાં વિમાન સ્થિર જ છે. સુમેરુ ઉપર સ્વર્ગલોક છે. સોળ
સ્વર્ગ છે તેમાનાં નામ-સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ,
કાપિષ્ઠ, શુક્ર, મહાશુક્ર, શતાર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અચ્યુત. આ સોળ
સ્વર્ગમાં કલ્પવાસી દેવદેવી છે અને સોળ સ્વર્ગની ઉપર નવ ગ્રૈવેયક, તેની ઉપર નવ
અનુત્તર, તેની ઉપર પાંચ પંચોત્તર-વિજય, વૈજયન્ત, જયન્ત, અપારાજિત અને
સવાર્થસિદ્ધિ. આ અહમિન્દ્રોનાં સ્થાન છે, ત્યાં દેવાંગના નથી અને સ્વામી-સેવક નથી,
બીજે સ્થળે ગમન નથી. પાંચમું બ્રહ્મસ્વર્ગ છે તેના અંતે લોકાંતિક દેવ હોય છે. તેમને
દેવાંગના નથી, તે દેવર્ષિ છે. ભગવાનના તપકલ્યાણકમાં જ આવે છે. ઊર્ધ્વલોકમાં દેવ જ
છે અથવા પાંચ સ્થાવર જ છે. હે શ્રેણિક! આ ત્રણ લોકનું વ્યાખ્યાન જે કેવળીએ કહ્યું
તેનું સંક્ષેપરૂપ જાણવું. ત્રણ લોકના શિખરે સિદ્ધલોક છે તેના સમાન દૈદીપ્યમાન બીજું
ક્ષેત્ર નથી. જ્યાં કર્મબંધનથી રહિત અનંત સિદ્ધ બિરાજે છે જાણે તે મોક્ષસ્થાન ત્રણ
ભવનનું ઉજ્જવળ છત્ર જ છે. તે મોક્ષસ્થાન આઠમી પૃથ્વી છે. આ આઠ પૃથ્વીનાં નામ-
નારક, ભવનવાસી, મનુષ્ય, જ્યોતિષી, સ્વર્ગવાસી, ગ્રૈવેયક, અનુત્તર વિમાન અને મોક્ષ.
આ આઠ પૃથ્વી છે. તે શુદ્ધોપયોગના પ્રસાદથી જે સિદ્ધ થયા છે તેમનો મહિમા કહી
શકાતો નથી, તેમને મરણ નથી, જન્મ નથી. અત્યંત સુખરૂપ છે, અનેક શક્તિના ધારક
સમસ્ત દુઃખરહિત મહાનિશ્ચળ સર્વના જ્ઞાતાદ્રષ્ટા છે.
તો તેમને કોઈ પ્રકારનું નથી, અને સુખ કેવું છે? ત્યારે કેવળીએ દિવ્યધ્વનિથી કહ્યું - આ
ત્રણ લોકમાં સુખ નથી, દુઃખ જ છે, અજ્ઞાનથી નિરર્થક સુખ માની રહ્યા છીએ. સંસારનું
ઇન્દ્રિયજનિત સુખ બાધાસંયુક્ત ક્ષણભંગુર છે. આ જીવ જ્યાં સુધી આઠ કર્મથી બંધાઈને
પરાધીન રહે ત્યાં સુધી તેમને તુચ્છમાત્ર પણ સુખ નથી. જેમ સુવર્ણનો પિંડ લોઢાથી
સંયુક્ત હોય ત્યાં સુવર્ણની